________________
ભવિષ્યના વર્તમાનમાં સંકલ્પ કરવો ભાવિ નૈગમનાય છે. જેમ અરિહંતને સિદ્ધ કહેવું. અહીં ભવિષ્યમાં થનારી સિદ્ધ-પર્યાયને વર્તમાનમાં કહેવામાં આવ્યો છે.
જે કાર્યનો પ્રારંભ કરી દીધો હોય પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. છતાં એને પૂર્ણ કહી દેવું, વર્તમાન-નૈગમનાય છે. જેમ મુંબઈ જવા માટે ઘેરથી નીકળેલી વ્યક્તિના વિષયમાં પૂછવાથી તે કહેવું કે - “તે મુંબઈ ગયો છે. જો કે હજુ આ વ્યક્તિ સ્થાનીય સ્ટેશન પર જ છે કે રસ્તામાં જ છે.
આ રીતે નૈગમનયનાં વિવિધ રૂપોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ છે.
નૈગમાભાસ : અવયવ-અવયવી, ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાન વગેરેને બિલકુલ અલગ માનવું નૈગમાભાસ છે. કારણ કે ગુણ, ગુણીથી પૃથક પોતાની સત્તા નથી રાખતા અને ન ગુણોની ઉપેક્ષા કરીને ગુણી જ પોતાનું અસ્તિત્વ રાખી શકે છે. માટે એમાં કથંચિત્ તાદામ્ય સંબંધ માનવું જ ઉચિત છે. આ જ રીતે અવયવ-અવયવી, સામાન્ય-વિશેષ વગેરેમાં પણ કથંચિત્ તાદામ્ય સંબંધ જ ઘટિત થઈ શકે છે. જો ગુણ વગેરે ગુણોથી સર્વથા ભિન્ન સ્વતંત્ર પદાર્થ હોય, તો એમાં ગુણ-ગુણી સંબંધ નથી બની શકતો. માટે વૈશેષિક દર્શનનો ગુણ વગેરેને ગુણી વગેરેથી સર્વથા ભેદ માનવું નૈગમાભાસનું ઉદાહરણ છે. આ જ રીતે સાંખ્યનું જ્ઞાન અને સુખ વગેરેને આત્માથી સર્વથા ભિન્ન માનવું નૈગમાભાસ છે. ૨. સંગ્રહનચઃ
વસ્તુના દ્રવ્યત્વ વગેરે સામાન્ય ધર્મોને ગ્રહણ કરનાર વિચાર સંગ્રહનય છે. જેમ જીવના કથનથી નરક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ બધાનું ગ્રહણ થઈ જાય છે. સંગ્રહનય એક શબ્દના દ્વારા અનેક પદાર્થોને પણ ગ્રહણ કરે છે. જેમ કોઈ વ્યક્તિએ પોતાના નોકરને કહ્યું : “દાતણ લાવો.' દાતણ શબ્દને સાંભળીને તે નોકર માત્ર દાતણ જ નથી લાવતો, પણ સાથે ઉલિયું, પાણીનો લોટો, હાથ-મોં લૂછવા માટે રૂમાલ (ટુવાલ) વગેરે સામગ્રી પણ લાવે છે. અહીં ‘દાતણ” કહેવામાત્રથી તત્સંબંધી બધી સામગ્રીનો સંગ્રહ થઈ ગયો છે.
સંગ્રહનયના બે ભેદ છે - (૧) પર-સંગ્રહ અને (૨) અપર-સંગ્રહ. સત્તામાત્રને ગ્રહણ કરનારા નય પર-સંગ્રહ કહેવાય છે. જેમ આખું વિશ્વ એક છે, કારણ કે બધામાં સત્ જોવા મળે છે. આને મહા સામાન્ય પણ કહે છે.
જીવ-અજીવ વગેરે અવાંતર સામાન્યને ગ્રહણ કરનાર અને એમના ભેદોની ઉપેક્ષા કરનાર અપર-સંગ્રહનય છે. જેમ જીવ કહેવાથી બધા જીવોનું ગ્રહણ તો થયું પરંતુ અજીવ વગેરેનું ગ્રહણ ન થઈ શક્યું. સંગ્રહનયમાં અભેદની પ્રધાનતા રહે છે. પર-સંગ્રહમાં સતત્ રૂપથી સમસ્ત પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે, તથા અપર-સંગ્રહમાં એક પર્યાયરૂપથી સમસ્ત પર્યાયોના, દ્રવ્ય રૂપથી સમસ્ત દ્રવ્યોનો, ગુણ રૂપથી સમસ્ત ગુણોનો, ગોત્વરૂપથી સમસ્ત ગાયોનો, મનુષ્યત્વ રૂપથી સમસ્ત મનુષ્યો વગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. K નયવાદ છે
એ ૨૫૫)