________________
૩૨
( મન:પર્યયજ્ઞાન)
મનોદ્રવ્યની પર્યાયોને જાણનાર જ્ઞાન મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણનાર જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન સંયમની વિશુદ્ધિથી જ પ્રાપ્ત થાય છે. જે સંયતી હોય એમને પણ બધાને નથી થતું, છતાં જે અપ્રમત્ત સંયતી હોય અને એમાંથી પણ જે વિવિધ પ્રકારની ઋદ્ધિઓથી સંપન્ન હોય, એમને જ મન પર્યયજ્ઞાન થાય છે. અર્થાત્ માત્ર ઋદ્ધિ-સંપન્ન અપ્રમત્ત સંયતીને જ મન:પર્યયજ્ઞાન થઈ શકે છે. માટે સંયમની વિશેષ પ્રકારની વિશુદ્ધિ વગેરે ગુણ-પ્રત્યયથી જ મનઃ પર્યયજ્ઞાન પ્રગટ થાય છે. મન:પર્યાયજ્ઞાનના ક્ષેત્ર-વિષય મનુષ્ય ક્ષેત્રવર્તી સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણવા સુધી જ સીમિત છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર આ જ્ઞાનનો વિષય નથી.
મન:પર્યયજ્ઞાની સંજ્ઞી જીવો દ્વારા માન્યમાન (ચિંત્યમાન) મનોયોગ દ્વારા મન રૂપથી પરિણમિત ભાવોને જ જાણી શકે છે. મનોયોગ હોવા છતાં આકાશસ્થ મનોદ્રવ્ય પુગલોને એ નથી જાણી શકતા. દ્રવ્ય-મનની જે વિવિધ પર્યાયો છે, એ જ મન:પર્યાયજ્ઞાનનો વિષય બને છે. કારણ કે ભાવ-મન જ્ઞાનરૂપ હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત દ્રવ્ય છદ્મસ્થના સાક્ષાત્ જ્ઞાનનો વિષય નથી હોતો.
મન:પર્યાયજ્ઞાની સંશી જીવ દ્વારા ચિંતિત વસ્તુની મનોગત-પર્યાયને જ જાણે છે, બાહ્ય વસ્તુમાં રહેલી પર્યાયને નહિ. મનોદ્રવ્યની પર્યાયોના આધારથી તે અનુમાન-પ્રમાણ દ્વારા બાહ્ય વસ્તુગત-પર્યાયોને જાણે છે. જેમ કે આ વ્યક્તિના મનોદ્રવ્ય આ રૂપમાં પરિણત થયા છે, માટે એ વસ્તુ એવી હોવી જોઈએ. તેથી મન:પર્યાયજ્ઞાની ચિંતનીય ઘટાદિ વસ્તુને સાક્ષાત્ નથી જાણતા. ચિંતક મૂર્ત-અમૂર્ત કોઈપણ વસ્તુને ચિંતન કરી શકે છે. છમસ્થ અમૂર્ત વસ્તુને નથી જાણી શકતો. માટે અનુમાનથી મન:પર્યાયજ્ઞાની ચિંતનીય વસ્તુને જાણે છે. સાક્ષાત્ તો મનોગત-પર્યાયોને જ જાણે છે. મન:પર્યાયજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-પ્રમાણ અતીત-અનાગતના મનોગત ભાવોને જાણી શકે છે.
મન પચચજ્ઞાનના ભેદ મન:પર્યાયજ્ઞાનના બે ભેદ છે - (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ છે.
(૧) બાજુમતિ : બીજાના મનોગત ભાવોને (વિપુલમતિની અપેક્ષા) સામાન્ય રૂપથી જાણવા, ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય છે.
(૨) વિપુલમત્તિ ઃ બીજાના મનોગત ભાવોને ઋજુમતિની અપેક્ષા વિશેષ સ્પષ્ટ રૂપથી જાણવા વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન છે. ( મન:પર્યજ્ઞાન
નવી
૨૨૧)