________________
છે, એમ જ ‘મારું શરીર' કહેવાથી શરીર અને એનો સ્વામી અલગ-અલગ પ્રતીત થાય છે. જે શરીરનો સ્વામી છે, એ જ સ્વામી છે અને એ જ ‘અહં’ પ્રત્યયથી નિર્દિષ્ટ છે. પ્રાણીમાત્રને થનારો આ ‘અહં' પ્રત્યય આત્માની પ્રત્યક્ષતા સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ છે.
છતાં ચાર્વાકદર્શન અનુમાનને પ્રમાણ નથી માનતો. તે માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે, પરંતુ અનુમાનની પ્રમાણતાને પહેલાં જ્ઞાન પ્રકરણમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. અનુમાનને પ્રમાણ માન્યા વગર બીજાના અભિપ્રાયોનું જ્ઞાન સંભવ જ નથી. જ્યારે વ્યક્તિ બીજાના અભિપ્રાયને સમજી શકે છે, તો જ એની સામે કોઈ વાતનું પ્રતિપાદન કરવું ઉચિત થઈ શકે છે. જો શ્રોતા વક્તાના અભિપ્રાયને ન સમજે તો એના સામે બોલવાનો કોઈ અર્થ નથી રહેતો. ચાર્વાકને પોતાની વાત સમજાવવા માટે શબ્દનો આશ્રય લેવો પડે છે. અનુમાનને પ્રમાણ માન્યા વગર શબ્દોનો કોઈ ઉપયોગ કે લાભ નથી રહેતો. પ્રત્યક્ષ જ્ઞાન તો સ્વાનુભૂતિ સુધી જ સીમિત છે. તે મૂક હોય છે. માટે પોતાની વાત સમજાવવા માટે પ્રત્યેક વ્યક્તિએ અનુમાનનો સહારો લેવો જ પડે છે. એવી સ્થિતિમાં અનુમાનને પ્રમાણ માનવું જ પડે છે. અનુમાન-પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે અનુમાન આ પ્રકારે છે.
અનુમાનથી આત્મસિદ્ધિ
(૧) આત્માનું અસ્તિત્વ છે, કારણ કે એનો અસાધારણ ગુણ ચૈતન્ય જોવા મળે છે. જેનો અસાધારણ ગુણ જોવા મળે છે, એનું અસ્તિત્વ અવશ્ય હોય છે, જેમ કે ચક્ષુરિન્દ્રિય. ચક્ષુ સૂક્ષ્મ હોવાથી સાક્ષાત્ (પ્રત્યક્ષ) દેખાતું નથી, પરંતુ અન્ય ઇન્દ્રિયોથી ન થનાર રૂપ વિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિથી એનું અનુમાન થાય છે. એમાં જ આત્માનાં ભૂતોમાં ન જોવા મળતા ચૈતન્ય ગુણને જોઈને અનુમાન કરવામાં આવે છે.
(૨) આત્મા છે, કારણ કે સમસ્ત ઇન્દ્રિયો દ્વારા જાણેલા અર્થોનું સંકલનાત્મક જ્ઞાન જોવા મળે છે. જેમ કે પાંચ બારીઓ દ્વારા જાણેલા અર્થોને મિલાવનાર કોઈ જિનદત્ત. મેં શબ્દ, ગંધ, રસ અને સ્પર્શને જાણ્યા.' આ સંકલનાત્મક જ્ઞાન બધા વિષયોને જાણનાર એક આત્માને જાણ્યા વિના નથી થઈ શકતું. ઇન્દ્રિયોના દ્વારા એવું જ્ઞાન નથી થઈ શકતું, કારણ કે ઇન્દ્રિય એક-એક વિષયને જ જાણે છે. આંખ રૂપને ગ્રહણ કરી શકે છે, શબ્દ-રસ વગેરેને નહિ. સ્પર્શનેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરી શકે છે, રૂપ વગેરેને નહિ. માટે ઇન્દ્રિયો દ્વારા બધા અર્થોને ગ્રહણ કરનાર એક આત્મા અવશ્ય માનવો જોઈએ. જેમ કે પાંચ બારીઓવાળા મકાનમાં બેસીને પાંચેય બારીઓ દ્વારા દેખાતા પદાર્થોના જ્ઞાતા સુધી જિનદત્ત છે, એ જ રીતે પાંચ ઇન્દ્રિયરૂપી બારીઓવાળા શરીરરૂપી મકાનમાં બેસીને આત્મા ભિન્ન-ભિન્ન વિષયોને જાણે છે.
ઇન્દ્રિયો સ્વયં પદાર્થને જાણનારી નથી. તે તો સાધન માત્ર છે. જેમ કે બારીઓ સ્વયં પદાર્થોને જોનારી નથી. તે તો માત્ર માધ્યમ છે. ઇન્દ્રિયના જતા રહેવાથી પણ પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ થાય છે. આ સ્મરણ આત્માને જાણ્યા વિના કેવી રીતે થઈ શકે છે ? જેણે જીવ તત્ત્વ : એક વિવેચન
૨૦૫