________________
પ્રમુખ બની જાય છે અને વિશેષ ધર્મ ગૌણ. ઉક્ત બંને ધર્મોની મુખ્ય ગૌણ રૂપથી વિવક્ષા તો થઈ શકે છે, પરંતુ બંનેમાંથી કોઈનો પણ અપલાપ નથી થઈ શકતો. તેથી જૈનદૃષ્ટિથી પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે.
એકત્વ-અનેકત્વ
જૈનદૃષ્ટિએ પ્રત્યેક પદાર્થ એક રૂપ પણ છે અને અનેક રૂપ પણ. આગમમાં કહ્યું છે - ‘ì આયા' । ‘અખેને આયા' - સ્થાનાંગ સૂત્ર - ૧ સ્થાન
આત્મા એક પણ અને અનેક પણ છે. જ્યારે આપણે સંગ્રહનયની દૃષ્ટિને સામે રાખીએ છીએ ત્યારે વિશ્વના અનંત આત્માઓમાં ‘આત્મત્વ’ની એકતા પરિલક્ષિત થાય છે. આ જ એકતામાં દૃષ્ટિબિંદુને લઈને આગમમાં શ્ને આયા' કહેવાયું છે. જ્યારે આપણે વ્યક્તિવ્યક્તિમાં ભેદદૃષ્ટિને લઈને ચાલીએ છીએ ત્યારે પ્રત્યેક આત્મા અલગ અલગ રૂપમાં આપણી સામે આવે છે. આ દૃષ્ટિકોણથી ‘અનેને આયા' (આત્મા અનેક છે) કહ્યું છે.
દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાને લઈને પદાર્થમાં એકત્વ પ્રતીતિ થાય છે, અને પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી પદાર્થમાં અનેકત્વની પ્રતીતિ થાય છે. વસ્તુ દ્રવ્યાપેક્ષયા એક છે અને પર્યાયાપેક્ષયા અનેક છે. એક જ દ્રવ્યની અનેક પર્યાયો હોય છે. એક જ વ્યક્તિની બાળપણયુવાવસ્થા-પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થા વગેરે અનેક પર્યાયો (અવસ્થાઓ) દૃષ્ટિગોચર થાય છે. એક જ સર્પ કુંડલાકૃતિ, સરલાકૃતિ ફણાવસ્થા તથા વિફણાવસ્થામાં જોવા મળે છે. એક જ સુવર્ણ દ્રવ્યની કટકી, બંગડી-કુંડલ વગેરે પર્યાય થાય છે. પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય છે, તેથી પર્યાયોની દૃષ્ટિથી વસ્તુને અનેક અને દ્રવ્યની દૃષ્ટિએ પદાર્થને એક કહ્યો છે. આ રીતે પદાર્થમાં એકત્વ પણ છે અને અનેકત્વ પણ છે.
ભેદાભેદત્વ
દ્રવ્ય અને પર્યાય, ગુણ અને ગુણી, અવયવ અને અવયવી, કાર્ય અને કારણ, કર્તા અને ક્રિયા, વાચ્ય અને વાચક વગેરેમાં જૈનદર્શન ન તો સર્વથા ભેદ માને છે અને ન સર્વથા અભેદ જ. એ પરસ્પર કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિશ. જો આ બધામાં સર્વથા અભેદ માનવામાં આવે છે તો દ્રવ્ય-પર્યાય ગુણી-ગુણ વગેરે રૂપમાં એમનો વ્યવહાર નથી થઈ શકતો. જેમાં સર્વથા અભેદ થાય છે, એમનો પૃથક્ (અલગ) વ્યવહાર કેવી રીતે થશે ? તે તો પૂર્ણતઃ એક હશે. અથવા તો દ્રવ્ય વગે૨ે હશે કે પર્યાય વગેરે. દ્રવ્ય-પર્યાય, ગુણ-ગુણી વગેરે રૂપથી આનો પૃથક્ વ્યવહાર જોવા મળે છે, તેથી તે સર્વથા અભિન્ન નથી કહેવાતા.
જો આમને સર્વથા ભિન્ન માનવામાં આવે તો અમુક ગુણનો અમુક ગુણી સાથે નિયત સંબંધ કેવી રીતે કરી શકાય ? જો ગુણથી ગુણી એમ જ ભિન્ન છે, જેમ ઘટથી પટ તો એમાં ગુણ-ગુણી સંબંધ કેવી રીતે હશે ? જેમ કે ઘટ અને પટ ભિન્ન છે, તો એમાં ગુણ-ગુણી ભાવ નથી એમ જ જો ગુણ-ગુણી સર્વથા ભિન્ન (અલગ) છે, તો એમના ગુણ-ગુણી ભાવ
નથી થઈ શકતો.
અનેકાંત વાદ
૨૬૯