________________
નથી રહી શકતા. આ રીતે પદાર્થનું સ્વરૂપ અનેકાંતાત્મક સિદ્ધ થાય છે. આ અનેકાંત રૂપ અર્થને નિર્દોષ વાણીના રૂપમાં ઉતારવું સ્યાદ્વાદનું કામ છે.
અનેકાંત અને સ્યાદ્વાદમાં થોડું અંતર છે. અનેકાંત એ વૈચારિક દૃષ્ટિ છે, જે પદાર્થને વિવિધ રૂપોમાં જુએ છે અને સ્યાદ્વાદ એ વચન-શૈલી છે, જે અનેકાંત દૃષ્ટિને નિર્દોષ વાણીનું સ્વરૂપ પ્રદાન કરે છે.
૪૦
સપ્તભંગી
અનંત ધર્માત્મક વસ્તુને સમ્યક્ ભાષામાં પ્રતિપાદિત કરવા માટે સ્યાદ્વાદનું અવલંબન લેવું પડે છે.સ્યાદ્વાદનું પ્રયોજન એ પ્રતિપાદન કરે છે કે પ્રત્યેક ધર્મ પોતાના વિરોધી ધર્મની સાથે વસ્તુમાં રહે છે. સત્-અસત્ અને એક-અનેક પરસ્પર અવિનાભાવી છે, તે સ્થાપિત કરવા માટે પ્રમાણાવિરોધી વિધિ - પ્રતિષેધની કલ્પના કરવી સપ્તભંગી છે. એક અર્થમાં સ્યાદ્વાદનું વિશ્લેષણ જ સપ્તભંગી છે. સપ્તભંગીની પરિભાષા આપતાં પ્રસિદ્ધ તાર્કિક વાદિદેવ સૂરિએ ‘પ્રમાણ-નય તત્ત્વાલોક'માં આ સૂત્ર કહ્યું છે -
एकत्र वस्तुन्येकैक धर्म पर्यनुयोगवशाद विरोधेन व्यस्तयोः समस्तयोश्च । विधिनिषेधयोः कल्पनया स्यात्कारांकित: सप्तधा वाक् प्रयोगः सप्तभंगी ॥ પ્રમાણ-નય તત્ત્વાલોક, અ-૪, સૂ-૧૪ એક જ વસ્તુમાં કોઈ એક નિયત ધર્મ-સંબંધી પ્રશ્નને લઈને અવિરુદ્ધ રૂપથી અલગઅલગ કે સમ્મિલિત વિધિ-નિષેધની કલ્પના દ્વારા ‘સ્યાત્’ પદથી યુક્ત સાત પ્રકારના વચન-પ્રયોગ ‘સપ્તભંગી' છે.
-
આ પરિભાષામાં ‘એક જ વસ્તુમાં અને એક જ ધર્મ સંબંધી પ્રશ્નને લઈને' એ શબ્દ ધ્યાન દેવા યોગ્ય છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓમાં વિધિ-નિષેધની કલ્પનાથી તો સેંકડો ભંગોની સંભાવના રહે છે, તેથી એનું નિવારણ કરવા માટે ‘એકત્ર વસ્તુનિ' કહેવામાં આવ્યું છે. એક વસ્તુમાં પણ વિધીયમાન અને નિષિધ્યમાન અનંત ધર્મોની કલ્પનાથી અનંત ભંગોનો પ્રસંગ બને છે. એને દૂર કરવા માટે ‘કોઈ નિયત ધર્મ વિષયક પ્રશ્નને લઈને’ આ વિશેષણ રજૂ કરવામાં આવ્યું છે. તાત્પર્ય આ થયું કે એક વસ્તુના એક ધર્મને લઈને સાત પ્રકારથી જ પ્રશ્નની પ્રવૃત્તિ સંભવ છે. એનો જવાબ પણ સાત પ્રકારથી જ આપી શકાય છે. માટે એક વસ્તુના એક ધર્મને લઈને એક સપ્તભંગી બને છે. વસ્તુમાં અનંત ધર્મ છે એમની અપેક્ષાથી અનંત સપ્તભંગીઓ બની શકે છે. પરંતુ એક વસ્તુના એક ધર્મને લઈને એક જ સપ્તભંગી (સાત ભંગ) બની શકે છે.
જે વિધિ-નિષેધની કલ્પના પ્રમાણ વગેરેથી બાધિત છે તે સપ્તભંગીનો વિષય નથી બની શકતો માટે ‘અવિરુદ્ધ' વિશેષણ લગાવવામાં આવ્યું છે. તાત્પર્ય એ થાય છે કે એક વસ્તુના એક ધર્મને લઈને જે સાત પ્રકારથી પ્રશ્ન કરી શકાય છે અને એનો જે પ્રમાણથી
સપ્તભંગી
૨૦૩