________________
૩૪
(પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા)
જૈનદર્શન અનુસાર પદાર્થના પરિબોધ કે અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે, જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે -
“પ્રમUT વૈરથમ:' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૯ પ્રમાણ અને નય દ્વારા તત્ત્વોનો અધિગમ (જ્ઞાન) થાય છે, અર્થાત્ તત્ત્વોના અધિગમ કરવા માટે પ્રમાણ અને નય ઉપાય ભૂત છે. તેથી સમસ્ત ભારતીય દર્શનકારોએ પ્રમાણને સર્વાધિક મહત્ત્વ આપ્યું છે. પ્રમાણથી જ પ્રમેયનો પ્રામાણિક પરિબોધ થાય છે. પ્રમાણ વગર પ્રમેયની સિદ્ધિ નથી થઈ શકતી.
અધ્યાત્મ અને દર્શનના ચિંતકોએ સમસ્ત વિશ્વના આકલન અને સંકલનની દૃષ્ટિથી પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય રૂપ ત્રિપુટીનો સ્વીકાર કર્યો છે. આનું જ બીજું રૂપ જ્ઞાતા-જ્ઞાન અને શેયની ત્રિપુટી છે. આ ત્રિપુટીમાં વિશ્વનાં સમસ્ત તત્ત્વો અને દર્શનોનો સમાવેશ થઈ જાય છે. આ ત્રિપુટીને કેન્દ્રબિંદુ માનીને જ ભારતીય દર્શનશાસ્ત્રોની રચના થઈ અને એનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. વિશ્વના જે ઘટક પ્રમાતા છે - જ્ઞાતા છે, તે એક માત્ર ચેતન તત્ત્વ છે, જે જીવ કહેવાય છે. જે ઘટક અચેતનરૂપ છે, તે જ્ઞાતા નથી થઈ શકતા, તે શેય છે - પ્રમેય છે. પ્રમાતા જે સાધનથી પ્રમેયને જાણે છે, તે પ્રમાણ છે. પ્રમાતા જ્ઞાનરૂપ પ્રમાણ દ્વારા પ્રમેયનો પરિબોધ કરે છે. પ્રમેયને સાચા રૂપમાં જાણવા માટે પ્રમાણની આવશ્યકતા હોય છે. માટે દર્શનશાસ્ત્રમાં પ્રમાણ પર બહુ જ વિસ્તૃત અને વ્યાપક વિચાર કરવામાં આવ્યો છે. નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસા વેદાંત, બૌદ્ધ, ચાર્વાક અને જૈન વગેરે બધાં દર્શનોએ પોત-પોતાની રીતે પ્રમાણ પર અલગ-અલગ ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રમાણના વિષયમાં વિપુલ સાહિત્યની રચના થઈ છે. પ્રમાણની મીમાંસા અને વિચારણામાં જૈનાચાર્યોનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આગમિક કાળ(વિક્રમની છઠ્ઠી સદી સુધી)ને છોડીને બાકીના સમયમાં જૈનાચાર્યોએ દાર્શનિક શૈલીમાં વિશાળ જૈન પ્રમાણ સાહિત્યની રચના કરી છે.
પ્રમાણની પરિભાષા જેનાગોમાં વર્ણિત તથા પ્રતિપાદિત મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય તથા કેવળ રૂપ પાંચ જ્ઞાનોને “જૈનદર્શનમાં પ્રમાણ રૂપમાં સ્વીકારવામાં આવ્યાં છે. જૈન દૃષ્ટિથી જ્ઞાન જ પ્રમાણ છે. જે જ્ઞાનરૂપ નથી, તે પ્રમાણ નથી. જૈનાચાર્યોએ પ્રમાણની પરિભાષા કરતા એના સ્વરૂપને ખૂબ જ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કર્યું છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરે પોતાના
ન્યાયાવતાર' ગ્રંથમાં સ્વ-પરના નિશ્ચય કરનાર બોધ વિવજિત જ્ઞાનને પ્રમાણ કહ્યું છે. (૩૬)
0 0 0 0 0 0 0 ( જિણધમો)