________________
અર્થ ‘રાખવો’ અથવા ‘ઉપસ્થિત’ કરવો છે. વસ્તુ તત્ત્વને શબ્દોમાં રાખવા, ઉપસ્થિત કરવા અથવા વર્ણન કરવાને નિક્ષેપ કહે છે. શબ્દોના અર્થોમાં અને અર્થોના શબ્દોમાં આરોપણ કરવું - ન્યાસ કરવો તે નિક્ષેપ કહેવાય છે.
શબ્દ અનેક અર્થોને બતાવે છે. એવી સ્થિતિમાં અહીં કયો અર્થ અભિપ્રેત છે - એને બતાવવો એ જ નિક્ષેપનું પ્રયોજન છે. અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુતનો બોધ કરાવવો, સંશયને દૂર કરવો અને તત્ત્વાર્થનું અવધારણ કરવું નિક્ષેપનું પ્રયોજન છે. નિક્ષેપના પ્રકાર
‘અનુયોગ દ્વાર’ સૂત્રમાં કહ્યું છે
जत्थ य जं जाणेज्जा निक्खेचं निक्खिवे निरवसेसं । जत्थ वि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तत्थ ॥
-
જે શબ્દના જેટલા અર્થ છે અને જેટલી રીતે તે જાણી શકાય છે એટલા એના નિક્ષેપ કરવા જોઈએ. જે શબ્દના વિશે વિષયમાં વિશેષ જાણકારી નથી એના ઓછામાં ઓછા ચાર નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ તો કરવા જ જોઈએ.
‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
"नामस्थापनाद्रव्यभावतस्तन्नयासः "
તત્ત્વાર્થ, અ-૧, સૂત્ર-પ જીવ વગે૨ે તત્ત્વોનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપથી ન્યાસ-નિક્ષેપ થાય છે. તેથી નિક્ષેપના મુખ્ય રૂપથી ચાર પ્રકાર છે -
(૧) નામ-નિક્ષેપ (૨) સ્થાપના-નિક્ષેપ (૩) દ્રવ્ય-નિક્ષેપ અને (૪) ભાવ-નિક્ષેપ.
(૧) નામ-નિક્ષેપ : જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે નિમિત્તોની અપેક્ષા કર્યા વગર કોઈ વસ્તુ કે વ્યક્તિની ઇચ્છાનુસાર નામ રાખી દેવું - નામ નિક્ષેપ છે. જેમ કે કોઈ બાળકનું નામ એના માતા-પિતાએ ‘મહાવીર' રાખી દીધું. અહીં ‘મહાવીર' શબ્દનો જે અર્થ અને ગુણ છે, એ અપેક્ષિત નથી, પણ આ એક સંજ્ઞા માત્ર છે. નામકરણ માત્ર વસ્તુને ઓળખવા માટે સંકેત રૂપમાં કરવામાં આવે છે. તે અનુરૂપ ગુણ કે ધર્મનું એમાં હોવું આવશ્યક નથી. જો એમાં તે અનુરૂપ ગુણ પણ હોય તો ગુણોના કારણે તે ભાવ-નિક્ષેપ કહેવાશે. નામનિક્ષેપમાં માત્ર વ્યક્તિ કે પદાર્થની સંજ્ઞા (નામ) અપેક્ષિત હોય છે.
(૨) સ્થાપના-નિક્ષેપ : કોઈ વસ્તુની કોઈ અન્ય વસ્તુમાં આ પરિકલ્પના કરવી કે આ તે છે, સ્થાપના-નિક્ષેપ કહેવાય છે. એવી સ્થાપના એના જ અનુરૂપ આકૃતિમાં પણ કરવામાં આવે છે અને અનુરૂપ-આકૃતિના અભાવમાં પણ કરવામાં આવે છે. અનુરૂપઆકૃતિમાં કરવામાં આવતી સ્થાપના તદાકાર સ્થાપના છે. જેમ કે હૂબહૂ ચિત્ર કે મૂર્તિમાં વ્યક્તિની સ્થાપના. શતરંજના પાસાઓમાં હાથી, ઘોડા, રાજા, વજીરની સ્થાપના અતદાકાર * નિક્ષેપોનું સ્વરૂપ
૨૬૧