________________
મુક્ત અવસ્થામાં જ્ઞાનનો અભાવ માનવો અસંગત છે. જ્ઞાન તો આત્માનો મૌલિક ગુણ છે. મુક્ત અવસ્થામાં તો તે જ્ઞાન ગુણ પોતાના પૂર્ણ વિકસિત રૂપમાં અને શુદ્ધ દશામાં પ્રગટ થઈ જાય છે. માત્ર જે અપૂર્ણ જ્ઞાનાંશ છે, તે જ મુક્ત દશામાં વિલીન થઈ જાય છે. એના ફળ સ્વરૂપ જ્ઞાનનો અભાવ નથી હોતો, અપિતુ (છતાં) પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. માટે વૈશેષિક-દર્શનનાં જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવો અસંગત છે. જ્ઞાન, આત્માનો મૌલિક ગુણ છે. આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન અને આત્મામાં તાદામ્ય સંબંધ છે. જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે.*
સાંખ્યદર્શનમાં ચિતુને અર્થશૂન્ય અને બુદ્ધિને જડ કહેવામાં આવ્યા છે. પરંતુ આ પરસ્પર વિરોધી માન્યતા છે. જે ચિતુશક્તિ છે, તે અર્થશૂન્ય કેવી રીતે થઈ શકે છે અને જે અર્થ શૂન્ય છે, તે ચિતુશક્તિ કેવી રીતે કહી શકાય છે ? ચિતુનો અર્થ જ જાણવું એવો થાય છે. સાંખ્યોની માન્યતા છે કે અર્થનો બોધ બુદ્ધિ કરે છે. બુદ્ધિ ઊભય મુખ દર્પણાકાર છે. પદાર્થનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, એનું પ્રતિબિંબ ચિતુશકિતમાં પડે છે. જેનાથી આ પ્રતીત થાય છે કે ચિતુશક્તિ જાણે છે. વાસ્તવમાં જાણવાનું કામ બુદ્ધિનું છે.
સાંખ્યદર્શનની ઉક્ત માન્યતા ખૂબ અટપટી છે. જે ચિતુશક્તિ છે તે તો જાણતી જ નથી અને જે બુદ્ધિને તે જડ કહે છે એના દ્વારા તે અર્થનો બોધ હોવો માને છે. આ કેવી પરસ્પર વિરોધી માન્યતા છે ? જાણવું જેનું કામ હોવું જોઈએ તે ચિતુશક્તિને જાણતું નથી. અને જે બુદ્ધિ એમના દ્વારા જડ માનવામાં આવે છે તેના દ્વારા પદાર્થ-બોધ થવો તે માને છે ? આ કેવી અભુત અને વિચિત્ર કલ્પના છે. સારાંશ એ છે કે આત્માને ઉપયોગરૂપ માનવો જ બધી રીતે સંગત છે.
પરિણામી નિત્ય : આત્મા ના તો સર્વથા નિત્ય છે અને ના સર્વથા અનિત્ય. તે આત્મદ્રવ્યની અપેક્ષા નિત્ય છે, તો એની વિવિધ પર્યાયોની અપેક્ષા અનિત્ય છે. વિવિધ પર્યાયોમાં થનારા પરિવર્તન સિવાય પણ આત્મતત્ત્વ ધ્રૌવ્ય છે. એને જ જૈનદર્શનમાં પરિણામી નિત્ય માનવામાં આવ્યા છે.
સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટસ્થ નિત્ય માને છે અને એમાં કોઈ પરિણમન થવું નથી માનતા. તે જ્ઞાન, સુખ-દુઃખ વગેરે પરિણામોને પ્રકૃતિ કે અવિદ્યાના પર્યાય માને છે. વૈશેષિક અને નૈયાયિક આત્માને એકાંત નિત્ય (અપરિણામી) માને છે. મીમાંસક પણ લગભગ એવું માને છે. આ બધાથી વિપરીત માન્યતા છે બૌદ્ધદર્શનની. બૌદ્ધદર્શન આત્માને એકાંત ક્ષણિક માને છે. તે આત્મા વગેરે પદાર્થને નિરન્વય પરિણામોનો પ્રવાહ-માત્ર માને છે. જૈનદર્શનનું મંતવ્ય છે કે આત્મા ના તો કૂટસ્થ નિત્ય છે અને ના એકાંત ક્ષણિક. તે પરિણામી નિત્ય છે. તેથી જ્ઞાન, સુખ-દુઃખ વગેરે પર્યાય આત્માના જ છે.
એકાંતવાદના પ્રકરણમાં સર્વથા નિત્યત્વ અને સર્વથા અનિત્યત્વનું યુક્તિસંગત ખંડન કરવામાં આવ્યું છે, તેથી અહીં એની પુનરાવૃત્તિ કરવી ઉચિત નથી. સારાંશ એ છે કે આત્માને
* ને માયા સે વિUTયા, ને વિUSTયા રે માયા !
[જીવ તત્ત્વ એક વિવેચન 0000000000000૨૯૩)