________________
રહેશે એને પોતાની રીતે તરસ લાગશે. તરસ લગાડનાર અલગ વ્યક્તિને માનવો હાસ્યાસ્પદ જ હશે. જેણે મદિરા પીધી છે, એને નશો ચઢશે જ, નશો ચઢાવવાળું કોઈ બીજું તત્ત્વ છે, એ માનવું બુદ્ધિમત્તાપૂર્ણ નથી. જ્યારે જીવ ઉક્ત પદાર્થોનું સેવન કરે છે, તો એમના સંસર્ગથી જીવમાં એમ જ પરિણમન પોતાની રીતે થઈ જાય છે. આ વસ્તુનો ધર્મ છે. બોટલમાં ભરેલા દારૂથી બોટલને નશો ચડતો નથી. જીવ જ્યારે એને પીએ છે ત્યારે તેના પર માદકતાની અસર થાય છે. એમાં ઈશ્વરીય હસ્તક્ષેપની કલ્પના કરવી, વસ્તુના સ્વાભાવિક ધર્મથી ઇનકાર કરવા સમાન છે.
કુંભાર ઘટ(દડા)ને બનાવે છે અને વણકર વસ્રને વણે છે. આ પ્રત્યક્ષ જોવા મળે છે. એવી સ્થિતિમાં ઘટ-પટ વગેરેને ઈશ્વરકૃત માનવું (બેચારા કુંભાર અને વણકરના પ્રયત્નો પર પાણી ફેરવવા સમાન છે.)
ઈશ્વરના જે ગુણ પ્રતિપાદિત કરવામાં આવે છે, એમને લક્ષ્યમાં રાખીને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એનું સૃષ્ટિ કર્તૃત્વ કોઈ રીતે સંગત નથી થતું. ઈશ્વર જગતના સર્વ પ્રપંચોથી મુક્ત અને રાગ-દ્વેષથી અતીત માનવામાં આવે છે. તો એને સૃષ્ટિના બનાવવા, બગાડવા કે પાળવાની ઝંઝટમાં કેમ પડવું જોઈએ ? સૃષ્ટિ અને સંહાર રાગદ્વેષ વગર સંભવ નથી, તેથી રાગદ્વેષથી અતીત પરમાત્મા-ઈશ્વર સૃષ્ટિ-સંહારનું કાર્ય નથી કરી શકતા. જો તે એવું કરે છે તો રાગ-દ્વેષ હોવા અવશ્યભાવી છે અને તેના પરિણામ સ્વરૂપ તે ઈશ્વર રહી શકતો નથી. એવી સ્થિતિમાં ઈશ્વરનું કર્તૃત્વ સિદ્ધ નથી થઈ શકતું. તેથી આ જ સ્વીકાર કરવું જોઈએ કે આત્મા સ્વયં કર્મ કરે છે અને સ્વયં જ એનાં સુખ-દુ:ખ વગેરે ફળોનો અનુભવ કરે છે. તેથી જૈનદર્શન આત્માને સ્વયં કર્તા અને સાક્ષાત્ ભોક્તા માન્યો છે.
અસંખ્યાત્ પ્રદેશિત્વ
પ્રત્યેક આત્માના અસંખ્યાત-પ્રદેશો છે. લોકો પણ અસંખ્યાત-પ્રદેશી છે. જો લોકના એક-એક આકાશ-પ્રદેશ પર એક-એક જીવ પ્રદેશને સ્થાપિત કરવામાં આવે તો આખો લોકાકાશ જીવ પ્રદેશોથી વ્યાપ્ત થઈ જશે. કેવળી સમુદ્દાતના સમયે એવો પ્રસંગ બને છે. જૈનદર્શન અનુસાર આત્માનું પરિમાણ ન તો આકાશની માફક વ્યાપક બને છે અને ન પરમાણુની જેમ અણુરૂપ છે, પરંતુ મધ્યમ પરિમાણ છે. બધા આત્માઓનો આ મધ્યમ પરિમાણ-પ્રદેશોની સંખ્યાની દૃષ્ટિથી સમાન છે. પરંતુ લંબાઈ-પહોળાઈ વગેરે બધાની સમાન નથી. એક જીવનો આધાર ક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી થઈ શકે છે. જીવ દ્રવ્યનું નાનામાં નાનું આધાર ક્ષેત્ર અંગુલા સંધ્યેય ભાગ પરિમાણ હોય છે, જે સમગ્ર લોકાકાશનો અસંખ્યાત્મો ભાગ છે. કાલાંતરમાં એ જ જીવનું આધાર ક્ષેત્ર બેગણો-ત્રણગણો વગેરે વધતાં-વધતાં સર્વલોકાકાશ જેટલો પણ થઈ શકે છે. આ ન્યૂનાધિકતા એક જીવની અપેક્ષાથી છે.
300
જિણધમ્મો