________________
શરીરોનો ઉપભોગ ઃ શરીરોનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. આ ઉપભોગ વગેરેનું ચાર શરીરોથી જ સાધ્ય છે, અંતિમ કાર્પણ-શરીર ઉપભોગ રહિત છે, તેથી તેને નિરુપભોગ કહેવાયો છે. ‘‘નિરુપમોન્તમત્ત્વમ્ ।''
તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂ-૪૫
અર્થાત્ અંતિમ કાર્મણ-શરીરમાં ઉપભોગ થતો નથી. ઇન્દ્રિયોના શુભાશુભ અથવા દૃષ્ટિઅનિષ્ટ વિષયોને ગ્રહણ કરી સુખદુઃખનો અનુભવ કરવો, હાથ-પગ વગેરે અવયવોથી શુભાશુભ કર્મોનું બંધ કરવું, બંધકર્મના અનુસાર શુભ-અશુભ વિપાક અનુભવ કરવો, પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા કરવી વગેરે શરીરનો ઉપભોગ છે. ઔદારિક, વૈક્રિયક અને આહારક શરીર સાવયવ છે, તેથી તેમનાથી ઉપભોગ સાધ્ય થઈ શકે છે. તૈજસ-શરીર યદ્યપિ સાવયવ નથી, તથાપિ તેનો ઉપભોગ પાચન વગેરે કાર્યમાં થાય છે. જેનાથી સુખદુઃખાદિનો ઉપભોગ સિદ્ધ થાય છે. તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. કોઈ તપસ્વી તપસ્યાજન્ય વિશિષ્ટ લબ્ધિ પ્રાપ્ત કરીને તેના દ્વારા કોઈ કોપભાજનને બાળી પણ શકે છે અને પ્રસન્ન થઈને પોતાના કૃપાપાત્રને શાંતિ પણ પહોંચાડી શકે છે.
આ રીતે તૈજસ-શરીરનો ઉપભોગ શાપ અથવા અનુગ્રહ વગેરેમાં થઈ શકે છે. કાર્પણશરીર તો કર્મરૂપ છે, તેથી તેનો ઉપભોગ સંભવ નથી, તે તો અન્ય શરીરોના ઉપભોગનું નિમિત્ત છે.
સૂક્ષ્મતાપૂર્વક જોઈએ તો કાર્મણ-શરીર બધાં શરીરોની જડ છે, તેથી તે શરીરોનો ઉપભોગ વસ્તુતઃ કાર્મણ-શરીરનો જ ઉપભોગ માનવો જોઈએ. તદપિ તેને નિરુપભોગ કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય ત્યાં સુધી કેવળ કાર્મણ-શરીરથી ઉક્ત પ્રકારનો ઉપભોગ સંભવ નથી. ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં ઔદારિક વગેરે ચાર શરીર સાક્ષાત્ સાધન છે. તેથી તે સોપભોગ કહેવાય છે અને પરંપરાથી સાધન હોવાના કારણે કાર્યણ-શરીરને નિરુપભોગ કહેવામાં આવ્યું છે.
જન્મસિદ્ધતા અને કૃત્રિમતા : ઉક્ત પાંચ શરીરોમાંથી તૈજસ અને કાર્મણ શરીર ન તો જન્મસિદ્ધ છે અને ન કૃત્રિમ છે. કારણ કે તે અનાદિ સંબદ્ધ છે, ઔદારિકશરીર જન્મસિદ્ધ જ છે. તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. વૈક્રિય-શરીર જન્મસિદ્ધ પણ છે અને કૃત્રિમ પણ છે. દેવ અને નારકોને જન્મસિદ્ધ વૈક્રિય-શરીર હોય છે. કૃત્રિમ વૈક્રિયશરીર એકલબ્ધિ છે, જે તપસ્યા વગેરે દ્વારા પ્રગટ થાય છે. આ કોઈક જ ગર્ભજ મનુષ્યો અને તિર્યંચોમાં હોઈ શકે છે. તપ વગર આ કૃત્રિમ વૈક્રિયક-લબ્ધિ બાદર વાયુકાયિક જીવોમાં માની ગઈ છે. આહારક-શરીર કૃત્રિમ જ છે, કારણ આ વિશિષ્ટ લબ્ધિ કેવળ ચતુર્દશ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે, તેથી આહારક-લબ્ધિ જન્મજાત નહિ પરંતુ અપિતુ કૃત્રિમ છે.
શરીર અને તેના ભેદ
૩૨૯