________________
વૈશેષિક મતનું ખંડન વૈશેષિક - દર્શન ઉપયોગ(જ્ઞાન)ને જીવનનું સ્વરૂપ નથી માનતા. એની અનુસાર જીવ અને જ્ઞાન ભિન્ન-ભિન્ન છે એની માન્યતા છે કે જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે જ્ઞાનનો* સર્વથા નાશ થઈ જાય છે. જો જીવ અને જ્ઞાન એક હોય તો મુક્તિમાં જ્ઞાનનો નાશ થવાથી જીવનો પણ નાશ માનવો પડશે. જીવનો નાશ નથી થતો અને જ્ઞાનનો નાશ મુક્તિના સમયે થાય છે, તેથી જ્ઞાનને આત્માનું સ્વરૂપ નથી માનવામાં આવ્યું.
વૈશેષિક-દર્શનનું ઉક્ત મંતવ્ય સમુચિત નથી લાગતું. જો જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો એ જ્ઞાનથી આત્માને પદાર્થ-બોધ નથી થઈ શકતો. જેમાં જિનદત્તનું જ્ઞાન યજ્ઞદત્તથી ભિન્ન છે, માટે જિનદત્તના જ્ઞાનથી યજ્ઞદત્તને પદાર્થનો બોધ નથી થઈ શકતો. એમ જ જો આત્માથી જ્ઞાન સર્વથા ભિન્ન છે તો જ્ઞાન દ્વારા આત્માનો પદાર્થ-બોધ નથી થઈ શકતો. જિનદત્તનું જ્ઞાન જિનદત્તથી અભિન્ન માનવામાં આવે છે ત્યારે તે જિનદત્તને જ્ઞાન કરાવી શકે છે, યજ્ઞદત્તને નહિ. કારણ કે તે જ્ઞાન યજ્ઞદત્તથી ભિન્ન છે. આત્મા ત્યારે જ પદાર્થને જાણવામાં સમર્થ થઈ શકે છે જ્યારે જ્ઞાનને આત્માથી અભિન્ન માનવામાં આવે. જો જ્ઞાનને આત્માથી ભિન્ન માનવા છતાંય આત્માનો પદાર્થ-બોધ થઈ જાય તો એક વ્યકિતના જ્ઞાનથી બધી વ્યક્તિઓને પણ જ્ઞાન હોવું માનવું પડશે, કારણ કે જ્ઞાનની ભિન્નતા જેમ આત્માથી છે એમ જ અન્ય વ્યક્તિઓથી પણ ભિન્નતા છે, તો પછી માત્ર એ વ્યક્તિને જ પદાર્થ-બોધ કેમ થાય છે? તેથી આ અવ્યવસ્થાને ટાળવા માટે જ્ઞાન અને આત્માને અભિન્ન માનીને આત્માને ઉપયોગરૂપ સ્વીકાર કરવો જોઈએ.
વૈશષિક-દર્શન ઉક્ત અવ્યવસ્થાને ટાળવા માટે જ્ઞાન અને આત્મામાં સમવાય સંબંધ સ્થાપિત કરે છે. એનું કહેવું છે કે જે આત્માની સાથે જે જ્ઞાનનો સમવાય* સંબંધ થાય છે. એ જ આત્મા એ જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ કરી શકે છે. એ જ્ઞાનથી બીજાનો બોધ નથી થતો.
વૈશેષિક આચાર્યનું આ સમાધાન સંતોષપ્રદ નથી, કારણ કે એમની માન્યતા અનુસાર સમવાય સંબંધ વ્યાપક, નિત્ય અને એક છે. આત્મા પણ એની અનુસાર વ્યાપક છે. તેથી પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનનો સમવાય સંબંધ સરખો હશે. જેમ કે વ્યાપક હોવાના કારણે આકાશની સાથે બધાનો સમાન સંબંધ છે, એમ જ સમવાય સંબંધ પણ બધાની સાથે સમાન હોવો જોઈએ. તેથી જે દોષ પહેલાં બતાવ્યો છે તે જેમનો તેમ કાયમ રહે છે. સમવાય સંબંધથી એ દોષનું નિવારણ નથી થતું. તેથી સમવાયની કલ્પના નિરુપયોગી છે. ઉક્ત અવ્યવસ્થાને ટાળવાનો સાચો ઉપાય એ જ છે કે આત્માને જ્ઞાન સ્વરૂપ સ્વીકાર કરવામાં આવે.
★ नवानां बुद्ध्यादिगुणानाम् सन्तानमत्यन्त मुच्छिद्यते सन्तानत्वात् ।
+ નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. જે સંબંધ હંમેશાંથી ચાલ્યો આવે છે, જેની ક્યારેય કમી વગેરે નથી થઈ. તે સમવાય સંબંધ છે. જેમ કે આ તંતુઓમાં પટ. (૨૯૨),.00 0.00 0.00 જિણધમો)