________________
(૫) પ્રતિપાતી :
જે અવધિજ્ઞાન જગમગતા દીવાની જેમ વાયુના ઝોકાથી તરત બુઝાઈ જવા સમાન એકદમ લુપ્ત થઈ જાય છે, એને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. આ અવધિજ્ઞાન જીવનના કોઈપણ ક્ષણમાં ઉત્પન્ન અને લુપ્ત થઈ જાય છે. તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં આ અવધિજ્ઞાન હોય છે. (૬) અપ્રતિપાતી :
જે અવધિજ્ઞાનનો સ્વભાવ પતનશીલ નથી અર્થાત્ જે આવ્યા પછી જતો નથી, એ અપ્રતિપાતી અવધિજ્ઞાન છે. કેવળજ્ઞાન થવાથી આ અપ્રતિપાતી અવધિજ્ઞાન જતું નથી, પરંતુ કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. કેવળજ્ઞાનની સામે એની સત્તા અકિંચિત્કર હોય છે. જેમ સૂર્યની સામે દીવાનો પ્રકાશ. આ અપ્રતિપાતી અવધિજ્ઞાન બારમા ગુણસ્થાનવર્તી જીવોને એ ગુણસ્થાનની અંતિમ સ્થિતિ અર્થાત્ અંત સમયમાં હોય છે અને એના પછી તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થતા સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ અપ્રતિપાતી અવધિજ્ઞાનને પરમાવધિ જ્ઞાન પણ કહે છે. જેમ સૂર્યોદયની પૂર્વ ઉષાની પ્રભા ફેલાય છે. એમ જ પરમાવધિ રૂપ ઉષા પછી કેવળરૂપી સૂર્યનો ઉદય થાય જ છે.
અવધિજ્ઞાનના ઉક્ત છ ભેદ નંદીસૂત્ર અનુસાર બતાવવામાં આવ્યા છે. પરંતુ ક્યાંકક્યાંક પ્રતિપાતી અને અપ્રતિપાતીના સ્થાને અવસ્થિત અને અનવસ્થિત ભેદોનું કથન છે. અવસ્થિત અને અનવસ્થિતનાં લક્ષણ આ પ્રકાર છે :
અવસ્થિત ? જે અવધિજ્ઞાન જન્માંતર હોવા છતાંય આત્મામાં બની રહે છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિપર્યત અથવા આજન્મ રોકાય છે, એ અવસ્થિત અવધિજ્ઞાન છે.
અનવસ્થિત ઃ જળના તરંગ સમાન છે. જે અવધિજ્ઞાન ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે, ક્યારેક આવિર્ભત થઈ જાય છે અને ક્યારેક તિરોહિત થઈ જાય છે, એ અનવસ્થિત અવધિજ્ઞાન છે.
ઉક્ત બંને ભેદ પ્રતિપાતી અને અપ્રતિપાતી સમાન જ લક્ષણવાળા છે. નામભેદની અપેક્ષાથી ભિન્ન-ભિન્ન કહેવાય છે અન્ય કોઈ ભેદ આમાં દૃષ્ટિગોચર થતો નથી.
ટિપ્પણ (નોંધ) : અપ્રતિપાતી અવધિજ્ઞાનની આ વ્યાખ્યા “નંદી' સૂત્રાનુસાર છે. પ્રજ્ઞાપના સૂત્ર'ના ૩૩મા પદની ટીકામા અપ્રતિપાતી અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ કરતા કહ્યું છે - “ર પ્રતિપાતી
પ્રતિપાત, યજોવનજ્ઞાન દ્રા મરVIકારતો વી ન વંશનુપાતી વ્યર્થ: ” અર્થાત્ જે પ્રતિપાતી નથી એ અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાન ઉત્પત્તિપર્યત અથવા મરણપર્યત રહેનાર છે. માટે આ વ્યાખ્યાનુસાર નારકી, દેવતામાં અપ્રતિપાતી અવધિજ્ઞાન તથા મનુષ્ય તથા તિર્યચોમાં પ્રતિપાતી તથા અપ્રતિપાતી બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. [અવધિજ્ઞાન ભેદ, સ્વરૂપ તથા વિષચ
૨૧૫)