________________
શૂન્યવાદી બૌદ્ધ ઘટપટ વગેરે બાહ્ય પદાર્થોને અને જ્ઞાનને પણ સ્વીકારતા. તે કહે છે કે - “સંસારમાં ન તો કોઈ બાહા પદાર્થ છે અને ન બાહ્ય પદાર્થોને જાણનાર જ્ઞાન છે. ન કોઈ પ્રમાતા છે અને ન કોઈ પ્રમેય. ન પ્રમાણ છે અને ન પ્રમિતિ છે. પ્રમાતા-પ્રમેયપ્રમાણ અને પ્રમિતિથી સર્વથા રહિત માત્ર શૂન્યતા જ બધું છે. શૂન્યતા ભગવતી જ ઘણું બધું છે અને કંઈ નથી. જે પ્રમાતા-પ્રમેય-પ્રમાણ-પ્રમિતિ વગેરે કહેવાય છે, વાસ્તવમાં તે બધું મિથ્યા છે, કાલ્પનિક છે. શૂન્યતા જ વાસ્તવિક છે,” આ શૂન્યવાદી બૌદ્ધનું મંતવ્ય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે - “ઘટપટ વગેરે બાહ્ય પદાર્થ વાસ્તવિક નથી. એ બધા જ્ઞાનના જ વિવિધ પર્યાય છે. માટે જ્ઞાન જ તત્ત્વ છે, બાહ્ય ઘટ-પટ વગેરે પદાર્થ જે પ્રતીત થાય છે તે મિથ્યા છે.” વેદાંતદર્શન પણ બાહ્ય પદાર્થને મિથ્યા કહે છે. એની અનુસાર “બ્રહ્મ સત્ય નાનિચ્ય' માત્ર પરબ્રહ્મ જ વાસ્તવિક છે. અને બાકી આખું જગત મિથ્યા છે.
ઉકત ધારણાઓને ખંડિત કરવા માટે જૈનદર્શને પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એના દ્વારા આ પ્રતિપાદિત કર્યું છે કે - “વિશ્વમાં જ્ઞાન પણ છે, શેય પણ છે. પ્રમાણ-પ્રમેય-પ્રમાતા-પ્રમિતિ વગેરે વાસ્તવિક તત્ત્વ છે. એ કાલ્પનિક નથી પણ સત્ય છે. જ્ઞાન પણ સત્ છે, જોય પણ સત્ છે, જ્ઞાતા પણ સત્ છે, જ્ઞાનનું ફળ પણ સતું છે. પ્રમાણ-પ્રમેય-પ્રમાતા-પ્રમિતિ રૂપ તત્ત્વ ચતુસ્ત્રી પારમાર્થિક છે, કાલ્પનિક નથી. આ જૈન સિદ્ધાન્તને પ્રતિપાદિત કરવા માટે પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનો અર્થ છે કે પોતાને પણ જાણે છે અને પર-પદાર્થને પણ જાણે છે. જૈનદર્શન સંમત પ્રમાણનાં લક્ષણોમાં પ્રમાણના વિભિન્ન સ્વરૂપને લક્ષ્યગત રાખીને વિભિન્ન દૃષ્ટિકોણ વ્યક્ત કરવામાં આવ્યા છે. તે બધા પોત-પોતાની જગ્યાએ સાચા છે. છતાં એમાં સર્વમાન્ય એક જ તત્ત્વ છે કે પ્રમાણ અર્થનો સમ્યક નિર્ણય કરનાર હોય છે. માટે સંક્ષેપમાં પ્રમાણની પરિભાષા “સખ્યTWનિય: પ્રમ' યોગ્ય જ છે.
પ્રમાણનું સાક્ષાત્ (પ્રત્યક્ષ) ફળ અજ્ઞાનની નિવૃત્તિ થવી છે અને અનંતર ફળ ઉપાદેયને ગ્રહણ કરવું, હેયને છોડવું અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવી છે. પ્રમાણ ત્યારે જ સફળ થાય છે જ્યારે એના દ્વારા ઉક્ત પ્રયોજન સિદ્ધ થતું હોય. એ ત્યારે જ સંભવ થઈ શકે છે જ્યારે પ્રમાણને જ્ઞાનરૂપ સ્વીકાર કરવામાં આવે. માટે જૈનદર્શન સમ્યગુજ્ઞાનને, યથાર્થ જ્ઞાનને પ્રમાણનું લક્ષણ માન્યું છે.
પ્રશ્ન થઈ શકે છે કે જ્યારે જ્ઞાન જ પ્રમાણ છે અને પ્રમાણ જ્ઞાનરૂપ છે, તો જ્ઞાન અને પ્રમાણમાં શું અંતર રહેશે? સમાધાન આ છે કે જ્ઞાન વ્યાપક છે અને પ્રમાણ વ્યાપ્ત છે. બંનેમાં વ્યાપ્ત-વ્યાપક ભાવ સંબંધ છે. જ્ઞાન યથાર્થ અને અયથાર્થ બંને પ્રકારના હોય છે. સમ્યગુજ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને સંશય વગેરે અયથાર્થ જ્ઞાન છે.
પ્રમાણ તો યથાર્થ જ્ઞાનરૂપ જ હોય છે, તેથી સમસ્ત જૈનાચાર્યોએ પ્રમાણના લક્ષણમાં યથાર્થ જ્ઞાન સમ્યગુજ્ઞાનની અનિવાર્યતા પ્રતિપાદિત કરી છે. [ પ્રમાણ સ્વરૂપ તથા વ્યાખ્યા છે જે
૨૩૯]