________________
વેદાંતદર્શનનો અદ્વૈતવાદ સંગ્રહાભાસ છે, કારણ કે ભેદનું સર્વથા નિરાકરણ કરવામાં આવ્યું છે. સંગ્રહનયમાં અભેદ મુખ્ય હોવા છતાંય ભેદનું નિરાકરણ નથી કરવામાં આવતું. તે ગૌણ અવશ્ય થઈ જાય છે પરંતુ એના અસ્તિત્વથી મનાઈ કરી શકાતી નથી. સંગ્રહાયની ઉપયોગિતા અભેદ વ્યવહાર માટે છે, વસ્તુ-સ્થિતિનો લોપ કરવા માટે નહિ.
૩. વ્યવહારનય સંગ્રહનય દ્વારા સંગૃહીત અર્થમાં વિધિપૂર્વક, અવિસંવાદી અને વસ્તુસ્થિતિ-મૂલક ભેદ કરવો વ્યવહારનય છે. 'संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकनवहरणं येनाभिसन्धिना क्रियते सो व्यवहारः'
- પ્રમાણનાં તત્ત્વોલોક અ-૭, સૂત્ર-૨ ૩ આ વ્યવહાર લોક પ્રસિદ્ધ વિધિવત્ સત્ વ્યવહારના અવિરોધી હોય છે. લૌકિક વ્યવહાર અનુસાર વિભાગ કરનાર વિચારને વ્યવહારનય કહે છે. જેમ કે જે સત્ છે - તે દ્રવ્ય અને પર્યાય રૂપ છે. જે દ્રવ્ય છે એના જીવ વગેરે છ ભેદ છે, જે પર્યાય છે એના બે ભેદ છે - ક્રમભાવી અને સહભાવી. જે જીવ છે એમના અનેક ભેદ છે, જેમ સંસારી અને મુક્ત. મુક્તોમાં પણ અનેક મુક્ત વગેરે. આ નય સામાન્યને ન ગૌણ કરી વિશેષને જ ગ્રહણ કરે છે. કારણ કે લોકમાં ઘટ વગેરે વિશેષ પદાર્થ જ જળધારણ વગેરે ક્રિયાઓનો યોગ્ય જોવામાં આવે છે. સામાન્યમાં અર્થક્રિયા નથી હોતી. “ગોત્વથી દૂધ પ્રાપ્ત થતું નથી.” રોગીને ઔષધિ આપો, એટલા માત્ર કહેવાથી કામ નથી ચાલતું, ઔષધિનું નામ અને આસેવનની વિધિ વગેરે બતાવવાથી સમાધાન થાય છે. કોઈ દુકાનકારના ત્યાં જઈને કપડું આપો' કહેવાથી કોઈ મતલબ સિદ્ધ થતો નથી. એણે બતાવવું પડશે કે “મખમલ આપો, વાયોલેટ આપો, ટરિન આપો, સુતરાઉ કે ઊનનું આપો. અમુક કામ માટે આપો.' વ્યવહારનય વગર કોઈપણ વસ્તુનો સમગ્રતઃ નિર્ણય નથી કરી શકાતો, માટે વ્યવહારનય પણ પોતાના સ્થાન પર નિશ્ચયનય છે. જેમ કે “કોયલ પાંચેય વર્ણવાળી છે' - આ કથન નિશ્ચયનયની દૃષ્ટિએ સત્ય છે, છતાં કોયલનો નિર્ણય નથી થઈ શકતો, કારણ કે એમા પાંચેય વર્ણ દૃષ્ટિગોચર નથી થતો. જ્યારે નિશ્ચયાત્મક વ્યવહારનય એનો નિર્ણય કરાવે છે કે “કોયલ કાળી છે' - કાળાપણાની પ્રધાનતાથી આ સત્ય કથન છે, પરંતુ ગૌણરૂપથી પાંચેય વર્ણ જોવા મળે છે. આ સુસ્પષ્ટ છે.
વ્યવહારનયના બે ભેદ છે - (૧) સામાન્ય-ભેદક અને (૨) વિશેષ-ભેદક. સામાન્ય સંગ્રહમાં ભેદ કરનાર નયને સામાન્ય-ભેદક વ્યવહારનય કહે છે. જેમ કે દ્રવ્યના બે ભેદ જીવ અને અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરનાર નયને વિશેષ-ભેદક-વ્યવહારનય કહે છે. જેમ જીવના ચાર ભેદ - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જે ભેદ પોતાના વ્યક્તિગત મૌલિક એકત્વની અપેક્ષા રાખે છે તે વ્યવહાર છે અને અભેદનો સર્વથા તિરસ્કાર કરનાર વ્યવહારાભાસ છે. વૈશેષિકની પ્રતીતિ વિરુદ્ધ દ્રવ્ય વગેરે ભેદ કલ્પના વ્યવહારાભાસમાં આવે છે (૨૫૬) જો આ જ
છે જિણધામો)