________________
જો એકત્વનો સર્વથા અપલાપ કરવામાં આવે છે તો બઢની મુક્તિ, ઋણની વસૂલી વગેરે જગત વ્યવહાર બધા ઉચ્છિન્ન થઈ જશે. “આ એ જ છે' - આ જ્ઞાનને જો બૌદ્ધદર્શન વિકલ્પની શ્રેણીમાં નાખે છે, તો એને જ પ્રત્યભિજ્ઞાન માનવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ, પરંતુ આ વિકલ્પ અવિસંવાદી હોવાથી સ્વતંત્ર પ્રમાણ હશે.
પ્રત્યભિજ્ઞાનનો લોપ કરવાથી અનુમાનની પ્રવૃત્તિ નથી થઈ શકતી. જે વ્યક્તિએ પહેલાં અગ્નિ અને ધૂમના કાર્ય-કારણ ભાવનું ગ્રહણ કર્યું છે એ જ વ્યક્તિ જ્યારે પૂર્વ ધૂમના સદેશ અન્ય ધૂમ દેખે છે ત્યારે ગૃહીત કાર્ય-કારણનું સ્મરણ થવાથી અનુમાન કરી શકે છે. અહીં એકત્વ અને સશત્વ - બંને પ્રત્યભિજ્ઞાનોની આવશ્યકતા છે, કારણ કે અલગ વ્યક્તિને વિલક્ષણ પદાર્થને જોવાથી અનુમાન નથી થઈ શકતું.
બૌદ્ધોનું કથન છે કે - એકત્વ પ્રતીતિ રૂપ પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત થાય છે. જેમ કપાઈને ફરીથી ઊગેલા નખ, કેશ વગેરેમાં નખ એ જ છે, આ એ જ કેશ (વાળ) છે, આ એકત્વ પ્રતીતિ બ્રાન્ત છે માટે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ નથી.
બૌદ્ધોનું ઉક્ત કથન યથાર્થ નથી. નખ-કેશ વગેરેમાં પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત થવાથી બધા પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત જ હોય છે. એ નથી માની શકાતું. તિમિર રોગીને બે ચંદ્રમાઓનું જ્ઞાન હોય છે, એનું આ પ્રત્યક્ષ જ્ઞાન ભ્રાત છે તો એટલા માત્રથી શું બધા પ્રત્યક્ષોનું ભ્રાત માની શકાય? ક્યારેય નહિ. જેમ દ્રિચંદ્ર જ્ઞાન પ્રત્યક્ષાભાસ છે, એમ જ નખ-કેશ વગેરેનું એકત્વ જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાભાસ છે, પરંતુ આ એ જ ઘટ છે' - વગેરે દ્રવ્યમૂલક એકત્વ પ્રતીતિને ભ્રાત નથી કહી શકાતું. માટે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ માનવું જોઈએ.
નૈયાયિક, વૈશેષિક અને મીમાંસક એકત્વ વિષયક પ્રત્યભિજ્ઞાનનો સ્વીકાર તો કરે છે પરંતુ તે આને પ્રત્યક્ષ પ્રમાણ અંતર્ગત માની લે છે. તે આને સ્વતંત્ર પરોક્ષ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરતા નથી. એમનું આ મંતવ્ય ઉચિત નથી, કારણ કે પ્રત્યક્ષનો વિષયમાત્ર વર્તમાનને ગ્રહણ કરવું છે અને સ્મરણમાત્ર અતીત પર્યાયને ગ્રહણ કરે છે, પરંતુ પ્રત્યભિજ્ઞાન એવું પ્રમાણ છે, જે ઉભય પર્યાયવર્તી એકત્વ વગેરેને ગ્રહણ કરનાર સંકલનાત્મક જ્ઞાન છે. આ સંકલનને ગ્રહણ કરવું પ્રત્યક્ષનો વિષય નથી હોઈ શકતો. માટે પ્રત્યભિજ્ઞાનને સ્વતંત્ર પ્રમાણ માનવું જોઈએ.
નૈયાયિક તથા મીમાંસક સાદૃશ્ય જ્ઞાનને ગ્રહણ કરનાર ઉપમાન નામનું સ્વતંત્ર પ્રમાણ માને છે. પરંતુ આ ઉચિત નથી. જો સાદેશ્યને ગ્રહણ કરનાર માનવામાં આવે છે તો વિલક્ષણતાને ગ્રહણ કરનારાનું પણ અલગ પ્રમાણ માનવું પડશે. આ જ રીતે દૂરત્વ, ઉચ્ચત્વ, નિમ્નત્વ, હૂસ્તત્વ, દીર્ઘત્વને ગ્રહણ કરનાર અલગ-અલગ પ્રમાણ સ્વીકાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, તો પ્રમાણોની સંખ્યા ના જાણે ક્યાં પહોંચશે. સાદેશ્ય, વૈસાદેશ્ય વગેરે જ્ઞાનોનો સમાવેશ પ્રત્યભિજ્ઞાનમાં થઈ જાય છે, માટે ઉપમાનને અલગ પ્રમાણ ન માનવું જોઈએ તે પ્રત્યભિજ્ઞાન જ છે. (૨૪૪ ના રોજ
જિણધમો)