________________
વિચિત્ર વાત તો એ છે કે સાંખ્યદર્શન આત્માને કર્તા તો નથી માનતું, પરંતુ કર્મફળનો ભોક્તા માને છે. પછી જે કર્મનો કર્તા નથી તે એના ફળનો ભોક્તા કેવી રીતે હોઈ શકે છે ? કહ્યું છે -
को वेएइ अकयं कयनासो पंचहा गई नत्थि । देवमणुस गयागइ जाइ सरणाइयाणं च 11 સૂત્રકૃતાંગ નિયુક્તિ પ્રથમ અધ્યયન ગાથા-૩૪
"
આત્મા જો કર્મ નથી કરતો તો અકૃત કર્મ કોણ ભોગવે છે ? નિષ્ક્રિય હોવાથી આત્મા ફળનો ભોગ નથી કરી શકતો. તેથી કરેલાં કર્મ નિષ્ફળ થઈ જશે. આત્મા જો સર્વથા એકરૂપ રહે છે, તો પાંચ પ્રકારની ગતિ સિદ્ધ થઈ શકતી નથી. આત્મા જો વ્યાપક છે, તો દેવ ગતિ મનુષ્ય ગતિમાં એનું ગમનાગમન નથી થઈ શકતું. આત્માને જો એકરૂપ માનવામાં આવે તો સ્મરણ-વિસ્મરણ ઘટિત ન થઈ શકે. ત્યારે જાતિ સ્મરણ વગેરે જ્ઞાન પણ સંભવ નથી. કારણ કે તે સ્મરણ, વિસ્મરણના પછી જ થઈ શકે છે.
સાંખ્યદર્શન આત્માને સર્વથા નિષ્ક્રિય કહીને પણ એને કર્મના ફળનો ભોક્તા માને છે, આ આશ્ચર્ય છે. કારણ કે કર્મ-ફળ ભોગવવું એ પણ એક પ્રકારની ક્રિયા છે. જે સર્વથા અક્રિય છે, તે ભોગક્રિયાનો કર્તા કેવી રીતે થઈ શકે છે ?
કેટલાક દર્શનકાર આત્માને કર્તા તો માની લે છે, પરંતુ એના શુભાશુભ કર્મનું ફળ દેનાર કોઈ બીજી શક્તિ માને છે. એમનું મંતવ્ય છે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ એનું ફળ ભોગવવામાં તે પરતંત્ર છે. કોઈપણ જીવ પોતાના અશુભકર્મનું ફળ ભોગવવા નથી માંગતો, તેથી એને કર્મનું ફળ આપનારી કોઈ સર્વશક્તિમાન શક્તિ હોવી જોઈએ, અને તે સર્વ શક્તિમાન શક્તિ ઈશ્વર જ હોઈ શકે છે. ઈશ્વર જીવોને એમના કર્માનુસાર સારાં કે ખોટાં ફળ આપે છે. જેમ કે - કહે છે -
अज्ञः जन्तुरनीशोऽयमात्मनः सुख दुःखयोः । ईश्वर प्रेरितो गच्छेत् स्वर्गं वाश्वभ्रमेव वा ॥
અર્થાત્ આ અજ્ઞાની જીવ પોતાના સુખ-દુઃખને સ્વયં ભોગવવામાં અસમર્થ છે, તેથી ઈશ્વર દ્વારા પ્રેરિત થઈને તે સ્વર્ગ અથવા નરકમાં જાય છે. આ રીતે ઈશ્વર કર્તૃત્વવાદી લોક જીવને સુખ-દુ:ખનો કર્તા માનવા છતાંય કર્મફળનો ભોક્તા નથી માનતા. પરંતુ આ માન્યતા પ્રતીતિથી વિપરીત છે. વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ જ્યારે તે એક વખત કર્મ કરી દે છે તો તે એના ફળને ભોગવવા માટે વિવશ થઈ જાય છે. એના ન ચાહવા છતાંય એનું પરિણામ એને પ્રાપ્ત થશે જ. એના માટે કોઈ ઈશ્વરીય તત્ત્વના હસ્તક્ષેપની આવશ્યકતા નથી. એક વ્યક્તિ આ વાત માટે સ્વતંત્ર છે કે તે વિષ ખાય કે ન ખાય. પરંતુ જ્યારે તેણે એને ખાઈ લીધું છે, તો એની અસર પોતાની રીતે એના પર થશે જ. અસર પેદા કરનાર કોઈ ઈશ્વરને માનવાની શું જરૂર છે ? જે મરચું-મસાલાયુક્ત ચણા ખાઈને તડકામાં ઊભો જીવ તત્ત્વ : એક વિવેચન
૨૯૯