________________
જીવનનું લક્ષણ ઉપયોગ છે. જીવની ચેતન-પરિણતિને ઉપયોગ કહે છે. જે તત્ત્વમાં ચેતના જોવા મળે છે તે જીવ દ્રવ્ય છે. વ્યાકરણ અનુસાર ‘નીતિ દ્રવ્ય-ભાવ પ્રાગૈરિતિ નીવ:' જે દ્રવ્ય અને ભાવ પ્રાણોથી જીતાય છે તે જીવ છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય-પ્રાણ છે અને જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય એ ચાર ભાવ-પ્રાણ છે. આ બંને પ્રકારના પ્રાણોથી જે જીવતો રહે છે, તે જીવ છે. જે જીવતો હતો, જે જીવે છે, જે જીવશે, તે જીવ છે. જીવ હંમેશાં જીવિત રહેનારો છે.
જીવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે -
जीवो उवओगमओ अमुक्तिकत्ता सदेह परिमाणो । भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई ॥
દ્રવ્ય સંગ્રહ, ગાથા-૨ અર્થાત્ - જીવ ઉપયોગરૂપ છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહ પરિમાણ છે, ભોક્તા છે, સંસારી છે, સિદ્ધ છે તથા સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે.
જીવની સિદ્ધિ
‘ન્યાય-શાસ્ત્ર'નો સિદ્ધાંત છે કે પતિ મિનિ ધર્માં વિજ્યન્તે ।' ધર્મીના હોવાથી જ એના ધર્મોનો વિચાર કરવામાં આવે છે. મૂળના હોવાથી જ શાખાઓનું અસ્તિત્વ સંભવ છે. તેથી પહેલાં જીવ(આત્મા)ની વિવિધ પ્રમાણોથી સિદ્ધિ કરવી અપેક્ષિત છે.
આત્માની સિદ્ધિમાં સ્વાનુભૂતિ સૌથી મોટું પ્રમાણ છે. સ્વાનુભૂતિથી આત્મ-તત્ત્વની સિદ્ધિ સહજતાથી થાય છે. પ્રત્યેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની અનુભૂતિ થાય છે. દરેક આ અનુભવ કરે છે કે ‘હું છું.’ કોઈ પ્રાણીને આ અનુભવ કદી હોતો નથી કે ‘હું નથી.’ સ્વના અસ્તિત્વની આ અનુભૂતિ જીવના અસ્તિત્વને પ્રમાણિત કરે છે. ‘હું સુખી છું’ અથવા ‘હું દુ:ખી છું’ એવું સ્વસંવેદન પ્રત્યેક પ્રાણીને થાય છે. કોઈપણ જડ પદાર્થ એવી અનુભૂતિ નથી કરી શકતો. ઘટ-પટ વગેરે જડ પદાર્થોને ક્યારેય આ અનુભવ નથી થતો કે ‘તે છે કે તે સુખી-દુઃખી છે.' આ સ્વસંવેદન ચેતન તત્ત્વમાં જ જોવા મળે છે. ચેતના જીવનો ધર્મ છે. તેથી જીવના ચેતના ગુણનો અનુભવ પ્રત્યક્ષ હોવાના કારણે અસ્તિત્વની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી થઈ જાય છે. ઘટ વગેરેના પ્રત્યક્ષ પણ એના રૂપ વગેરે ગુણના પ્રત્યક્ષના કારણે માનવામાં આવે છે. આ રીતે આત્માના ચૈતન્ય ગુણના પ્રત્યક્ષ હોવાથી આત્માનો પણ પ્રત્યક્ષ સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે.
સંસારમાં પ્રતિપક્ષી બે તત્ત્વોમાં જોવા મળવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે. જેમ સુખ-દુઃખ, બંધ-મોક્ષ ધનવાન-નિર્ધન, જ્ઞાની-અજ્ઞાની, ચર-અચર, ક્ષર-અક્ષર વગેરે. જડ પુદ્ગલોનું અસ્તિત્વ સર્વમાન્ય છે. એમનું પ્રતિપક્ષી તત્ત્વ પણ હોવું જોઈએ. જે જડ અચેતન પુદ્ગલોનું પ્રતિપક્ષી તત્ત્વ છે, એ જ ચેતનાશીલ જીવ કે આત્મા છે.
૨૮૨
જિણધમ્મો