________________
પ્રાણ સંસારમાં, જીવનાં પર્યાયવાચી નામોમાં પ્રાણી શબ્દનો ઉલ્લેખ હોય છે. તેથી પ્રાણોની દૃષ્ટિથી જીવનું વિવેચન પણ કરવું જોઈએ. જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી છે. પ્રાણ બે પ્રકારના છે : દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ. દ્રવ્ય-પ્રાણના દસ પ્રકાર બતાવ્યા છે -
पंचेन्द्रियाणि त्रिविधं बलंच, उच्छ्वास निःश्वास मथान्यदायुः ।
प्राणाः दशैते भगवद्भिरुक्ताः, तेषां वियोजीकरणं तु हिंसा ॥ (૧) શ્રોત્રેન્દ્રિય બળપ્રાણ (૨) ચતુરિન્દ્રિય બળપ્રાણ (૩) ઘ્રાણેન્દ્રિય બળપ્રાણ (૪) રસનેન્દ્રિય બળપ્રાણ (૫) સ્પર્શનેન્દ્રિય બળપ્રાણ (૬) મનોબળપ્રાણ (૭) વચન બળપ્રાણ (૮) કાય બળપ્રાણ (૯) ઉચ્છવાસ-નિશ્વાસ બળપ્રાણ (૧૦) આયુબળપ્રાણ. આ દસ દ્રવ્ય-પ્રાણ કહેવાય છે. આ પ્રાણોને ધારણ કરે છે તે સંસારી પ્રાણી છે.
“પ્રાણી' શબ્દમાં સંસારી અને સિદ્ધ બંને પ્રકારના જીવોનો સમાવેશ કરાય છે. સિદ્ધોમાં ઉક્ત દસ પ્રાણ હોતા નથી. પરંતુ એમાં ચાર ભાવ-પ્રાણ માનવામાં આવે છે. જ્ઞાનદર્શન-સુખ અને વીર્ય - આ ચાર ભાવ-પ્રાણોના કારણથી સિદ્ધ પણ પ્રાણી માનવામાં આવે છે. તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય રૂપ ચાર પ્રાણોના ધારક હોય છે.
મરણ : જન્મની સાથે મરણનો અવિનાભાવ છે. જન્મ વગર મરણ નથી અને મરણના વગર જન્મ નથી. જન્મ-મરણનો આ સંબંધ અનાદિકાલીન છે. આ જન્મ-મરણના ચક્રને સદાને માટે રોકવાના હેતુ જ મુમુક્ષુ જીવોનો પુરુષાર્થ સદા ચાલતો રહે છે. અને ચાલતો રહેશે. તેથી શરીર, જન્મ, પ્રાણ વગેરેના અનનતર મરણના સંબંધમાં પણ વિચાર કરવો અપેક્ષિત છે.
જીવન અને મરણ એક જ સિક્કાની બે બાજુ છે. જગતમાં જીવન છે અને જીવનની સાથે મૃત્યુ. જીવન અને મરણના આ સંદર્ભમાં મનુષ્યનું ચિંતનશીલ મન આ પ્રશ્નનું સમાધાન માંગે છે કે શું એવો પણ કોઈ કારગત ઉપાય છે, જેનાથી આપણે જીવન-મરણના કાંટા પર ખરા ઉતરી શકીએ ? અર્થાતુ કયા ઢંગથી જીવીએ અને ક્યા ઢંગથી મરીએ - જેનાથી જીવન પણ સાર્થક થાય અને મરણનું શૂળ પણ ન ખેંચે. જીવન અને મરણ બંને જ આપણા માટે વરદાન બની શકે છે.
જેનદૃષ્ટિ અનુસાર જીવન પણ એક કળા છે અને મરણ પણ એક કળા છે. જે વ્યકિત જીવન-મરણની ઉભય કળામાં પારંગત હોય છે, તે સાચો અને વાસ્તવિક કલાકાર છે. જૈનદૃષ્ટિ જીવનની કળા પણ શીખવાડે છે અને મરણની કળા પણ બતાવે છે. જૈન સંસ્કૃતિનો જયઘોષ છે - જીવવાના ઢંગથી જીવો, મરવાના ઢંગથી મરો, તો તમારા બંને હાથમાં લાડુ છે. જીવન પર પણ નિયંત્રણ અને મરણ પર પણ નિયંત્રણ, જીવન-મરણ એક ખેલ છે. તેને ઠાઠથી રમવું જોઈએ. ન જીવનને ચોંટવું અને ન મરણનો ભય રાખવો જોઈએ. સંયમ, તપ, ત્યાગ, વિરાગ, અહિંસા અને સત્યની સાધના માટે જીવવું છે અને અવિચળ ભાવથી સાધનાના પથ પર ચાલતાં ચાલતાં જ મરવાનું છે. વસ્તુતઃ આવું જીવન જ જીવન છે અને આવું મરણ જ સમાધિ-મરણ છે. (૩૩૦) છે
તે છે જિણધો]