________________
રૂપમાં એને પોત-પોતાના અભિપ્રાય અનુસાર જાણે છે. પ્રમાણ અને નય બંને જ્ઞાનાત્મક પર્યાયો છે. જ્યારે જ્ઞાતાની સકળ(સંપૂર્ણ પદાર્થ)ને ગ્રહણ કરવાની દૃષ્ટિ હોય છે, ત્યારે એનું જ્ઞાન પ્રમાણ હોય છે અને જ્યારે એ જ પ્રમાણથી ગૃહીત વસ્તુને ખંડશઃ ગ્રહણ કરવાનો અભિપ્રાય હોય છે ત્યારે તે અંશગ્રાહી અભિપ્રાય નય કહેવાય છે. પ્રમાણને સકલાદેશી અને નયને વિકલાદેશી માનવામાં આવે છે.
નય પ્રમાણનો અંશ છે
નય પ્રમાણથી ભિન્ન છે તો પ્રશ્ન થાય છે કે નય પ્રમાણ છે કે અપ્રમાણ ? આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે કે નય ન તો પ્રમાણ છે અને ન અપ્રમાણ છે, પરંતુ પ્રમાણનો એક અંશ છે. જેમ સમુદ્રમાંથી એક ઘડો ભરી લેવામાં આવે તો તે ઘટનું (ઘડાનું) જળ ન તો સમુદ્ર જ કહેવાય છે અને ન અસમુદ્ર જ. જો ઘડા-ભર જળને સમુદ્ર કહેવામાં આવે તો શેષ સમુદ્રનું જળ અસમુદ્ર થઈ જશે. એ ઘડા-ભર જળને અસમુદ્ર પણ નથી કહેવામાં આવતું, કારણ કે તે સમુદ્રથી લેવામાં આવ્યું છે. ત્યારે એ જ કહેવું પડશે કે તે ઘડા-ભર જળ ન સમુદ્ર છે ન અસમુદ્ર છે, પણ સમુદ્રનો અંશ છે. આ જ રીતે નય ન તો પ્રમાણ જ છે, કારણ કે તે અંશગ્રાહી છે અને ન અપ્રમાણ જ છે, કારણ કે તે જ્ઞાનરૂપ છે. માટે નયને પ્રમાણનો અંશ માનવામાં આવે છે. આ જ વાતને આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવી છે -
नायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथैव हि ।
સુનય અને દુર્નય
અનંત ધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરવું અને અન્ય અંશોમાં ઉદાસીનતા રાખવી આ સુનયનું લક્ષણ છે. જે નય સ્વાભિપ્રેત અંશનો સ્વીકાર કરતા અન્ય અંશોનું અપલાપ કે તિરસ્કાર કરે છે, તે દુર્નય છે. પ્રત્યેક નયની પોત-પોતાની સીમા છે. જે એ સીમાનું અતિક્રમણ નથી કરતા તે સુનય છે અને જે એ સીમાથી બહાર ચાલ્યા જાય છે તે દુર્નય છે. સુનય પોતાના અંશને મુખ્ય રૂપથી ગ્રહણ કરતા અંશોને ગૌણ કરે છે પણ એમની અપેક્ષા રાખે છે, એમનો તિરસ્કાર ક્યારેય કરતા નથી. દુર્નય અન્ય નિરપેક્ષ થઈને અન્યનું નિરાકરણ કરે છે. ઉદાહરણ તરીકે સત્ ધર્મને લઈ લો. પ્રમાણ ‘સત્’ને ગ્રહણ કરે છે. નય ‘સ્યાત્ સત’ને ગ્રહણ કરે છે અને દુર્નય ‘સદેવ’ એવું અવધારણ કરી અન્યનો તિરસ્કાર કરે છે. કહ્યું છે
નયવાદ
તત્ત્વાર્થ, શ્લોક-૧/૬
'सदेव सत्स्यात्सदिति त्रिधार्थो मीयेत दुर्नीति नय प्रमाणै: ।'
-
અન્ય યોગ, શ્લોક-૨૮
૨૫૧