________________
અર્થાત્ મુક્ત જીવ અશરીર હોય છે - ઔદારિક વગેરે પાંચ શરીરથી રહિત હોય છે. આ જીવ ઘન છે. અર્થાત્ તેમનો આત્મપ્રદેશ સર્વથા કર્મ-દલિકોથી પૃથક્ થઈ જવાને કારણ સઘન રૂપમાં રહે છે. તે મુક્ત જીવ સાકાર જ્ઞાનોપયોગમાં અને નિરાકાર દર્શનોપયોગમાં સદા ઉપયુક્ત રહે છે. આ સિદ્ધોનું સ્વરૂપ છે. સંપૂર્ણ માનવજાતિને અને સંપૂર્ણ દેવોને પણ આ નિરાબાધ સુખ પ્રાપ્ત થતું નથી, જે સિદ્ધત્વને પ્રાપ્ત જીવોને થાય છે. સિદ્ધજીવ સદાકાળ તૃપ્ત રહે છે, તે અતૃપ્ત નિર્વાણ-સુખનો અનુભવ કરે છે.
તે અવ્યાબાધ, શાશ્વત, નિરૂપમ સુખની અનુભૂતિ કરતા અનંતકાળ સુધી સ્વરૂપમાં રમણ કરતા રહે છે.
સમસ્ત દુ:ખોને છિન્ન-ભિન્ન કરીને જન્મ-જરા, મૃત્યુના બંધનથી મુક્ત થઈને સિદ્ધજીવ શાશ્વતરૂપથી અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે.
અવ્યાબાધ અને અનુપમ સુખ સાગરમાં લીન રહેવા છતાં સિદ્ધજીવ સર્વ અનાગતકાળ સુધી અર્થાત્ સદા-સદા માટે શાશ્વત રૂપથી સ્વરૂપ-રમણમાં લવલીન રહે છે. જેમ જ્યોતિમાં જ્યોતિ મળી જાય છે, તેવી રીતે એકમાં અનેક અને અનેકમાં એક સિદ્ધ બિરાજમાન રહે છે. સિદ્ધિ અને મોક્ષના સ્વરૂપ વિસ્તારથી મોક્ષ તત્ત્વના નિરૂપણમાં કરવામાં આવશે.
દ્વિવિધ સંસારી જીવ :
સંસારસ્થ જીવના કોઈ અપેક્ષાથી બે ભેદ છે - (૧) ત્રસ અને (૨) સ્થાવર. જે જીવના ત્રસ નામ કર્મનો ઉદય થાય, તે ત્રસ જીવ છે અને જે જીવના સ્થાવર કર્મનો ઉદય હોય તો તે સ્થાવર જીવ છે. ત્રસ જીવ બે પ્રકારના છે - ગતિ-ત્રસ અને લબ્ધિ-ત્રસ. સ્વયં ગમન કરવાની શક્તિ જેનામાં હોય તે ગતિ-ત્રસ છે, અને દુઃખથી બચવા અને સુખ મેળવવાની ઇચ્છાથી ઉદ્દેશ્યપૂર્વક અહીં-તહીં ગમનાગમન કરવાની શક્તિ જેનામાં હોય તે લબ્ધિ-ત્રસ છે. તેજસ્કાય અને વાયુકાય ગતિ-ત્રસ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ લબ્ધિ-ત્રસ છે. ‘સ્થાવર'ના ત્રણ ભેદ છે - (૧) પૃથ્વીકાય, (૨) અકાય અને (૩) વનસ્પતિકાય. આ ભેદ ગતિ-અગતિની દૃષ્ટિથી છે. સ્થાવર નામ કર્મની દૃષ્ટિથી તો સ્થાવર જીવોના પાંચ ભેદ છે - (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેજસ્કાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય.
દુઃખ ત્યાગવાની અને સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું સ્પષ્ટ રૂપથી દેખાવું અને ન દેખાવું જ ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયની ઓળખ છે. ત્રસ નામ કર્મના ઉદયવાળા લબ્ધિત્રસ છે. આ જ મુખ્ય ત્રસ છે. જેમ કે દ્વીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ. સ્થાવર નામ કર્મનો ઉદય થવા છતાં ત્રસ જેવી ગતિ હોવાના કારણ જે ત્રસ કહેવાય છે, તે ગતિ ત્રસ છે. જેમ તેજસ્કાય અને વાયુકાય. આ ઉપચાર માત્રથી ત્રસ છે. ઉક્ત બે ભેદોમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
૩૧૦
જિણઘો