________________
પદાર્થનો પહેલો અનુભવ કર્યો છે, તેને જ કાલાંતરમાં એનું સ્મરણ થઈ જાય છે. દેવદત્તના જોયેલા પદાર્થનું યજ્ઞદત્ત સ્મરણ નથી કરી શકતો. નેત્ર દ્વારા પહેલાં દેખેલા પદાર્થને નેત્ર ચાલ્યા ગયા પછી સ્મરણ કરનાર કોઈ એક જ આત્મા હોવો જોઈએ. એનાથી સ્પષ્ટ થાય છે કે નેત્ર વગે૨ે ઇન્દ્રિયો દ્વારા વસ્તુનો સાક્ષાત્કાર કરનાર આત્મા અવશ્ય વિદ્યમાન છે. આગમ પ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે. ‘આગમ’માં કહ્યું છે -
“एवमेगेसिं जं णायं भवइअत्थि मे आया उववाइए, जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा अणुसंचरति, सव्वाओ दिसामो सव्वाओ अणुदिसाओ जो आगओ अणुसंचरइ सोहं ।”
કેટલાંક પ્રાણીઓને એ પણ જ્ઞાત થાય છે કે મારો આત્મા ભવાંતરમાં અનુસંચરણ કરનાર છે, જે આ દિશાઓ-અનુદિશાઓમાં કર્માનુસાર સંચરણ કરે છે. જે બધી દિશાઓ અને વિદિશાઓમાં ગમનાગમન કરે છે,' એ જ આત્મા છે. એ જ હું છું.
'जे आया से विण्णाया, जे विण्णाया से आया । जेण विजाणइ से आया । આચારાંગ, અ-૫, ઉર્દૂ-પ
જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે. કારણ કે તે જાણે છે, માટે આત્મા છે. ઉપમાન-પ્રમાણનું અન્તર્ભાવ અનુમાન-પ્રમાણમાં થઈ જાય છે. અનુમાનથી આત્માની સિદ્ધિ ઉપર કરવામાં આવી ગઈ છે.
અર્થાપત્તિ-પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જેના વિના જે પદાર્થ અનુપપન્ન છે, એને જોઈને એ પદાર્થની કલ્પના કરવી અર્થાપત્તિ-પ્રમાણ છે. જેમ ઉપર પહાડ પર થયેલા વરસાદ વગર ગિરિ-નદીમાં પૂર સંભવ નથી, તો ગિરિ-નદીમાં આવેલાં પૂરને જોઈને પહાડ પર થયેલા વરસાદનો બોધ થવો અર્થાપત્તિ-પ્રમાણ છે. આત્મા વગર હર્ષ, શોક, ઇચ્છા, પ્રયત્ન, સુખ, દુ:ખ વગેરે ભાવોની અનુપપત્તિ છે. એ ભાવ સ્પષ્ટતઃ પ્રતિભાસિત થાય છે, તેથી તે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
ચાર્વાકે પોતાના પક્ષને સિદ્ધ કરવા માટે જે દીવાલ પર અંકિત ચિત્રનું ઉદાહરણ આપ્યું છે, તે આત્મા પર લાગુ પડતું નથી. કારણ કે ચિત્ર તો જડ છે, તે એક દીવાલથી બીજી દીવાલ પર નથી જઈ શકતું, પણ આત્મા તો સચેતન છે, તે ભવાંતરમાં ગમન કરી શકે છે. જેમ કે એક વ્યક્તિ થોડા દિવસોમાં કોઈ એક ગામમાં રહીને બીજા ગામમાં જઈ શકે છે, એમ જ અચેતન કર્મબદ્ધ આત્મા એક ભવથી બીજા ભવમાં આવી - જઈ શકે છે.
આ રીતે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થાપત્તિ રૂપ પ્રમાણ-પંચકથી આત્માની નિષ્કટક સિદ્ધિ થઈ જાય છે. તેથી આત્મા અભાવ પ્રમાણનો વિષય નથી. જે પ્રમાણ-પંચકનો વિષય નથી થતો, એ જ અભાવનો વિષય બને છે. આત્મા સર્વ પ્રમાણ પ્રસિદ્ધ પ્રમાતા છે.
૨૦૬
જિણધમ્મો