________________
સ્થાપના છે. કારણ કે એ પાસાઓમાં હાથી વગેરેની આકૃતિ નથી. અહીં આ ધ્યાન દેવા યોગ્ય છે કે નામ અને સ્થાપના બંને વાસ્તવિક અર્થથી શૂન્ય હોય છે.
(૩) દ્રવ્ય-નિક્ષેપ : અતીત અને અનાગત પર્યાયને લક્ષ્યમાં રાખીને એવો વ્યવહાર કરવો દ્રવ્ય-નિક્ષેપ છે. જેમાં પહેલાં ક્યારે રાજા અથવા મંત્રી રહેલા વ્યક્તિને વર્તમાનમાં રાજા કે મંત્રી કહેવો. આ અતીત-પર્યાયની દૃષ્ટિએ કહેવાય છે. જે ભવિષ્યમાં એવો બનશે - એ ભાવિ-પર્યાયને નજરમાં રાખીને વર્તમાનમાં એવું કહેવું - જેમ કે યુવરાજને “રાજા” શબ્દથી સંબોધિત કરવું. આ દ્રવ્ય-નિક્ષેપ છે. અનુપયોગ દશા કે વિપરીત ઉપયોગ દશાને પણ દ્રવ્ય કહે છે. જેમ કે સામાયિકમાં સમભાવમાં ઉપયોગ ન રાખીને ભૌતિક દ્રવ્યમાં ઉપયોગ રાખવો દ્રવ્ય સામાયિક કહેવાય છે. અપ્રધાન(ગૌણ)ને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. જેમ કે દ્રવ્યેન્દ્રિય વગેરે.
(૪) ભાવ-નિક્ષેપ : વર્તમાન પર્યાયની દૃષ્ટિએ થતો વ્યવહાર ભાવ-નિક્ષેપ છે. જેમ કે રાજ્ય સિંહાસન પર આરૂઢ વ્યક્તિને રાજા કહેવું. આ નિક્ષેપ અતીત કે અનાગત પર્યાયનો સ્વીકાર ન કરવો. જે પહેલાં રાજા હતો કે આગળ રાજા થશે તે ભાવ-નિક્ષેપની દષ્ટિમાં “રાજા” નથી કહેવાતો. જે વર્તમાનમાં સિંહાસનારૂઢ થઈને રાજ્યનું સંચાલન કરી રહ્યો છે. શેય એ જ રાજા છે. તે આ નિક્ષેપની દૃષ્ટિ છે. ઉપયોગને ભાવ કહેવાય છે. જેમ ઉપયોગપૂર્વક કરેલી સામાયિક ભાવ-સામાયિક છે. પ્રધાનને પણ ભાવ કહેવામાં આવે છે. જેમ કે મુખ્ય રૂપથી જાણવાની ભાવેન્દ્રિયો.
તાત્પર્ય એ છે કે નિક્ષેપ અનુસાર કોઈપણ શબ્દને ચાર રીતે સમજી શકાય છે. ઉદાહરણ તરીકે “રાજા' શબ્દને લો. કોઈપણ જડ કે ચેતન વસ્તુનું નામ “રાજા' રાખી દેવામાં આવે તો તે નામ “રાજા” છે. કોઈ રાજાના ચિત્રને રાજા કહેવો કે કોઈ શતરંજના પાસા વગેરેમાં રાજાની પરિકલ્પના કરવી, સ્થાપના રાજા છે. જે વર્તમાનમાં રાજા નથી પણ પહેલા હતો કે આગળ (ભવિષ્યમાં) બનશે, એને રાજા કહેવો દ્રવ્ય-રાજા છે. જે વર્તમાનમાં શાસનારૂઢ છે તે ભાવ-રાજા છે. આ રીતે પ્રત્યેક સંજ્ઞા શબ્દના નિક્ષેપ કરવા જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં કોઈપણ તત્ત્વનું વર્ણન કરતા આદિમાં નિક્ષેપોને કહેવાની શૈલી જોઈ શકાય છે. એનાથી સુગમતાપૂર્વક વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે છે. પ્રશ્ન કરી શકાય છે કે નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણેયમાં વસ્તુના ગુણ કે ધર્મ નથી જોવા મળતા, છતાંય એમાં શું અંતર રહી જાય છે એનો જવાબ આ રીતે છે.
નામ-નિક્ષેપમાં આદર-અનાદર, પૂજ્ય-અપૂજ્યનો ભાવ નથી રહેતો, જ્યારે સ્થાપનાનિક્ષેપમાં વસ્તુ તત્ત્વની અનભિજ્ઞ વ્યકિતને આદર-અનાદર બુદ્ધિ થઈ શકે છે. ઇન્દ્ર નામવાળાને કોઈ નમસ્કાર નથી કરતું, પણ ઈન્દ્રની સ્થાપના જેમાં કરવામાં આવી હોય એમના પ્રતિ આદર ભાવ રાખવાનો અનભિક્ષ જનોમાં વ્યવહાર થઈ શકે છે. નામ અને
સ્થાપના નિક્ષેપ, ભાવમાં ક્યારેય પરિણત નથી થતા, પરંતુ દ્રવ્ય-નિક્ષેપ ભવિષ્યમાં ભાવનિક્ષેપમાં પરિણત થઈ શકે છે. જેમ માટી રૂપ દ્રવ્ય ઘટ જળ ધારણ કરનાર ભાવ ઘટમાં પરિણત થઈ શકે છે.
જિણધમો
( ૨૨