________________
છે. જૈનદર્શન દ્વારા કરવામાં આવેલ પ્રમાણનું આ વર્ગીકરણ સ્વયંમાં સર્વથા વિલક્ષણ છે. અન્ય દર્શનોની અપેક્ષા જૈનદર્શનનો આ વિષયમાં મૌલિક અને સૌથી સ્વતંત્ર ચિંતન છે. જૈનદર્શનની પ્રત્યક્ષ તથા પરોક્ષની પરિભાષા પણ સ્વયંમાં સૌથી અલગ અને પૂર્ણતઃ મૌલિક છે. અન્યત્ર ક્યાંય આવું મૌલિક, ચિંતન પરિલક્ષિત થતું નથી.
૧. પ્રત્યક્ષ
અન્ય દર્શનોએ સાધારણ રીતે ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માન્યું છે, છતાં એમણે એક એવા પ્રત્યક્ષને પણ સ્વીકાર્યો છે જે ઇન્દ્રિયાતીત છે, એને અલૌકિક પ્રત્યક્ષ કે યોગિ-પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. ગમે તે હોય, એમણે એ સ્વીકાર કર્યું છે કે આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન સંભવ છે.
જૈનદર્શન આત્મ માત્ર સાપેક્ષ જ્ઞાનને મુખ્ય-પ્રત્યક્ષ કે પારમાર્થિક-પ્રત્યક્ષ માન્યું છે. એની દૃષ્ટિમાં જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનની અપેક્ષાથી હોય છે, તે પરોક્ષ જ્ઞાન છે. આ જ અપેક્ષાથી ઇન્દ્રિયો અને મનની સહાયતાથી થનારા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનને પરોક્ષ માનવામાં આવે છે. ઇન્દ્રિયો તથા મનની અપેક્ષા રાખ્યા વિના જે જ્ઞાન આત્મ માત્ર સાપેક્ષ છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. માટે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનને વિકલ-પ્રત્યક્ષ અને કેવળજ્ઞાનને સકલ-પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. ઉત્તરવર્તી જૈન તર્ક ગ્રંથોમાં લોક સંમત-પ્રત્યક્ષને સમાહિત કરવા માટે પ્રત્યક્ષના બે ભેદ કરી દીધા છે - પારમાર્થિક-પ્રત્યક્ષ અને સાવ્યવહારિકપ્રત્યક્ષ. સાવ્યવહારિક-પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મન સાપેક્ષ જ્ઞાનને કહે છે. વ્યવહાર દૃષ્ટિએ આને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. પરમાર્થ દૃષ્ટિએ તો આત્મ માત્ર સાપેક્ષ અવધિ, મનઃપર્યય અને કેવળ - આ ત્રણ જ્ઞાન જ પરમાર્થિક-પ્રત્યક્ષ છે.
જૈનદર્શનની પ્રત્યક્ષની પરિભાષા બીજી છે. એમાં ‘સ્પષ્ટ પ્રત્યક્ષ' કહ્યું છે. જે જ્ઞાન અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનની અપેક્ષાથી વધુ નિયત દેશ, કાળ અને આકાર રૂપમાં પ્રચુરતર વિશેષોને ગ્રહણ કરે છે, તે સ્પષ્ટ જ્ઞાન છે. આને વૈશવ પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જે જ્ઞાનમાં કોઈ અન્ય જ્ઞાનની સહાયતા અપેક્ષિત ન હોય, તે સ્પષ્ટ કે વિશદ કહેવાય છે. જેમ અનુમાન વગેરે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં લિંગ, જ્ઞાન, વ્યાપ્તિ, સ્મરણ વગેરેની અપેક્ષા રાખે છે, એમ પ્રત્યક્ષ પોતાની ઉત્પત્તિમાં અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા નથી રાખતા. આ જ અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનથી પ્રત્યક્ષમાં વિશેષતા છે.
સાવ્યવહારિક અને પારમાર્થિક પ્રત્યક્ષનું વિસ્તૃત પ્રતિપાદન મતિ-શ્રુત વગેરે પાંચ જ્ઞાનોના વર્ણનમાં કરવામાં આવ્યું છે.
૨. પરોક્ષ
જૈનદર્શન સંમત પરોક્ષની વ્યાખ્યા પણ બધાં દર્શનોથી વિલક્ષણ છે. લોકમાં ઇન્દ્રિયવ્યાપારથી સહિત જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે અને ઇન્દ્રિય-વ્યાપારથી રહિત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે છે. જ્યારે જૈનદર્શન ઇન્દ્રિય-વ્યાપાર સહિત જ્ઞાનને પરોક્ષ અને ઇન્દ્રિયવ્યાપાર રહિત જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આ અસમંજસને દૂર કરવા માટે આચાર્ય અકલંક
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૪૧