________________
(૫) કેટલાક કહે છે કે - જે અવધિજ્ઞાન યુક્ત મન:પર્યયજ્ઞાની હોય છે એ માત્ર જાણે છે અને દેખે છે જે અવધિ રહિત મન:પર્યયજ્ઞાની હોય છે એ માત્ર જાણે છે, દેખતો નથી. પરંતુ સંભાવનાને લઈને મનઃપર્યયજ્ઞાની જાણે-દેખે છે, એ ઘટિત થઈ શકે.
(૬) કોઈ કહે છે કે - મનઃપર્યયજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપથી જોવું. આ અપેક્ષાએ મન:પર્યયજ્ઞાનમાં જોવું ઘટિત થઈ શકે છે.
આ રીતે મન:પર્યયજ્ઞાનની પશ્યતાના વિષયમાં વિવિધ અભિપ્રાય બતાવવામાં આવ્યા છે. આ વિશે વિશેષાવશ્યકના ભાષ્યકારનું મંતવ્ય એ છે કે - ‘પ્રજ્ઞાપના સૂત્ર’ના ત્રીસમા પદમાં મનઃપર્યયજ્ઞાન પશ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ સાકારોપયોગવાળી પશ્યતા છે. એ જ પશ્યતાથી મન:પર્યયજ્ઞાની જુએ છે. એવું સ્પષ્ટ પ્રતિપાદનના રહેવાથી અન્ય અભિપ્રાયોનું કોઈ મહત્ત્વ નથી રહેતું. આ જ આગમોક્ત સમુચિત સમાધાન છે.
33
કેવળજ્ઞાન
વિશ્વના સમસ્ત દ્રવ્ય-પર્યાયોને એક સાથે જાણનારું જ્ઞાન કેવળજ્ઞાન છે. આ જ્ઞાન સકળ પ્રત્યક્ષ હોય છે. વિશ્વના સકળ ચરાચર પદાર્થોને જાણનાર, દેખનાર હોવાથી કેવળજ્ઞાનીને સર્વજ્ઞસર્વદર્શી કહેવામાં આવે છે. જ્યારે આત્માના જ્ઞાન-ગુણને આચ્છાદિત કરનાર સમસ્ત આવરણોનો સર્વથા સમૂલ ક્ષય થઈ જાય છે ત્યારે નિરાવરણ આત્માની વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પોતાના સહજ સ્વરૂપમાં જગમગવા લાગે છે. એ નિર્મળ વિશુદ્ધ જ્ઞાનદર્પણમાં ત્રિભુવનના સમસ્ત પદાર્થ તથા સમસ્ત ભૂત-ભાવિ અને વર્તમાન પર્યાયો પ્રતિબિંબિત થવા લાગે છે.
આ જ્ઞાન સકલ-પરિપૂર્ણ તથા એક રૂપ હોવાના કારણે એનો કોઈ ભેદ નથી. ‘નંદી સૂત્ર'માં કહ્યું છે
अह सव्व दव्व परिणाम भाव विण्णति कारणमणंतं । सासयमप्पडिवाइ विहं
केवलंनाणं ॥
ગાથા - ૬૬
કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય તથા પર્યાયોના જ્ઞાનનું કારણ છે. એ અનંત, શાશ્વત, અપ્રતિપાતી અને એક જ પ્રકારનું છે. કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અસ્તિત્વનું પરિચ્છેદક છે. જ્ઞેય વસ્તુની અનંતતાના કારણે એમને ગ્રહણ કરનારું આ જ્ઞાન પણ અનંત છે. આ જ્ઞાન પ્રગટ થયા પછી હંમેશાં રહે છે, તેથી શાશ્વત છે. આ એક વાર આવિર્ભૂત થયા પછી જતું નથી, માટે અપ્રતિપાતી છે. આવરણોને સર્વથા તથા નિર્મૂળ રૂપથી ક્ષય થઈ ગયા પછી આવિર્ભૂત થવાથી આ ન્યૂનાધિક નથી થતો, તેથી આ એક રૂપ જ છે અર્થાત્ એના ભેદ નથી. ક્ષાયોપશમિક જ્ઞાનોમાં ન્યૂનાધિક્તા થઈ શકે છે, પરંતુ ક્ષાયિક હોવાથી એમાં ન્યૂનાધિકતા સંભવ નથી. આ જ્ઞાન અન્ય જ્ઞાનોની અપેક્ષા ન રાખવાથી
કેવળજ્ઞાન
૨૨૫
-