________________
સાત ભંગોનો અર્થ
(૧) સ્યાદ્-અસ્તિ : ઘટ વગેરે પદાર્થ કથંચિત્ છે જ. એના અનંત ધર્મોમાંથી અસ્તિત્વ એક ધર્મ છે. એની અપેક્ષાથી કથંચિત્ રૂપથી ઘટનું અસ્તિત્વ છે જ. ‘સ્વાદ્ અસ્ત્યવ ઘટ: ' સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, ફળ, ભાવની અપેક્ષાથી ઘટનું અસ્તિત્વ છે જ. પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાથી નથી. જેમ કે ઘડો દ્રવ્યથી માટીનો બનેલો છે, પિત્તળ વગેરેથી નહિ. ક્ષેત્રથી રતલામનો બનેલો છે, ઇન્દોરનો નહિ; કાળથી શરદ ઋતુનો બનેલો છે, વસંતનો નથી; ભાવથી કાળા રંગનો છે, લાલ રંગનો નહિ. જો એવું ન માનવામાં આવે તો ઘટ પર રૂપ થઈ જશે અને એના સ્વરૂપની હાનિનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી કહેવાય છે કે - ‘સર્વમંત્રસ્તિ સ્વરૂપેા, પર વેળ નાસ્તિ = ' દરેક પદાર્થ સ્વરૂપથી અસ્તિત્વવાળો છે અને પરરૂપથી નાસ્તિત્વ સ્વભાવવાળો છે. આ પ્રથમ ભંગનો અર્થ સમજવો જોઈએ.
(૨) સ્યાદ્-નાસ્તિ : ઘટ વગેરે પદાર્થ કથંચિત્ નથી. પ્રથમ ભંગમાં સ્વરૂપથી સત્તાનું પ્રતિપાદન છે, જ્યારે આ ભંગથી પટ રૂપથી નાસ્તિત્વનું કથન છે. પદાર્થમાં પટ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની દૃષ્ટિએ જો નાસ્તિત્વ નહિ માનવામાં આવે, તો તે પટ રૂપથી પણ સત્ થઈ જશે. કારણ કે જે વસ્તુમાં જેનું નાસ્તિત્વ નથી હોતું, તે વસ્તુ તદ્ રૂપ થઈ જાય છે. આ ન્યાયથી એક જ વસ્તુના સ્વરૂપ બનવાની અનિષ્ટાપત્તિ પ્રાપ્ત થશે. જો ઘટ વગેરે સ્વદ્રવ્ય વગેરેથી અસ્તિત્વ રૂપ છે. એમ જ પટ વગેરે પર દ્રવ્ય વગેરેનું જો એમાં નાસ્તિત્વ નથી. તો તે ઘટ પટ રૂપ થઈ જશે. તેથી આ અનિષ્ટાપત્તિના નિરાકરણ હેતુ આ દ્વિતીય ભંગમાં કહ્યું છે કે ઘટ વગેરે વસ્તુ કથંચિત્ રૂપથી નાસ્તિત્વવાળી છે અર્થાત્ એમાં પર રૂપ દ્રવ્ય વગેરેનું નાસ્તિત્વ જોવા મળે છે. વસ્તુના પ્રતિ નિયત સ્વરૂપની સિદ્ધિ માટે વસ્તુમાં સ્વરૂપ સત્વની જેમ પરરૂપાસત્વ પણ માનવું જોઈએ. આ પરરૂપાસત્વ જ દ્વિતીય ભંગનો વિષય છે.
(3) સ્યાદસ્તિ-નાસ્તિ ઃ ઘટ વગેરે પદાર્થ સ્વરૂપ ચતુષ્ટય વગેરેની અપેક્ષાએ અસ્તિરૂપ છે. અને પર રૂપ ચતુષ્ટય વગેરેની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. એ બંને વાતો અહીં ક્રમથી કહેવાઈ છે. તેથી આ ભંગ પ્રથમ અને દ્વિતીય ભંગોનો સંયોગી ભંગ છે. એમાં ક્રમશઃ વિધિ-નિષેધનું રૂપ રહેલું છે.
(૪) સ્યાદ્-વક્તવ્ય ઃ ઘટ વગેરે પદાર્થ સ્વ-દ્રવ્ય વગેરેની અપેક્ષાથી છે અને પરદ્રવ્ય વગેરેની અપેક્ષાથી નથી. આ વાતને વક્તા યુગપત્ - એક સાથે કહેવા માંગે છે. પરંતુ વિધિ-નિષેધને યુગપત્ બતાવનાર કોઈ શબ્દ નથી. માટે આ ભાવને ‘અવક્તત્વ’ શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. શબ્દની ક્ષમતા સીમિત હોય છે. એક વારમાં એક જ ધર્મને બતાવી શકે છે અને ક્રમથી અનેક ધર્મોને, પરંતુ અહીં વક્તાની ઇચ્છા અનિયંત્રિત થઈ શકે છે. પરંતુ શબ્દની ક્ષમતા તો નિયંત્રિત છે માટે વિધિ-નિષેધને યુગપત્ કહેવાની ઇચ્છાને એક શબ્દ દ્વારા એક સાથે પ્રગટ નથી કરી શકાતી. તેથી એ ઇચ્છાને વ્યક્ત કરનાર (અવક્તવ્ય) શબ્દમાં એવો સંકેત કરવામાં આવ્યો છે. માટે ઘટ સ્યાદ્ અવક્તવ્ય છે.' આ
સપ્તભંગી
૨૦૫