________________
પર્યાપ્તિના છ ભેદ છે - (૧) આહાર-પર્યાપ્તિ (૨) શરીર-પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય-પર્યાપ્તિ (૪) શ્વોસોચ્છ્વાસ-પર્યાપ્તિ (૫) ભાષા-પર્યાપ્તિ (૬) મનઃ-પર્યાપ્તિ.
જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરી તેને ખલ (અસાર ભાગ) અને રસ રૂપમાં પરિણત કરે છે તેને આહાર-પર્યાપ્તિ કહે છે. જીવ પોતાના ભવાંતરની ઉત્પત્તિના પ્રથમ સમયમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને ખલ-૨સ ભાગમાં પરિણત કરવાની શક્તિ પણ એ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે.
જે શક્તિથી જીવ ૨સ રૂપ પરિણત આહારને રસ, રક્ત, માંસ, ભેદ, મજ્જા અને વીર્ય રૂપ સાત ધાતુઓમાં પરિણત કરે છે તે શરીર-પર્યાપ્તિ છે. જે શક્તિથી જીવ શરીરમાંથી ઇન્દ્રિયયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેમને ઇન્દ્રિયરૂપમાં પરિણત કરે છે, એ શક્તિને ઇન્દ્રિય- પર્યાપ્તિ કહે છે. જે શક્તિથી જીવ શ્વાસોચ્છ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છ્વાસ રૂપમાં પરિણત કરે છે, તે શક્તિ શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ કહેવાય છે. જે શક્તિથી જીવ ભાષા-વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષા રૂપમાં બદલે છે, તે શક્તિને ભાષા-પર્યાપ્તિ કહે છે.
જે શક્તિથી જીવ મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને મનના રૂપમાં બદલે છે, તેને મન-પર્યાપ્તિ કહે છે.
પર્યાપ્તિઓના ક્રમ અને કાળ ઃ
બધી પર્યાપ્તિઓનો પ્રારંભ એક સાથે થાય છે, પરંતુ તેની સમાપ્તિ ક્રમશઃ અલગ-અલગ હોય છે. પહેલા આહાર -પ્રર્યાપ્તિ પૂર્ણ થાય છે, પછી ક્રમશઃ શરીર-ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનઃ પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તરની પર્યાપ્તિ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ થાય છે. જેમ છ વ્યક્તિ એક સાથે સૂતર કાંતવા બેઠી હોય તે તેમાંથી જે બારીક કાંતે છે તેને તેની અપેક્ષાથી અધિક સમય લાગે છે, જે મોટું કાંતે છે. આ રીતે પર્યાપ્તિઓની પૂર્ણતાના સમયના સંબંધમાં સમજવું જોઈએ. આહાર પર્યાપ્તિ બધાથી સ્થૂળ છે અને મન:પર્યાપ્તિ બધાથી સૂક્ષ્મ છે.
ઔદારિક-શરીરની અપેક્ષાથી આહાર-પર્યાપ્તિ એક સમયમાં પૂર્ણ થઈ જાય છે, તેના પછી શરીર વગેરે પર્યાપ્તિ ક્રમશઃ એક-એક અંતર્મુહૂર્ત પછી પૂર્ણ થાય છે. વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાથી એક સમયમાં આહાર-પર્યાપ્તિ પૂરી થઈ જાય છે. તેના અંતર્મુહૂર્ત પછી શરીર-પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પછી એક-એક સમયના અંતરથી ઇન્દ્રિય વગેરે શેષ પર્યાપ્તિઓ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. દેવ ભાષા અને મનઃ પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે.
કોની કેટલી પર્યાપ્તિઓ?
એકેન્દ્રિય જીવોની ચાર પર્યાપ્તિઓ હોય છે - આહાર-પર્યાપ્તિ, શરીર-પર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ અને શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ. (૩૧૬૦
જિણધો