________________
સુખનો ઉદય થાય છે તથા વિષ સર્પાદિના નિમિત્તથી દુખોદય થાય છે. આ જ રીતે ભવના નિમિત્તથી ક્ષયોપશમ થાય છે, તેથી નારક અને દેવ-ભવના નિમિત્તથી પણ અવધિજ્ઞાનનું ક્ષયોપશમ થાય છે. માટે એ ભવ-પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાનની એ સંખ્યાતીત પ્રકૃતિઓનું સમગ્ર વર્ણન સંભવ નથી, કારણ કે વચનનો પ્રયોગ ક્રમશઃ જ થાય છે અને આયુષ્ય પરિમિત છે. છતાં વિનય-શિષ્યજનોના અનુગ્રહ માટે સ્થૂળ દૃષ્ટિથી અવધિજ્ઞાનના ભેદોનું કથન કરવામાં આવેલ છે. 'ओहिनाण पच्चक्खं दुवहि पण्णत्तं, तंजहा-भवपच्चइयं खाओवसमियं च ।'
- નંદીસૂત્ર - ૬ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. ભવ-પ્રત્યયિક અને ક્ષાયોપથમિક એની વ્યાખ્યા પહેલા કરવામાં આવેલ છે.
ભવ-પ્રત્યય અવધિજ્ઞાન યાવજીવન એક સમાન રહે છે, પરંતુ ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનમાં ન્યૂનાધિકતા થતી રહે છે. તેથી ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ બતાવવામાં આવ્યા છે - (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતી. (૧) અનુગામી :
જે અવધિજ્ઞાન પોતાના ઉત્પત્તિક્ષેત્રને છોડીને બીજા સ્થાન પર જવાથી વિદ્યમાન રહે છે, એને અનુગામી કહે છે. જેમ સૂર્યની સાથે-સાથે પ્રકાશ રહે છે, એમ જ આ અવધિજ્ઞાન જીવની સાથે જ રહે છે. જેમ પુરુષના નેત્ર પુરુષની સાથે જ રહે છે. એ જ્યાં પણ જાય છે ત્યાં નેત્ર સાથે રહે છે. એ જ રીતે જે અવધિજ્ઞાન અન્ય ક્ષેત્રમાં જવા છતાંય સાથે રહે છે, એ અનુગામિક અવધિજ્ઞાન છે. જે સ્થાન ઉપર જે ચૈતન્યમાં આ અવધિજ્ઞાન પ્રગટ થાય છે, એ ચૈતન્ય એ સ્થાનની ચારે બાજુ સંખ્યાત-અસંખ્યાત યોજન સુધી જુએ છે. એ આત્માના બીજા ક્ષેત્રમાં જવાથી પણ એ એટલા ક્ષેત્રને જાણે-દખે છે. આ આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે: (૧) અંતગત અને (ર) મધ્યગત.
અંતગત-અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે - પુરતઃ અંતગત, માર્ગતઃ અંતગત અને પાર્થિત અંતગત. આનું સંક્ષિપ્ત વર્ણન આ રીતે છે.
પુરતઃ અંતગત ઃ જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસ-ફૂસનો પૂડો સળગતું કાષ્ઠ, મણિ, પ્રદીપ, શકોરા વગેરેમાં સ્થિત અગ્નિને હાથ અથવા દંડાથી આગળ કરીને આ પદાર્થોના પ્રકાશથી માર્ગમાં રહેલી વસ્તુઓને જોતો જાય છે, એમ જ પુરતઃ અવધિજ્ઞાન પણ ક્ષયોપશમ વિશેષથી આગળના પ્રદેશને પ્રકાશિત કરતા-કરતા સાથે સાથે ચાલે છે.
માર્ગતઃ અવધિજ્ઞાનઃ જેમ કોઈ પુરુષ દીપિકા યાવતુ શકોરા વગેરેમાં સ્થિત અગ્નિને હાથ કે કોઈ દંડાથી પાછળ કરીને આ વસ્તુઓના પ્રકાશથી પાછળ સ્થિત પદાર્થોને જોતાં[અવધિજ્ઞાન ભેદ, સ્વરૂપ તથા વિષય અ
૨૧૩)