________________
અવધિજ્ઞાનના વિષયની અપેક્ષા કાળ સ્તોક (ઓછો) છે. એનાથી ક્ષેત્ર અસંખેય ગુણા છે, એનાથી દ્રવ્ય અનંત ગુણા છે અને પર્યાય એનાથી અસંખ્યય કે સંખ્યય ગુણા છે. કારણ કે એક-એક આકાશ-પ્રદેશ પર અનંત પરમાણુ-યણુકચણુક વગેરે દ્રવ્ય રહેલા છે અને એક-એક દ્રવ્યની અનંત-પર્યાય છે.
ભાવથી અવધિજ્ઞાની જઘન્યતઃ રૂપી દ્રવ્યોની અનંત-પર્યાયોને જાણે છે, દેખે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંત-પર્યાયોને જાણે-દેખે છે. અનંતના અનંત ભેદ હોય છે. ચાહે એ ભેદ વત્તા, ઓછા, ગુણા કે ભાગાકાર રૂપોમાંથી કોઈપણ પ્રકારના હોય, તેથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતમાં અંતર સમજી લેવું જોઈએ. અનંતનો આશય સંપૂર્ણ ભાવોના અનંતમા ભાગ જેટલો સમજવો જોઈએ. અવધિજ્ઞાનના ફરૂકાવધિ, દેશાવધિ, પરમાવધિ વગેરે પણ ભેદ બતાવવામાં આવ્યા છે. ફકાવધિ :
જેમ ઓરડામાં રહેલા દીવાની જ્યોત જાળી વગેરેથી બહાર નીકળે છે, એ નિર્ગમાં સ્થાનોની જેમ અવધિ જ્ઞાનાવરણના ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાનનાં નિર્ગમ સ્થાનોને ફક કહેવામાં આવ્યા છે. આ ફક એક જીવન સંધ્યેય અને અસંખ્યય પણ હોય છે. એક ફકના ઉપયોગ-પ્રયુક્ત થવાથી જીવ નિયમથી બધા ફફકોથી ઉપયુક્ત હોય છે, કારણ કે જીવનો ઉપયોગ સ્વભાવ એક છે. જેમ એક નેત્રના ઉપયુક્ત હોવાથી બીજું નેત્ર પણ ઉપયુક્ત થઈ જ જાય છે.
આ ફક ત્રણ પ્રકારના છે - અનુગામિક, અનનુગામિક અને મિશ્ર. એમાંથી પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ છે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ અને મિશ્ર. એમાંથી આનુગામિક અને અપ્રતિપાતી ફક તીવ્ર વિશુદ્ધિવાળા હોય છે. અનનુગામી અને પ્રતિપાતી ફડુક મંદ વિશુદ્ધિવાળા હોય છે. મિશ્ર ફડુક મધ્યમ વિશુદ્ધિવાળા હોય છે.
પૂર્વમાં જે અવધિજ્ઞાનના અનુગામી વગેરે છ ભેદ બતાવવામાં આવ્યા છે તે દેશાવધિ છે. અવધિજ્ઞાનનું જે સર્વોચ્ચ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે એ પરમાવધિ છે. પરમાવધિના પ્રગટ થવાથી અંતર્મુહૂર્ત પછી કેવળજ્ઞાન પ્રગટ થઈ જ જાય છે - જેમ ઉષાકાળની પછી સૂર્યોદય થાય છે.
જેમ મિથ્યાદેષ્ટિના મતિ અને શ્રુતજ્ઞાનને કુમતિ (મતિજ્ઞાન), કુશ્રુત (શ્રુત-અજ્ઞાન) કહેવાય છે, એમ જ મિથ્યાદેષ્ટિ જીવના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે.
અવધિજ્ઞાનનું સ્વરૂપ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે વિવિધ પ્રકારનું છે, અને તત્સંબંધી અનેક સૂક્ષ્મતાઓ ભાષ્ય વગેરે ગ્રંથોમાં વર્ણિત છે. વિશેષ, જિજ્ઞાસુઓએ ભાષ્ય વગેરેથી એનું જ્ઞાન કરવું જોઈએ.
(૨૦)00000000 0 0 0 0 0 0 0 { જિણધામો)