________________
એક સાથે ચાર જ્ઞાનોનો સદ્ભાવ
એક જીવને એક સાથે એકથી લઈને ચાર જ્ઞાન સુધી થઈ શકે છે. જો એક જ્ઞાન હોય તો એ કેવળજ્ઞાન હોય છે, જો બે જ્ઞાન હોય તો તે મતિ અને શ્રુત હોય છે. જો ત્રણ જ્ઞાન હોય તો તે મતિ, શ્રુત અને અવધિ કે મતિ, શ્રુત અને મનઃપર્યયજ્ઞાન હોય છે. જો ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન હોય છે. એક જ સાથે પાંચ જ્ઞાન કોઈને નથી હોતા.
કેવળજ્ઞાનના સમયે મતિ વગેરે ચારેય જ્ઞાન નથી હોતા. આ સિદ્ધાન્ત સામાન્ય હોવા છતાંય એની ઉપપત્તિ (સિદ્ધિ) બે રીતે કરવામાં આવે છે. કોઈ આચાર્ય કહે છે કે - “કેવળ જ્ઞાનના સમયે પણ મતિ વગેરે ચારેય જ્ઞાન શક્તિઓ હોય છે, પણ તે સૂર્યપ્રકાશના સમયગ્રહ-નક્ષત્ર વગેરેના પ્રકાશની જેમ કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી અભિભૂત થઈ જવાના કારણે પોતાનું કાર્ય નથી કરી શકતી. તેથી મતિ વગેરે જ્ઞાનની શક્તિઓ હોવા છતાંય કેવળજ્ઞાનના સમયે તે અકિંચિત્કર હોય છે.”
બીજા આચાર્યોનું કથન છે કે - “મતિ વગેરે ચાર જ્ઞાન શક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મ-ક્ષયોપશમ રૂપ હોવાથી ઔપાધિક છે અર્થાત્ કર્મ સાપેક્ષ છે. માટે જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા અભાવ થઈ જવાથી ઔપાધિક શક્તિઓ સંભવ જ નથી. તેથી કેવળજ્ઞાનના સમયે કૈવલ્યશક્તિ સિવાય અન્ય કોઈ જ્ઞાન શક્તિઓ નથી રહેતી.’
જેમ કે રૂપિયાની નોટના મૂલ્યમાં એકથી લઈને સો રૂપિયા સુધીનો સમાવેશ છે, એ જ રીતે કેવળજ્ઞાનમાં એનાં પૂર્વવર્તી જ્ઞાનોનો પણ સમાવેશ થઈ જાય છે.
ઉપયોગ રૂપથી તો એક સમયમાં એક જ જ્ઞાન થાય છે. પ્રગટ થયા પછી કેવળ જ્ઞાનોપયોગ સદાય રહે છે. બીજાં જ્ઞાનોનો ઉપયોગ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી હોય છે, એનાથી વધારે નથી હોતો. એના પછી જ્ઞાનના ઉપયોગનો વિષય બદલાઈ જ જાય છે. કેવળીના સિવાય બધા સંસારી જીવોમાં ઓછામાં ઓછા બે અર્થાત્ તિ અને શ્રુત અવશ્ય હોય છે. સમ્યગ્દષ્ટિના તે મતિજ્ઞાને શ્રુતજ્ઞાન રૂપ હોય છે અને મિથ્યાર્દષ્ટિના તે મતિ-અજ્ઞાન શ્રુત-અજ્ઞાન રૂપ હોય છે.
ક્ષાયોપશમિક જ્ઞાન ક્રમવર્તી છે. એક કાળ(સમય)માં એક જ જ્ઞાન પ્રવર્તિત થાય છે, પરંતુ અહીં જે ચાર જ્ઞાનનું એકસાથે હોવું કહેવાય છે એ જાણવાની શક્તિરૂપ લબ્ધિની અપેક્ષાથી સમજવું જોઈએ. ઉપયોગ તો એક સમયમાં (કાળમાં) એક જ હોય છે.
મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ છે ?
જ્ઞાનનો અર્થ વસ્તુના સ્વરૂપને જાણે છે. વસ્તુનું સ્વરૂપ ભલે કોઈપણ જાણે એ જ્ઞાન હોવું જોઈએ. પછી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તે જ્ઞાન માનવામાં આવે છે અને મિથ્યાર્દષ્ટિનું
કેવળજ્ઞાન
૨૩૩