________________
આના વિશે ‘શાંકર ભાષ્ય' લખ્યું છે અને એમાં સ્યાદ્વાદને એ કહીને અસંગત બતાવ્યું છે કે એક વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મ નથી રહી શકતા જેમ કે એક જ વસ્તુ ઠંડી કે ગરમ નથી હોઈ શકતી. ને સ્યાદ્વાદમાં વિરોધ-દોષના સાથે સંશય-દોષ પણ બતાવે છે, ‘એવું પણ છે અને તેવું પણ છે' - એવું કહેવાથી વસ્તુના સ્વરૂપના વિષયમાં સંશય રહે છે, નિર્ણય નથી થઈ શકતો. માટે સ્યાદ્વાદનો સિદ્ધાંત અસંગત છે.
-
શ્રી શંકરાચાર્યએ સ્યાદ્વાદના મર્મને સમજ્યા વગર જ એની આલોચના કરી નાખી છે. એમણે સ્યાદ્વાદના જે સ્વરૂપનું ખંડન કર્યું છે તે સ્યાદ્વાદનું સાચું સ્વરૂપ છે જ નહિ, વિરોધી ધર્મોને એકત્ર માની લેવો એ જ સ્યાદ્વાદ નથી. સ્યાદ્વાદનો અર્થ છે - ભિન્નભિન્ન અપેક્ષાથી પદાર્થમાં ભિન્ન-ભિન્ન વેદાંતના આચાર્યે ઉપેક્ષિત કર્યો માટે તે સંભવત્: સ્યાદ્વાદના સાચા સ્વરૂપને ન જાણી શક્યા. ભિન્ન-ભિન્ન અપેક્ષાથી એક જ પદાર્થમાં વિરોધી ધર્મ રહી શકે છે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. જેમ કે એક જ વ્યક્તિ પોતાના પુત્રનો પિતા છે અને પોતાના પિતાનો પુત્ર છે, માટે એમાં પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મ ભિન્નભિન્ન અપેક્ષાથી રહે છે. એમાં શું વિરોધ અને શું અસંગતિ હોઈ શકે છે ? વિરોધ કે અસંગતિ તો ત્યા૨ે થાય જ્યારે એક જ અપેક્ષાથી પિતૃત્વ અને પુત્રત્વ માનવામાં આવે. તે જેનો પુત્ર છે, એને જ પિતા માનવામાં આવે તો તે અસંગત છે. ભિન્ન-ભિન્ન અપેક્ષાથી ભિન્ન-ભિન્ન ધર્મ સ્વીકાર કરવાથી વિરોધ નથી થતો, પણ પદાર્થના યથાર્થ સ્વરૂપની પ્રતીતિ થાય છે. માટે શ્રી શંકરાચાર્ય દ્વારા આરોપિત વિરોધ કે સંશય દોષનો વાસ્તવિક અનેકાંતમાં કોઈ અવકાશ નથી. તેથી સ્યાદ્વાદ સંશયવાદ કે વિરોધીવાદ નથી, પણ એક યુક્તિસંગત, તર્કસંગત તથા સત્ય સિદ્ધાંત છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઇન્ડિયન ફિલૉસૉફી(જિલ્દ ૧, પૃ-૩૦૫-૬)માં સ્યાદ્વાદના વિષયમાં લખ્યું છે કે - “એનાથી આપણને માત્ર આપેક્ષિક અથવા અર્થસત્યનું જ જ્ઞાન થઈ શકે છે. સ્યાદ્વાદથી આપણે પૂર્ણ સત્યને નથી જાણી શકતા. બીજા શબ્દોમાં સ્યાદ્વાદ આપણને અર્ધસત્યોની પાસે લાવીને પટકી દે છે અને એ જ અર્ધસત્યોને પૂર્ણ સત્ય માની લેવાની પ્રેરણા કરે છે, પરંતુ માત્ર નિશ્ચિત-અનિશ્ચિત અર્ધસત્યોને મિલાવીને એક સાથે રાખી દેવાથી તે પૂર્ણ સત્ય નથી કહેવાતું” વગેરે.
ડૉ. રાધાકૃષ્ણનનું ઉક્ત કથન અને નિષ્કર્ષ સાચું નથી. એમનો આ આરોપ સાચો નથી કે સ્યાદ્વાદથી અર્ધસત્યનું જ જ્ઞાન થાય છે. એનાથી આગળ વધીને એ કહેવું ઉચિત હશે કે સ્યાદ્વાદ દ્વારા જ વસ્તુનું પૂર્ણ જ્ઞાન થઈ શકે છે. સ્યાદ્વાદનો આધાર લીધા વિના જે વસ્તુનું જ્ઞાન થાય છે તે આંશિક, અપૂર્ણ અને અર્ધસત્ય હોય છે. વસ્તુમાં અનંત ધર્મ જ્યારે પ્રમાણ દ્વારા સિદ્ધ થાય છે, તો એને કેવી રીતે નકારી શકાય છે. ડૉ. સર્વપલ્લી સાહેબ વેદાંતના સંપૂર્ણ અભેદ પક્ષના સમર્થક છે. એમની દૃષ્ટિમાં વિશ્વના ચેતન-અચેતન પદાર્થ એક જ સત્ની - પરબ્રહ્મની પર્યાય છે. આ કેવી રીતે સંભવ છે કે ચેતન અને અચેતન બંને જ એક સત્ના પર્યાય છે. આ અભેદ કલ્પના કાલ્પનિક જ છે. વસ્તુ સ્થિતિથી તો
સપ્તભંગી
૨૦૯