________________
ત્રણ વ્યક્તિ હતી. એમાંથી એકને સુવર્ણના ઘડાની જરૂર હતી, બીજાને સુવર્ણના મુગટની જરૂર હતી, ત્રીજાને માત્ર સોનું (સુવર્ણ) જ જોઈતું હતું. તે ત્રણેય એક સોનીની દુકાને ગયા. એ સમયે તે સોની સુવર્ણઘડાને તોડીને મુગટ બનાવી રહ્યો હતો. આ જોઈને પ્રથમ વ્યક્તિને દુઃખ થયું, કારણ કે એની ઇષ્ટ વસ્તુ તોડવામાં આવી રહી હતી. બીજાને મુગટથી પ્રસન્નતા થઈ, કારણ કે એની ઈષ્ટ વસ્તુ ઘડાઈ રહી હતી, ત્રીજા સુવર્ણાર્થી વ્યક્તિને ન તો શોક થયો કે ન હર્ષની લાગણી થઈ, કારણ કે એને તો સોનું જોઈએ છે, જે બંને અવસ્થાઓમાં વિદ્યમાન છે. આ ઉદાહરણથી એ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે પદાર્થમાં ત્રયાત્મકતા વિદ્યમાન છે, ત્યારે જ તો એક જ ક્રિયાથી ત્રણ વ્યક્તિઓને ત્રણ રીતે ભાવ ઉત્પન્ન થયો. આ વસ્તુની ત્રયાત્મકતાને સિદ્ધ કરે છે. એક અન્ય ઉદાહરણ દ્વારા વસ્તુની ત્રયાત્મકતાને સિદ્ધ કરવામાં આવી છે -
पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम् ॥
- આપ્તમીમાંસા, શ્લોક-૬૯ જે વ્યકિતએ દૂધ પીવાનું વ્રત લીધું છે તે દહીં ખાય છે. જે વ્યક્તિએ દહીં ખાવાનું વ્રત લીધું છે, તે દૂધ પીએ છે. જે વ્યક્તિએ ગોરસ ન ખાવાનું વ્રત લીધું છે તે ન દૂધ પીએ છે અને ન ખાય છે, કારણ કે દૂધ અને દહીં બંને અવસ્થાઓમાં ગોરસત્વ વિદ્યમાન છે.
તાત્પર્ય એ છે કે દૂધને જમાવીને દહીં બનાવી લેવાની સ્થિતિમાં દૂધ-પર્યાય વિનાશ છે અને દહીં-પર્યાયની ઉત્પત્તિ છે, પરંતુ બંને પર્યાયોમાં ગોરસ રૂપ દ્રવ્ય-ધ્રૌવ્ય બનેલું છે. એનાથી વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત સિદ્ધ થાય છે.
ઉપર-ઉપરથી જોવાથી આ ખૂબ અટપટું લાગે છે કે જે ઉત્પન્ન થઈ રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે, તે ધ્રુવ કઈ રીતે હોઈ શકે છે? પરંતુ જો સ્થિરતા અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો એમાં કંઈપણ અટપટું નથી, અપિતુ આ વસ્તુ તત્ત્વના સમ્યક સ્વરૂપનો દ્યોતક છે.
પ્રશ્ન થઈ શકે છે કે એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જો એ પરસ્પર અભિન્ન છે, તો પછી વસ્તુ ત્રયાત્મક કેવી રીતે સિદ્ધ થશે ? આ તો એમની અભિન્નતાના કારણે એકાત્મક જ થશે. જો એ ઉત્પાદ વગેરે પરસ્પર ભિન્ન છે, તો પણ વસ્તુ ત્રયાત્મક કેવી રીતે થશે ? ઉત્પાદ ઉત્પત્તિને બતાવે છે, વ્યય વિનાશને વ્યક્ત કરે છે અને ધ્રૌવ્ય ધ્રુવતાને બતાવે છે. એ ત્રણેય પરસ્પર વિરોધી છે, તો એક વસ્તુ પરસ્પર વિરોધી ત્રણેય ધર્મોવાળી કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? આ શ્લોકમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે -
यद्युत्पत्यादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् ?
अथोत्पादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम् ?? [અનેકાંત વાદ છે. આજે
ર૦૧)