________________
કાળી-પીળી વગેરે વિશેષ ધર્મયુક્ત ગાયોનો પણ બોધ થાય છે. સામાન્ય અને વિશેષ પદાર્થમાં તાદાત્મ્યરૂપથી રહેલા છે. એ પદાર્થના ગુણ છે, એ બંને પરસ્પર સાપેક્ષ છે અર્થાત્ સામાન્યને છોડીને વિશેષ તથા વિશેષને છોડીને સામાન્ય ક્યાંય જોવા મળતું નથી. સામાન્ય રહિત વિશેષ અને વિશેષ રહિત સામાન્ય ખરવિષાણ કે આકાશ કુસુમની જેમ અસત્ છે. જેમ કે કહેવામાં આવ્યું છે
निर्विशेषं हि सामान्यं भवेत्खर विषाणवत् । सामान्य रहितोऽपि विशेषस्तद्वदेव हि ॥
સામાન્ય અને વિશેષ પદાર્થનો ધર્મ છે. ધર્મ ધર્મીને છોડીને નથી રહેતા અને ધર્મી ધર્મો વગર નથી રહેતો. તેથી જૈનદર્શન પદાર્થને સામાન્ય વિશેષાત્મક માને છે.
બૌદ્ધદર્શન વિશેષનો જ સ્વીકાર કરે છે, તે સામાન્ય તત્ત્વનો સર્વથા અપલાપ કરે છે. તે કહે છે કે વિશેષ જ કાર્યકારી હોય છે. વિશેષ જ પદાર્થનું સ્વરૂપ છે. ગાયની અલગ-અલગ પર્યાયો સિવાય ગોત્વ સામાન્ય અલગ કોઈ વસ્તુ નથી. ગૌત્વ દૂધ નથી દેતો કે ભાર વહન નથી કરતો. અર્થ ક્રિયાકારિત્વ વિશેષ ધર્મમાં જ જોવા મળે છે, તેથી ત્યાં વાસ્તવિક છે ?
સામાન્ય વાદી વેદાંત અને સાંખ્ય, વિશેષનો તિરસ્કાર કરતાં સામાન્યને જ તાત્વિક માને છે. એમનું મંતવ્ય છે કે જગતમાં દૃષ્ટિગોચર થતા વિવિધ પદાર્થોમાં એક જ તત્ત્વ રહેલું છે. જેમ વાસણોની વિવિધ આકૃતિઓમાં માટી તત્ત્વ એક જ છે. જેમ બુદ્ધુદ તરંગ, હિમકણ, ઝાકળ વગેરે જળની અલગ-અલગ પર્યાય હોવા છતાંય એમાં જળતત્ત્વ એક જ છે. જગતમાં પ્રતીત થતા ઘટ-પટાદિ પદાર્થ બધા એક જ પરબ્રહ્મના પર્યાય છે - બ્રહ્મ જ પરમ તત્ત્વ છે, અન્ય કંઈપણ નહિ.
સર્વ સ્વલ્વિયં બ્રહ્મ, નેહ નાનાસ્તિ જિવન '
આખું વિશ્વ બ્રહ્મરૂપ છે, એમાં નાનાત્વ કંઈ નથી.
સાંખ્યદર્શન વિશ્વને પ્રકૃતિરૂપ માનીને સામાન્ય તત્ત્વનો જ સ્વીકાર કરે છે. નૈયાયિકવૈશેષિક સામાન્ય-વિશેષ બંને તત્ત્વો(ગુણો)ને સ્વીકારે છે. પરંતુ તે પદાર્થથી એને સર્વથા ભિન્ન માને છે અને સમવાય સંબંધથી પદાર્થમાં સંબધિત હોવું માને છે.
ઉક્ત ત્રણેય દૃષ્ટિકોણ યથાર્થતાથી દૂર છે. વસ્તુ તત્ત્વ એ છે કે પદાર્થ સ્વભાવતઃ સામાન્ય વિશેષાત્મક છે. જ્યારે આપણે વિવિધ પદાર્થોમાં અભેદ દૃષ્ટિને લઈને ચિંતન કરીએ છીએ તો આપણને મુખ્યત્વે સામાન્ય ધર્મની પ્રતીતિ થાય છે અને જ્યારે આપણે ભેદ દૃષ્ટિથી ચિંતન કરીએ છીએ ત્યારે મુખ્ય રૂપથી વિશેષ ધર્મની પ્રતીતિ થાય છે. વસ્તુમાં બંને ધર્મ સમન્વિત રૂપથી રહેલા છે અને વિવક્ષા અપેક્ષા દૃષ્ટિના ભેદથી ક્યારેક કોઈની પ્રધાનતા થઈ જાય છે અને કોઈ ગૌણ થઈ જાય છે જ્યારે ભેદ દૃષ્ટિ હોય છે તો વિશેષ ધર્મ મુખ્ય બની જાય છે અને સામાન્ય ધર્મ ગૌણ તથા જ્યારે અભેદ દૃષ્ટિ હોય છે ત્યારે સામાન્ય ધર્મ
૨૦૮
જિણધમ્મો