________________
જ્યાં અન્યથાનુપપત્તિ છે ત્યાં ત્રિલક્ષણ વગેરે માનવાથી શું લાભ ? અને જ્યાં અન્યથાનુપપત્તિ નથી ત્યાં પણ બૈરૂપ્ય માનવાથી શું લાભ ? માટે અન્યથાનુપપશત્વ જ હેતુનું એક માત્ર લક્ષણ છે. હેતુઓના પ્રકાર અને એમના ભેદ-પ્રભેદનો બહુ વિસ્તાર છે. ગ્રંથ વિસ્તારના ભયથી અહીં નથી આપવામાં આવતા, તેથી અન્ય ન્યાય-ગ્રંથોથી આનું પરિજ્ઞાન કરવું જોઈએ.
અનુમાનને પ્રમાણના રૂપમાં ચાર્વાકદર્શનને છોડીને અન્ય બધાં આસ્તિક-દર્શનોએ સ્વીકાર કર્યો છે. ચાર્વાક પ્રત્યક્ષવાદી જ છે, માટે તે અનુમાનને પ્રમાણ નથી માનતા પરંતુ એને પોતાની વાતને સિદ્ધ કરવા માટે અનુમાનનો સહારો લેવો જ પડે છે. જો તે એવું ન કરે તો એનો પક્ષ સિદ્ધ થઈ શકતો નથી, અથવા તો એને મૌન રહેવું પડશે કે અનુમાનનો આશ્રય લેવો પડશે. એના સિવાય એના પાસે કોઈ રસ્તો નથી. આ રીતે અનુમાનની પ્રમાણતાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે.
39
આગમ
આપ્તના વચનથી આવિર્ભૂત થનારા પદાર્થનું જ્ઞાન આગમ કહેવાય છે. જે તત્ત્વને યથાવસ્થિત જાણનાર અને યથાવસ્થિત નિરૂપણ કરનાર હોય તે આપ્ત-પુરુષ છે. રાગ-દ્વેષ વગેરે દોષોથી રહિત પુરુષ જ આપ્ત હોઈ શકે છે, કારણ કે તે ક્યારેક વિસંવાદી અને મિથ્યાવાદી નથી હોતા. આપ્ત-પુરુષનાં વચનોને પણ ઉપચારથી આગમ કહેવાય છે. કારણ કે આપ્તનાં વચન શ્રોતાના જ્ઞાનના કારણે હોય છે, કે આપ્તના જ્ઞાનના કાર્યરૂપ હોય છે. જ્ઞાનના કાર્યનું કારણ હોવાના કારણે આપ્ત વચનોમાં જ્ઞાનનો ઉપચાર કરવામાં આવે છે. આપ્ત-પુરુષ બે પ્રકારના છે - (૧) લૌકિક અને (૨) લોકોત્તર. જે જેના પ્રત્યે અવંચક હોય છે તે એના માટે આપ્ત છે. આ દૃષ્ટિએ સત્ય વક્તા, માતા-પિતા વગેરે ગુરુજન લૌકિક આપ્ત છે અને તીર્થંકર વગેરે લોકોત્તર આપ્ત છે.
વૈશેષિક અને બૌદ્ધ આગમ જ્ઞાનને અનુમાન પ્રમાણમાં અંતર્ભૂત કરે છે, પરંતુ લિંગદર્શન અને વ્યાપ્તિ-સ્મરણ વગર જ થનારા આ આગમજ્ઞાન અનુમાનમાં સમાવિષ્ટ નથી થઈ શકતું. ન્યાયદર્શનમાં આગમને શબ્દ-પ્રમાણ કહેવામાં આવે છે.
આગમવાદ અને હેતુવાદનાં ક્ષેત્ર અલગ-અલગ છે. આગમના ઘણાય અંશ એવા હોઈ શકે છે, જ્યાં કોઈ હેતુ કે યુક્તિ નથી ચાલતી. એવા વિષયોમાં યુક્તિ સિદ્ધ વચનોની એક કર્તૃકતાથી યુક્ત્વ સિદ્ધ વચનોને પણ પ્રમાણ માની લેવામાં આવે છે. આચાર્ય સિદ્ધસેને કહ્યું છે -
આગમ
जो हेउवाय पक्खम्मि हेउओ आगमम्मि आगमओ । सो ससमयपण्णवओ सिद्धंत विराहओ अण्णो ॥
સન્મતિત - ૩-૪૫
૨૪૯