________________
ઉપયોગેન્દ્રિય છે. અર્થાત્ લબ્ધિ-શક્તિ છે અને ઉપયોગ તેની પ્રવૃત્તિ. લબ્ધિ અને ઉપયોગ બંને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ છે, તેથી બંને તે ભાવેન્દ્રિય કહે છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયોના વિષય પણ પાંચ છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. રસનો વિષય રસ છે, ઘાણનો વિષય ગંધ છે, ચક્ષુનો વિષય રૂપ છે અને શ્રોત્રનો વિષય શબ્દ છે. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષય બતાવ્યા છે. યથા સ્પર્શના આઠ ભેદ - કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. રસના પાંચ ભેદકડવો, મીઠો, ખાટો, ખારો, તીખો. ગંધના બે ભેદ-સુરભિગંધ અને દુરભિગંધ. વર્ણના પાંચ ભેદ છે - કાળો, નીલો, (હરા) લાલ, પીળો અને સફેદ. શબ્દના ત્રણ ભેદ છે - જીવશબ્દ, અજીવ-શબ્દ અને મિશ્ર-શબ્દ.
ઇન્દ્રિયો દ્વારા મૂર્ત પદાર્થ જ જાણી શકાય છે, અમૂર્ત તત્ત્વોને ઇન્દ્રિયો જાણી શકતી નથી. ઉપર જે પાંચ ઇન્દ્રિયો અને પાંચ વિષય બતાવ્યા છે, તેને સર્વથા સ્વતંત્ર નહિ પરંતુ એક જ દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે લાડુને પાંચ ઇન્દ્રિયો અલગ-અલગ રૂપથી જાણે છે. આંગળીથી અડીને તને શીત-ઉષ્ણાદિ સ્પર્શને જાણે છે. જીભ ચાખીને મીઠા-કડવા રસનું જ્ઞાન કરાવે છે. નાક સૂંઘીને તેની ગંધ બતાવે છે. આંખ જોઈને લાલ-પીળો આદિ રંગ બતાવે છે. કાન તેને તે કડક લાડુને ચાવવાના કારણે થનાર ધ્વનિથી જ્ઞાન કરાવે છે. આ વાત નથી કે એ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપ વિષયોનું સ્થાન અલગ-અલગ હોય છે. આ બધા તેના બધા ભાવમાં એક સાથે રહે છે. કારણ કે તે બધા એ એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. તેનો વિભાગ માત્ર બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયોની શક્તિ અલગ-અલગ છે તે કેટલીય પટુ કેમ ન હોય, પોતાના ગ્રાહ્ય વિષયના અતિરિક્ત અન્ય વિષયને જાણવામાં સમર્થ નથી. તેથી પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય ભિન્ન-ભિન્ન છે.
પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ બધા પર્યાય હોય છે ? પરંતુ ઉત્કૃષ્ટ પર્યાય જ ઇન્દ્રિય ગ્રાહા હોય છે. ઇન્દ્રિયની પટુતા પણ બધી જાતનાં પ્રાણીઓમાં વિવિધ પ્રકારની જોવામાં આવે છે, તેથી સ્પર્ધાદિની ઉત્કટતા અથવા અનુત્કટતાનો વિચાર ઇન્દ્રિયની પટુતાના તરતમ ભાવ પર નિર્ભર છે. -
પાંચ ઇન્દ્રિયોની અતિરિત મન પણ ઇન્દ્રિય છે. પરંતુ તે સ્પર્શન વગેરે ઇન્દ્રિયોની જેમ બાહ્ય સાધન નથી. પરંતુ આંતરિક સાધન છે. તેથી તેને અંતઃકરણ કહે છે. મનનો વિષય પરિમિત નથી. તે મૂર્ત-અમૂર્ત બધાનો વિચાર કરી શકે છે. એટલે શ્રુતને મનનો જ વિષય બતાવ્યો છે. સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયોથી મતિજ્ઞાન થાય છે, જ્યારે મનથી મતિ-શ્રુત બંને જ્ઞાન થાય છે.
મનને અનિન્દ્રિય કહેવાય છે કારણ કે રૂપ વગેરે વિષયોમાં પ્રવૃત્ત થવા માટે નેત્ર વગેરે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે છે. આ પરાધીનતાના કારણે તેને અનિન્દ્રિય અથવા નો-ઇન્દ્રિય કહેવાય છે. [ જીવના ભેદ) 2000 29 ) 19૧૩)
૩૧૩