________________
ઉક્ત ચાર નિક્ષેપોમાંથી આદિના ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિક નયના વિષય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયનો વિષય છે. ઉપર્યુક્ત ચારેય નિક્ષેપોની પોત-પોતાના સ્થાન ઉપર પોત-પોતાની ઉપયોગિતા છે. ક્યાંક નામ-નિક્ષેપની પ્રધાનતા હોય છે. જેમ કે ‘ગજરાજને બોલાવો.' આમાં સ્થાપના-દ્રવ્ય ભાવ ગજરાજની વિવક્ષા નથી. માત્ર ગજરાજ નામની વ્યક્તિની વિવક્ષા છે.
કોઈ રમકડાં માટે ધમપછાડા કરતા બાળકને ‘ગજરાજ'ની સ્થાપના-નિક્ષેપ - હાથીના રમકડાથી જ સમાધાન થશે; નામ ગજરાજ દ્રવ્ય-ગજરાજ કે ભાવ-ગજરાજથી નથી.
ગજરાજને સન્નદ્ધ કરો' આ વાક્યમાં નામ - સ્થાપના કે દ્રવ્ય ગજરાજની વિવક્ષા નથી પણ વાસ્તવિક ગજરાજનો અભિપ્રાય છે.
નિક્ષેપનો સિદ્ધાંત એ જ બતાવે છે કે આ સંદર્ભમાં શું પ્રસ્તુત છે અને શું અપ્રસ્તુત ? પદાર્થના સ્વરૂપને યોગ્ય રૂપમાં સમજવા માટે નિક્ષેપના સિદ્ધાંતની ઉપયોગિતા છે. નય અને નિક્ષેપ અનેકાંતની આધારશિલા છે.
૩૯
અનેકાંત વાદ
જૈનદર્શનનો અંતર્નાદ અનેકાંત વાદ છે. આની ભિત્તિ પર જ આખો જૈન સિદ્ધાંત આધારિત છે. ‘પાનેફવા વિનમે વા' આ ત્રિપદીને સાંભળીને મહામતી ગણધર ચતુર્દશ પૂર્વોની રચના કરી લે છે. આ ત્રિપદીમાં જે તત્ત્વ સમાહિત છે, તે અનેકાંત છે. આ દૃષ્ટિએ સમસ્ત જૈન વાગમયનો આધાર અનેકાંત છે, આ પ્રમાણિત થઈ જાય છે.
આ એક માનેલું સત્ય છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે, એનાં અસંખ્ય પાસાંઓ છે. એવી સ્થિતિમાં કોઈ એક શબ્દ દ્વારા કોઈ એક ધર્મના કથનથી વસ્તુનું સમગ્ર સ્વરૂપ પ્રતિપાદિત થતું નથી. ત્યારે સમગ્ર સ્વરૂપના પ્રામાણિક પ્રતિપાદન માટે એક જ માર્ગ છે કે વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય રૂપથી કહેવાય અને શેષ ધર્મોને ગૌણ રૂપમાં સ્વીકાર કરવામાં આવે. આ મુખ્ય અને ગૌણ ભાવને અર્પણા અને અનર્પણા કહેવાય છે. તેથી તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે -
‘અર્પિતાનપિતસિદ્ધે:'
તત્ત્વાર્થ સૂત્ર, અ.-૫, સૂત્ર-૭૧
મુખ્ય અને ગૌણ ભાવથી અથવા અપેક્ષા કે અનપેક્ષાથી વસ્તુ તત્ત્વની સિદ્ધિ થાય છે. અનેકાંત દૃષ્ટિ વિરાટ વસ્તુ તત્ત્વને જાણવાનો એ પ્રકાર છે, જે વિવક્ષિત ધર્મને જાણીને પણ અન્ય ધર્મોનો નિષેધ નથી કરતા, એમને ગૌણ કે અવિવક્ષિત કરી દે છે. આ રીતે અનેકાંત દ્વારા પૂરી વસ્તુનું મુખ્ય ગૌણ ભાવથી કથન થઈ જાય છે. કોઈપણ અંશ નથી છૂટતો.
૨૬૩
અનેકાંત વાદ