________________
કાર્પણ-શરીર બધાં શરીરોની જડ છે કારણ કે તે કર્મરૂપ જ છે અને કર્મ બધાનું નિમિત્ત કારણ છે. તૈજસ-શરીર બધાનું કારણ નથી. તે બધાની સાથે અનાદિ સંબદ્ધ રહીને ભુક્ત આહારના પાચન વગેરેમાં સહાયક થાય છે.
એક સાથે પ્રાપ્ત શરીરોની સંખ્યા તૈજસ અને કાર્મણ શરીર બધા સંસારવર્તી જીવોના હોય છે. તેથી આ બંને શરીર ક્યારેક પૃથક રૂપથી સ્વતંત્ર રહેતા નથી. અર્થાત્ એક જીવનું એક શરીર ક્યારે પણ સંભવ નથી. પરંતુ કોઈ (આ મત “તત્ત્વાર્થ ભાષામાં નિર્દિષ્ટ છે.) આચાર્યનો મત છે કે તૈજસ-શરીર કાર્મણની રીતે યાવતું સંસારભાવી નથી, તે આહારકની જેમ લબ્ધિજન્ય જ છે. તે અનુસાર અંતરાલગતિમાં માત્ર કાર્મણ શરીર રહે છે. તેથી આ મત અનુસાર એક શરીરના હોવું સંભવ છે. પરંતુ આ મત ઉપાદેય નથી. એક સાથે એક સંસારી જીવના ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર સુધી થઈ શકે છે. પાંચ શરીર એક સાથે ક્યારે હોતા નથી. જ્યારે બે શરીર મેળવાય છે, તો તે તૈજસ અને કાર્મણ હશે. આ સ્થિતિ માત્ર અંતરાલગતિમાં હોય છે, કારણ એ સમયે અન્ય શરીર મેળવી શકાતા નથી.
જ્યારે ત્રણ શરીર મેળવાય છે ત્યારે તૈજસ, કાર્પણ અને ઔદારિક અથવા તૈજસ કાર્પણ અને વૈક્રિય મેળવાય છે. પ્રથમ વિકલ્પ મનુષ્ય અને તિર્યંચમાં અને બીજા વિકલ્પમાં દેવ અને નારકમાં જન્મકાળથી મરણપર્યત મેળવાય છે. જ્યારે ચાર શરીર મેળવાય છે ત્યારે તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિયક, અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક પહેલો વિકલ્પ વૈક્રિયક લબ્ધિ પ્રયોગના સમય થોડા જ મનુષ્યો અને તિર્યચોમાં મેળવાય છે. બીજો વિકલ્પ આહારક લબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશ પૂર્વધર મુનિમાં જોવા મળે છે. પાંચ શરીર એક સાથે કોઈનામાં જણાતા નથી, કારણ કે વૈક્રિયક લબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એક સાથે સંભવ નથી.
જેમ એક જ દીપકનો પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ પર પડી શકે છે, તેમ જ એક જીવના પ્રદેશ અનેક શરીરોની સાથે અવિચ્છિન્ન રૂપથી સંબદ્ધ થઈ શકે છે.
પૂર્વમાં કહેવાયું છે કે વૈક્રિયક-લબ્ધિ અને આહારક-લબ્દિનો પ્રયોગ એક સાથે થતો નથી. એનું કારણ છે કે વૈક્રિયક લબ્ધિના પ્રયોગના સમયે તથા તેના દ્વારા શરીર બનાવી લેવા પર નિયમથી પ્રમત્ત દશા હોય છે. પરંતુ આહારકના વિષયમાં આવું થતું નથી, કારણ કે આહારક-લબ્ધિનો પ્રયોગ તો પ્રમત્ત દશામાં હોય છે. પરંતુ તેનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાય સંભવ થવાના કારણે અપ્રમત્ત ભાવ મેળવી શકાય છે. તેથી ઉક્ત બે લબ્ધિઓનો એક સાથે પ્રયોગ અસિદ્ધ છે. નિષ્કર્ષ એ છે કે આવિર્ભાવની અપેક્ષાથી યુગપતુ પાંચ શરીર થઈ શકતું નથી, પરંતુ શક્તિના રૂપમાં તો પાંચ શરીરમાં એક સાથે રહી શકે છે, કારણ કે આહારક-લબ્ધિવાળા મુનિના વૈક્રિયક-લબ્ધિ પણ (શક્તિની અપેક્ષાથી) સંભવ છે. પ્રયોગની દૃષ્ટિથી જ બંને લબ્ધિઓનું સાહચર્ય નિષિદ્ધ છે. (૩૨૮)
0 0 0 0 જિણધમો)