________________
પદાર્થને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસતુ માનવો જોઈએ. સંસારના કોઈપણ પદાર્થ આ સવાસવ નિયમનો અપવાદ નથી થઈ શકતો.
નિત્યાનિત્ય પદાર્થ ન તો સર્વથા નિત્ય છે અને ન સર્વથા અનિત્ય જ, છતાં તે દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય. આ જ વસ્તુ સ્થિતિ છે. પરંતુ સાંખ્ય વગેરે દર્શનકાર પદાર્થને કૂટસ્થ નિત્ય માને છે. એમનો તર્ક છે કે --
'नासतो जायते भावो नाभावो जायते सतः' અસત્ પદાર્થ ક્યારેય ઉત્પન્ન થતો નથી અને સત્નો ક્યારેય વિનાશ થતો નથી. આ દૃષ્ટિકોણને લઈને તે પદાર્થને સર્વથા નિત્ય કહે છે. તે પદાર્થમાં પરિણમન (પરિવર્તન) માનવા છતાંય પદાર્થને કૂટસ્થ નિત્ય કહે છે. આ દષ્ટિર્કોણ સમીચીન નથી કહેવામાં આવતો. વસ્તુ જો ફૂટસ્થ નિત્ય છે તો એમાં પરિણમન સંભવ જ નથી. જો પરિણમન હોય છે તો તે કૂટસ્થ નિત્ય નથી કહેવાતું.
પદાર્થને જો એકાંત નિત્ય માનવામાં આવે છે તો એમાં પરિણમન ન થઈ શકવાના કારણે કોઈ અર્થક્રિયા નથી રહી શકતી. પદાર્થનું લક્ષણ અર્થક્રિયા કારિત્વ છે. જો એમાં અર્થક્રિયા ઘટિત નથી થતી તો તે પદાર્થ જ નથી રહેતો. અક્રિયા શૂન્ય હોવાથી પુણ્યપાપ, બંધ-મોક્ષ, લેણ-દેણ વગેરેની સમસ્ત વ્યવસ્થાઓ લુપ્ત થઈ જશે. એકાંત નિત્ય પદાર્થ સદા-સર્વદા અને સર્વથા એકરૂપ રહે છે, તો એમાં અર્થક્રિયા ના ક્રમથી બને છે અને ના એક સાથે. નિત્ય વસ્તુમાં ક્રમ સંભવ જ નથી અને એક સાથે બધી ક્રિયાઓને કરી લેવી પણ અસંભવ છે. કદાચ માની લેવામાં આવે કે તે બધી ક્રિયાઓ એક જ સાથે એક સમયમાં કરી લે છે, તો દ્વિતીય વગેરે ક્ષણોમાં શું કરશે ? કંઈ ન કરવાની સ્થિતિમાં તે પદાર્થ જ નથી રહેતો. તેથી પદાર્થને સર્વથા નિત્ય નથી માનવામાં આવતો.
બૌદ્ધ પદાર્થને સર્વથા ક્ષણિક માને છે. ક્ષણિક પક્ષમાં પણ અર્થક્રિયા ઘટિત નથી થઈ શકતી. પદાર્થ જો એક ક્ષણ ભર જ રોકાય છે અને બીજા ક્ષણે સર્વથા વિનષ્ટ થઈ જાય છે તો એમાં ક્રમ બની જ શકતો નથી. પૂર્વોત્તર સ્થિતિમાં જ ક્રમ સંભવ છે. ક્ષણિક પદાર્થ પ્રથમ સમયમાં સ્વયંની ઉત્પત્તિમાં જ મગ્ન રહે છે. તે એ સમયે અર્થક્રિયા કરી જ નથી શકતો. બીજા ક્ષણમાં તે નિરન્વય નષ્ટ થઈ જાય છે, એવી સ્થિતિમાં અર્થક્રિયા કેવી રીતે થઈ શકે છે ?
પદાર્થને જો સર્વથા ક્ષણિક, વિનાશી અને અનિત્ય માનવામાં આવે છે તો પૂર્વ પર્યાયનો ઉત્તર પર્યાયની સાથે કોઈ વાસ્તવિક સંબંધ ન રહેવાના કારણે લેણ-દેણ, બંધ-મોક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન વગેરે વ્યવહાર ઉચ્છિન્ન થઈ જશે, જે કર્મનો કર્યા છે તે એનો ભોક્તા નથી થઈ શકવાનો. (ક
જિણધમો)