________________
“સમસ્ત લબ્ધિઓ સાકારોપયોગમાં વર્તમાનને જ પ્રાપ્ત થાય છે. સિદ્ધલબ્ધિ પણ સાકા૨ોપયોગમાં વર્તમાનને પ્રાપ્ત થાય છે - એવું ‘પ્રજ્ઞાપના સૂત્ર’માં કહેવાયું છે. એનાથી અર્થ નીકળે છે કે સિદ્ધના ઉપયોગમાં તરતમયોગોપયોગતા છે - અર્થાત્ એક સમયમાં સાકારોપયોગ થાય છે અને બીજા સમયમાં અનાકારોપયોગ. જો એવું ન માનવામાં આવે અને યુગપ ્ ઉપયોગ માનવામાં આવે તો ‘પ્રજ્ઞાપના'માં આપવામાં આવેલા સાકાર વિશેષણ અયુક્ત ઠરશે.
શંકા : સિદ્ધના જ્ઞાન અને દર્શન સાકર જ હોય છે, તેથી સાકાર વિશેષણમાં કોઈ દોષ નથી.
સમાધાન : સિદ્ધાન્તમાં સિદ્ધોના જ્ઞાન તથા દર્શનને પૃથ-પૃથક્ કહેવામાં આવ્યા છે, જેમ કે -
असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे य । सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥
એવી સ્થિતિમાં સિદ્ધોના જ્ઞાન અને દર્શનને એક કેવી રીતે માની શકાય ? એમને એક માનવાથી કેવળ-જ્ઞાનાવરણ અને કેવળ-દર્શનાવરણ - આ રીતે બે આવરણ કેવી રીતે થશે ? એક વસ્તુના બે આવરણ ઉપયુક્ત નથી હોતા. આઠ પ્રકારના સાકાર ઉપયોગ અને ચાર પ્રકારના અનાકાર ઉપયોગ તથા પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન કેવી રીતે ઘટિત થઈ શકે છે ? તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પૃથ-પૃથક્ માનવા જ આગમ સંમત છે. આગમમાં એમ પણ કહ્યું છે કે - “કેવળ જ્ઞાનોપયુક્ત સિદ્ધ બધું જાણે છે તથા કેવળદર્શનથી યુક્ત થઈને બધું જુએ છે.”
શંકા : ઉપરની ગાથામાં ‘વત્તા સો ય નાળે ય' કહ્યું છે. શું એનાથી કેવળજ્ઞાન કેવળદર્શનના યુગપત્ હોવું સિદ્ધ નથી હોતું ?
સમાધાન : ઉક્ત ગાથાંશથી ઉક્ત બંને ઉપયોગોના યુગપત્ હોવું સિદ્ધ નથી, કારણ કે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ભાષ્યમાં કહ્યું છે -
नाणाम्मि दंसणम्मि य य एत्तो एगयरम्मि उवत्तो । सव्वस्स केवलिस्स जुगवं दो नत्थि उवओगा ॥
-
ભાષ્ય, ગા.-૩૦૯૬
"
આ ગાથામાં સ્પષ્ટ રૂપથી એક સમયમાં એક જ ઉપયોગ હોવાનું કહ્યું છે ભલે એ જ્ઞાનોપયોગ હોય કે દર્શનોપયોગ. કેવળીના પણ બે ઉપયોગ સાથે નથી થઈ શકતા તો છદ્મસ્થોની વાત જ શું ? ઉપરની ગાથામાં જે ‘વડત્તા વંસળે નાળે ય ' કહ્યું છે એનો અર્થ છે કે અનંત સિદ્ધોમાંથી કોઈ જ્ઞાનોપયુક્ત હોય છે અને કોઈ દર્શનોપયુક્ત. માટે ઉપરના શબ્દોથી યુગપદ્ ઉપયોગ હોવો સિદ્ધ નથી થતો.
૨૩૦
જિણધમ્મો