________________
જો એ કહેવાય કે અણુરૂપ આત્માની આખા શરીરમાં અતિશીવ્ર ગતિ થાય છે. તેથી તત્કાળ એવી અનુભૂતિ થઈ શકે છે, તો આ કથન સંગત નહિ હોય, કારણ કે આ પ્રકારનો ક્રમ પરિલક્ષિત નથી થતો. જે સમયે અણઆત્માનો ચક્ષુ સાથે સંબંધ થાય છે એ જ સમયે રસના વગેરે ઇન્દ્રિયોની સાથે એનો સંબંધ હોવો અસંભવ છે. લીંબુને આંખથી જોતાં જ જીભ ઇન્દ્રિયમાં પાણી આવી જવું.” આ વાતને સિદ્ધ કરે છે કે બંને ઇન્દ્રિયોના પ્રદેશોમાં આત્મા-યુગપતું સંબંધ રાખે છે. માથાથી લઈને પગ સુધી અણુરૂપ આત્માના ચક્કર લગાવવામાં કાળભેદ થવો સ્વાભાવિક છે. જો કે સર્વાગીણ રોમાંચ વગેરે કાર્યથી જ્ઞાત નારી યુગપતુ સુખાનુભૂમિના વિરુદ્ધ છે. આ જ કારણ છે કે જૈનદર્શનમાં આત્માના પ્રદેશોમાં સંકોચ અને વિસ્તારની શકિત માનીને એને સ્વદેહ પરિણામવાળો સ્વીકારવામાં આવ્યો છે. જૈનદર્શને કેવળીઓ દ્વારા કરવામાં આવતા સમુઘાતની અપેક્ષાથી એક સમયને માટે આત્માને સર્વલોક વ્યાપી માન્યો છે. અન્યથા આત્મા સ્વદેહ પરિમાણવાળો જ છે, કારણ કે એના જ્ઞાન અને સુખ-દુઃખ વગેરે ગુણોનો અનુભવ શરીરસ્થ આત્મામાં જ થાય છે.
કર્તા-સાક્ષાત ભોક્તા ઃ આત્મા સ્વયં પોતાનાં કર્મોનો કર્તા અને એના સુખ-દુઃખ વગેરે રૂપ-ફળનો ભોકતા છે. જેમ કે “આગમ'માં કહ્યું છે -
अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाणय । अप्पा मित्तममित्तं च दुपट्ठियो सुपट्ठिओ ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૦, ગા-૩૭ આત્મા સુખ અને દુઃખોનો કર્તા અને એના ફળનો ભોક્તા છે. શુભમાં પ્રવૃત્ત પોતાનો આત્મા પોતાનો મિત્ર છે, અને અશુભમાં પ્રવૃત્ત આત્મા પોતાનો શત્રુ છે. સાંખ્યદર્શન આત્માને અકર્તા અક્રિય માને છે. તે આત્માને ઉપચરિત રૂપમાં કર્મફળનો ભોક્તા માને છે. આ વાતની અસંગતિ બતાવવા માટે આત્માને કર્તા અને સાક્ષાત્ ભોક્તા કહેવામાં આવ્યો છે. જે દર્શન આત્માને સર્વથા અમૂર્ત, નિત્ય અને વ્યાપક માને છે, તેમના મંતવ્ય અનુસાર અરૂપી, નિત્ય તથા વ્યાપક તત્ત્વમાં ક્રિયા નથી માનવામાં આવી. આ જ કારણ છે કે સાંખ્યદર્શને આત્માને અક્રિય કહ્યો છે. કહ્યું પણ છે -
"अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कापिल दर्शने" સાંખ્યદર્શનની આ માન્યતા તર્કસંગત પ્રતીત નથી થતી. કારણ કે જો આત્માને કર્મનો કર્તા નહિ માનવામાં આવે તો તે હંમેશાં એક જ સ્થિતિમાં રહેશે. તો પછી હર્ષ, વિષાદ, જરા-મરણ કે ચતુર્ગતિરૂપ સંસાર કેવી રીતે ઘટિત થશે? જો ફૂટસ્થ નિત્ય આત્મા હંમેશાં એકરૂપ રહેનાર છે તો બંધ-મોક્ષ કેવી રીતે બનશે ? જે કર્મ કરે છે એ જ બંધાય છે અને જે બંધાય છે એ જ મુક્ત થાય છે. હંમેશાં એકરૂપ રહેનાર અપરિણામી તત્ત્વમાં આ કોઈ રીતે ઘટિત નથી થઈ શકતું. પરિણામી તત્ત્વમાં જ આ બંધ-મોક્ષ ઘટિત થાય છે. એવી સ્થિતિમાં મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો શું અર્થ રહેશે ? (૨૯૮) 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો)