________________
અપ્રમાણ કે મૃત્યાભારત કહેવાનો માર્ગ ખુલ્લો છે. તેથી આ અવિસંવાદી સ્મૃતિરૂપ જ્ઞાનને પરોક્ષ પ્રમાણ માનવું જ પડશે. અનુભવ પરતંત્ર હોવાના કારણે તે પરોક્ષ તો કહી શકાય છે, પરંતુ અપ્રમાણ નહિ. કારણ કે પ્રમાણતા કે અપ્રમાણતાનો આધાર અનુભવ સ્વાતંત્ર્ય કે પાતંત્ર્ય નથી. અનુભૂત અર્થને વિષય કરવાના કારણે પણ એને અપ્રમાણ નથી કહેવામાં આવતું, અન્યથા અનુભૂત અગ્નિને વિષય કરનાર અનુમાન પણ પ્રમાણ નહિ થઈ શકે. તેથી સ્મૃતિ પ્રમાણ છે, કારણ કે તે સ્વ વિષયમાં અવિસંવાદિની છે.
૨. પ્રત્યભિજ્ઞાન વર્તમાનના પ્રત્યક્ષ અને અતીતના સ્મરણથી થનારા સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. આ સંકલન એકત્વ, સાદેશ્ય, વૈસાદેશ્ય, પ્રતિયોગી, આપેક્ષિક વગેરે અનેક પ્રકારના હોય છે. વર્તમાનના પ્રત્યક્ષ કરીને એના અતીતનું સ્મરણ થવાથી “આ એ જ છે.” - આ પ્રકારનું જે માનસિક એકત્વ સંકલન થાય છે, તે એકત્વ પ્રત્યભિજ્ઞાન છે. આ રીતે ગાય સદેશ ગવય હોય છે” આ વાક્યને સાંભળીને કોઈ વનમાં જાય છે અને સામે ગાય જેવા પશુને જોઈને એ વાક્યનું સ્મરણ કરે છે અને પછી મનમાં નિશ્ચય કરે છે કે આ ગવય છે. આ પ્રકારનું સાદેશ્ય વિષય સંકલન સાદૃશ્ય-પ્રત્યભિજ્ઞાન છે. “ભેંસ ગાયથી વિલક્ષણ હોય છે. આ પ્રકારના વાક્યને સાંભળીને જે વાડામાં ગાય અને ભેંસ બંને હાજર છે, ત્યાં જનારા મનુષ્ય ગાયથી વિલક્ષણ પશુને જોઈને ઉક્ત વાક્યનું સ્મરણ કરે છે અને નિશ્ચય કરે છે કે આ ભેંસ છે. આ એવું દૃશ્ય વિષયક સંકલન એવું દૃશ્ય - પ્રત્યભિજ્ઞાન છે. આ રીતે પોતાના સમીપવર્તી મકાનના પ્રત્યક્ષ પછી દૂરવર્તી પર્વતને જોવાથી પૂર્વનું સ્મરણ કરીને જે “આ એનાથી દૂર છે” આ પ્રકારનું અપેક્ષિત જ્ઞાન થાય છે તે આપેક્ષિક પ્રત્યભિજ્ઞાન છે. શાખા (ડાળીઓ) વગેરે-વાળું વૃક્ષ હોય છે, એક શીંગડાવાળો ગેંડો હોય છે, છ પગવાળો હોય છે વગેરે. પરિચાયક શબ્દોને સાંભળીને વ્યકિતને એ પદાર્થોને જોવાથી અને પૂર્વોક્ત પરિચય વાક્યોનું સ્મરણ કરી જે “આ વૃક્ષ છે, આ ગેંડો છે, આ ભમરો છે' - વગેરે જ્ઞાન પેદા થાય છે, તે બધા પ્રત્યભિજ્ઞાન છે. અર્થ એ છે કે દર્શન અને સ્મરણને નિમિત્ત બનાવીને જેટલા પણ એકત્વ વગેરે વિષયક માનસિક સંકલ્પ હોય છે, તે બધા પ્રત્યભિજ્ઞાન છે. તે બધા પોતાના વિષયમાં અવિસંવાદી અને સમારોપના વ્યવચ્છેદક હોવાથી પ્રમાણ છે.
પ્રત્યભિજ્ઞાનના વિષયમાં દાર્શનિક મતભેદ : બૌદ્ધ પદાર્થને ક્ષણિક માને છે. એમના મતમાં એકત્વ-વાસ્તવિક નથી. “આ એ જ છે' - આ પ્રતીતિને તે ભ્રાંત માને છે. “સ વાયે” “આ એ જ છે.' - આ વાક્યમાં “ઘ' આ અંશ સ્મરણ છે અને “મર્થ (એ જ) અંશ પ્રત્યક્ષ છે. આ રીતે બૌદ્ધ આ એકત્વ પ્રતીતિમાં બે સ્વતંત્ર જ્ઞાન માનીને પ્રત્યભિજ્ઞાનના અસ્તિત્વને સ્વીકારતા નથી. પરંતુ જ્યારે આ વાત નિશ્ચિત છે કે પ્રત્યક્ષ માત્ર વર્તમાનને વિષય કરે છે અને સ્મરણ માત્ર અતીતને, ત્યારે આ બંને સીમિત અને નિયત વિષયવાળા જ્ઞાનો દ્વારા અતીત અને વર્તમાન બે પર્યાયોમાં રહેનાર એકત્વ કેવી રીતે જાણી શકે છે?
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૪૩