________________
એ અવધિજ્ઞાની ક્ષેત્રથી એક હાથ-પ્રમાણ ક્ષેત્રને જુએ છે, એ કાળથી અંતર્મુહૂર્ત - અર્થાત્ થોડા ઓછા મુહૂર્તને જુએ છે.
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી ગવ્યૂતિ(કોસ)-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી થોડા ઓછા દિવસને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની યોજન-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી દિવસ પૃથ(બેથી લઈને નવ દિવસ સુધી)ને જાણે-જુએ છે.
જે અવધિજ્ઞાની પચીસ યોજન-પ્રમાણ ક્ષેત્રને જાણે-દેખે છે, એ કાળથી થોડા ઓછા પંદર દિવસને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની ભરતક્ષેત્ર-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી સંપૂર્ણ પક્ષ(પંદર દિવસ)ને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની સંપૂર્ણ જંબુદ્વીપને જાણે-દેખે છે, એ સાધિક માસને જાણે-દેખે છે. જે અવધિજ્ઞાની અઢીદ્વીપ(મનુષ્યલોક)ને જાણે-દેખે છે, એ એક વર્ષ-પ્રમાણ અતીત-અનાગત કાળને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની અઢીદ્વીપથી બહાર રુચકાદિ ક્ષેત્રને જાણે-દેખે છે, એ કાળથી વર્ષ પૃથ(બે વર્ષથી નવ વર્ષ સુધી)ને જાણે-દેખે છે. કેટલાક આચાર્યોનો મત છે કે હજાર વર્ષને જાણે-દેખે છે.
આ રીતે ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરી લેવી જોઈએ.
જે અવધિજ્ઞાની હજાર વર્ષથી અધિક સંખ્યેય કાળને જાણે-દેખે છે, એ ક્ષેત્રથી સંધ્યેય દ્વીપ-સમુદ્રોને જુએ છે.
જે અવધિજ્ઞાની કાળથી અસંખ્યેય પલ્યોપમ વગેરે કાળને જાણે-જુએ છે, એ ક્ષેત્રથી કદાચ અસંખ્ય દ્વીપ-સમુદ્રોને જાણે છે. કદાચ મોટા-મોટા સંખ્યેય દ્વીપ-સમુદ્રોને જાણે છે. કદાચ કોઈ એક અતિ વિશાળ દ્વીપ-સમુદ્રને જાણે છે, કદાચ એના એક દેશને જાણે-દેખે છે. યોજનની અપેક્ષાથી સર્વત્ર અસંખ્યેય જ સમજવું જોઈએ. પરિસ્થૂળ ન્યાયની અપેક્ષાથી ક્ષેત્ર-વૃદ્ધિ થવાથી કાળ-વૃદ્ધિ અનિયત છે અર્થાત્ હોય પણ છે અને નથી પણ હોતી. પરંતુ દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિ થાય છે. કાળવૃદ્ધિ હોવાથી ક્ષેત્ર વગેરેની વૃદ્ધિ થાય જ છે.
દ્રવ્ય-ભાવમાં વૃદ્ધિ થવાથી ક્ષેત્ર-કાળની વૃદ્ધિ પણ છે અને નથી પણ. દ્રવ્યની વૃદ્ધિ થવાથી ભાવમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ભાવમાં વૃદ્ધિ થવાથી દ્રવ્ય-વૃદ્ધિમાં ભજવું છે અર્થાત્ હોય છે અને નથી પણ હોતું.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કાળ સૂક્ષ્મ છે. એનાથી ક્ષેત્ર સૂક્ષ્મતર છે, કારણ કે અંગુલ શ્રેણી માત્ર ક્ષેત્રના આકાશ-પ્રદેશ એટલા છે કે જો એક-એક સમયમાં એક-એક પ્રદેશ કાઢવામાં આવે તો અસંખ્યેય-અવસર્પિણીઓ વીતી જાય. ક્ષેત્રથી દ્રવ્ય-સૂક્ષ્મ છે અને દ્રવ્યથી ભાવ-સૂક્ષ્મ છે.
અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય
૨૧૯