________________
સત્ જ છે એવું માનવું દુર્નય છે, “સત્' કહેવું પ્રમાણ છે અને “ચાત્ સત્ એવું કહેવું નય છે. “ચા” શબ્દથી ચિહ્નિત ધર્મનું ગ્રહણ સુનય છે. નિષ્કર્ષ એ છે કે સાપેક્ષતા જ નયનો પ્રાણ છે. આચાર્ય સિદ્ધસેને પોતાની “સન્મતિ તર્ક ગ્રંથમાં કહ્યું છે -
'तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्ख पडिबद्धा । अण्णोण्णाणिस्सिआ पुण हवन्ति सम्मत्त सब्भावा ॥'
- સન્મતિ - ૧/૨ ૨ તે બધા નય મિથ્યાષ્ટિ છે, જે પોતાના જ પક્ષનો આગ્રહ કરે છે અને પરનો નિષેધ કરે છે, પરંતુ જ્યારે તે જ પરસ્પર સાપેક્ષ અને અન્યોન્ય આશ્રિત હોય છે ત્યારે સમ્યગુદૃષ્ટિ બની જાય છે.
વૈડૂર્ય વગેરે મણિઓ મહામૂલ્યવાળી હોવા છતાંય જો પરસ્પરમાં મળેલી ન હોય તો રત્નાવલી'ની સંજ્ઞા નથી મેળવી શકતી. આ જ રીતે પોતાના નિયત અંશનો જ આગ્રહ રાખનાર અને બીજા અંશોની અપેક્ષા ના રાખનાર નય, સુનયની સંજ્ઞા નથી મેળવી શકતા, તે નય, દુર્નયની શ્રેણીમાં આવે છે, જ્યારે તે અલગ-અલગ મણિઓ પરસ્પર સાપેક્ષ થઈને (બનીને) એક સૂત્રમાં પરોવાયેલી રહે છે ત્યારે તે “રત્નાવલી' કે “રત્નોનો હાર' કહેવાય છે. આ જ રીતે પરસ્પર સાપેક્ષ નય સુનયની સંજ્ઞાથી સુશોભિત થાય છે.
નયોની સંખ્યા વસ્તુ જ્યારે અનંત ધર્માત્મક છે ત્યારે સ્વભાવતઃ એક-એક ધર્મને ગ્રહણ કરનાર અભિપ્રાય પણ અનંત હશે, ભલે એમના વાચક પૃથક પૃથક ન મળે, પણ જેટલા શબ્દ છે, એટલા અભિપ્રાય તો અવશ્ય હોય છે. માટે કહ્યું છે - "जावइया वयणपहा तावइया होंति णय वाया"
- સન્મતિ - ૩/૪૭ જેટલા વચનના પ્રકાર છે કે જેટલા શબ્દ છે, એટલા જ નય છે.
નય એક જ વસ્તુની અપેક્ષા ભેદથી કે અનેક દૃષ્ટિકોણોથી ગ્રહણ કરનાર વિકલ્પ છે. એ હવાઈ કલ્પનાઓ નથી, પણ અર્થને વિવિધ પ્રકારથી જાણનાર અભિપ્રાય વિશેષ છે.
જેમ એક જ લોક સતુની અપેક્ષા એક છે, જીવ-અજીવની અપેક્ષાથી બે પ્રકારના કહેવામાં આવે છે, ઊર્ધ્વ, અધઃ અને તિર્યકની અપેક્ષાથી ત્રણ પ્રકારના, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારના, પંચાસ્તિકાયોની અપેક્ષાથી પાંચ પ્રકારના અને પદ્રવ્યોની અપેક્ષાએ છે પ્રકારના કહેવાય છે. એ અપેક્ષા-ભેદથી થનારા વિકલ્પ છે, માત્ર મતભેદ કે વિવાદ નથી. નય પણ અપેક્ષાભેદથી થનારી વસ્તુની વિભિન્ન પર્યાયોનું નિર્દેશન કરનાર છે. (૫૨)
જિણધો]