________________
૩. તર્ક વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. સાધ્ય અને સાધનના સાર્વકાલિક, સાર્વદેશિક અને સાર્વવ્યક્તિક અવિનાભાવ સંબંધને વ્યાપ્તિ કહે છે. અવિનાભાવ - અર્થાત્ સાધ્ય વગર સાધનનું ન હોવું, સાધનાના સાધ્યના હોવાથી જ હોવું, અભાવમાં બિલકુલ ન હોવું - આ નિયમને સર્વોપસંહાર રૂપથી ગ્રહણ કરવું તર્ક છે. સર્વ પ્રથમ વ્યક્તિ કાર્ય અને કારણને પ્રત્યક્ષ કરે છે. અનેક વખત પ્રત્યક્ષ હોવાથી તે એના અન્વય સંબંધની ભૂમિકાની તરફ ઝૂકે છે. પછી સાધ્યના અભાવમાં સાધનનો અભાવ જોઈને વ્યતિરેક નિશ્ચય દ્વારા એ અન્વય જ્ઞાનને નિશ્ચયાત્મક રૂપ આપે છે. જેમ કે કોઈ વ્યક્તિએ સર્વપ્રથમ રસોઈઘરમાં (રસોડામાં) અગ્નિ જોઈ તથા અગ્નિથી પેદા થયેલો ધુમાડો જોયો. પછી કોઈ તળાવમાં અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ જોયો, પછી રસોડામાં અગ્નિનો ધુમાડો નીકળતો જોઈને એ નિશ્ચય કરે છે કે અગ્નિ કારણ છે અને ધુમાડો કાર્ય છે. આ ઉપલંભ-અનુપલંભ-નિમિત્તક સોંપસંહાર કરનાર વિચાર તર્ક છે. એમાં પ્રત્યક્ષ, સ્મરણ અને સાદેશ્ય પ્રત્યભિજ્ઞાન કારણ હોય છે. આ બધાની પૃષ્ઠભૂમિ પર જ્યાં-જ્યાં, જ્યારે-જ્યારે ધુમાડો થાય છે ત્યાં-ત્યાં, ત્યારેત્યારે અગ્નિ અવશ્ય થાય છે. આ પ્રકારનો એક માનસિક સંકલ્પ ઉત્પન્ન થાય છે, જેને ઊહ કે તર્ક કહે છે.
તર્કના વિષયમાં દાર્શનિક મતભેદ : મીમાંસક તર્કને વિચારાત્મક જ્ઞાન વ્યાપાર માને છે અને એના માટે “ઊહ’ શબ્દનો પ્રયોગ કરે છે, પરંતુ એને પ્રમાણની સંખ્યામાં સંમિલત નથી કરતા. એમનું મંતવ્ય છે કે તર્ક સ્વયં પ્રમાણ ન થઈને કોઈ પ્રમાણનો સહાયક હોઈ શકે છે.
ન્યાયદર્શન'માં તર્કને ૧૬ પદાર્થોમાં ગણાવ્યા છે, છતાં એને પ્રમાણ નથી કહેવામાં આવ્યા. એમનું કહેવું છે કે તર્ક તત્ત્વજ્ઞાન માટે ઉપયોગી છે અને પ્રમાણોનું અનુગ્રાહક છે, પરંતુ સ્વયં પ્રમાણ નથી.
બૌદ્ધ તર્ક રૂપ વિકલ્પજ્ઞાનને વ્યાપ્તિનો ગ્રાહક માને છે, પરંતુ તે પ્રત્યક્ષ પૃષ્ઠભાવી હોવાથી પ્રત્યક્ષ દ્વારા ગૃહીત અર્થને વિષય કરનાર એક વિકલ્પ છે, માટે પ્રમાણ નથી.
જૈનદર્શનનું મંતવ્ય છે કે તર્ક પોતાના વિષયમાં અવિસંવાદી હોવાના કારણે સ્વયં પ્રમાણ છે. જે સ્વયં પ્રમાણ નથી, તે પ્રમાણોનો અનુગ્રહ કેવી રીતે કરી શકે છે? અપ્રમાણથી ન તો પ્રમાણના વિષયનું વિવેચન થઈ શકે છે અને ન પરિશોધન જ. જે તર્કમાં વિસંવાદ હોય, એને તર્વાભાસ કહેવામાં આવે છે, પરંતુ એતાવતા અવિસંવાદી તર્કને પણ પ્રમાણથી બહિર્ભત રાખવું ઉચિત નથી. સંસારમાં જ્યાં ક્યાંય જ્યારે ક્યારેક ધુમાડો છે તે બધા અગ્નિના હોવાથી જ હોય છે, અગ્નિના અભાવમાં નથી હોતો. તે સાર્વત્રિક અને સાર્વકાલિક બોધ ના તો ઇન્દ્રિય પ્રત્યક્ષ જ કરી શકે છે અને ના સુખ વગેરેના સંવેદક માનસ પ્રત્યક્ષ જ. ઇન્દ્રિયનો વિષય નિયત છે અને વર્તમાનકાલિક છે. માનસ પ્રત્યક્ષ વિશદ છે અને વ્યાપ્તિ જ્ઞાન અવિશદ છે, [ પ્રમાણ સ્વરૂપ તથા વ્યાખ્યા
કે ૨૪૫)