________________
૩૧
(અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય)
અવધિજ્ઞાનના ભેદ ભેદ : અવધિનો અર્થ છે સીમા, મર્યાદા. ક્ષેત્ર અને કાળની વિવિધ મર્યાદાઓથી બંધાયેલો, ઇન્દ્રિયો અને મનની સહાયતા લીધા વિના આત્મ સાપેક્ષ રૂપી દ્રવ્યોને જાણનાર જ્ઞાન અવધિજ્ઞાન છે. આ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. એની સંખ્યાતીત પ્રકૃતિઓ છે. અવધિજ્ઞાનના ક્ષેત્ર અને કાળને લઈને અસંખ્ય ભેદ થઈ જાય છે. જેમ કે જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગથી લઈને એક-એક પ્રદેશની વૃદ્ધિ કરતાં-કરતાં ઉત્કૃષ્ટથી અલોકમાં પણ લોક-પ્રમાણ અસંખ્ય ખંડોને જાણવાની ક્ષમતા અવધિજ્ઞાનમાં થાય (હોય) છે. કાળથી અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્ય ભાગથી લગાવીને એક-એક સમયની વૃદ્ધિ કરતાં-કરતાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના વિષયોને જાણી શકે છે. વિષયના ભેદથી વિષયોમાં પણ ભેદ થાય છે. આ ન્યાયે ક્ષેત્ર-કાળરૂપ વિષયના અસંખ્ય ભેદ હોવાથી અવધિજ્ઞાનના પણ અસંખ્ય ભેદ થઈ જાય છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી અવધિજ્ઞાનના અનંત ભેદ પણ પ્રાપ્ત થાય છે. તેજસુભાષા દ્રવ્યના ઉપાંતરાલવર્તી અનંત પ્રદેશિક દ્રવ્યથી લઈને વિચિત્ર વૃદ્ધિથી સર્વ મૂર્ત દ્રવ્યોને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની જાણી શકે છે. ભાવથી પ્રતિ વસ્તુગત, અસંખ્ય પર્યાયોને અવધિજ્ઞાની જાણે છે. આ રીતે સર્વપુદ્ગલાસ્તિકાય અને એની અસંખ્ય અવધિગ્રાહ્ય પર્યાયો અવધિજ્ઞાનનો વિષય સિદ્ધ થાય છે. શેયના ભેદથી જ્ઞાનના ભેદ થાય છે. આ ન્યાયે દ્રવ્ય ભાવ રૂપ વિષયની અપેક્ષાથી અવધિજ્ઞાનના અનંત ભેદ પણ પ્રાપ્ત થાય છે. પૂર્વમાં જે અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદ કહેવાયા છે, એનાથી અનંત ભેદના પણ ગ્રહણ સમજી લેવા જોઈએ, કારણ કે અનંત પણ સંખ્યાતીત છે જ.
આ અનંત પ્રવૃત્તિઓ (ભેદો)માંથી કેટલીક પ્રવૃતિઓ ભવ-પ્રત્યય છે અને કેટલીક પ્રકૃતિઓ ગુણ-પ્રત્યક્ષ-ક્ષયોપશમ પ્રત્યય છે. જે રીતે પક્ષીઓમાં આકાશમાં ઊડવાની શક્તિ જન્મજાત હોય છે, એમ જ નારકો અને દેવોમાં અવધિજ્ઞાનની જે પ્રકૃતિઓ જન્મજાત હોય છે, તે ભવ, પ્રત્યય કહેવાય છે. જે પ્રકૃતિઓ તપ વગેરે ગુણોના પ્રભાવથી ક્ષયોપશમની અપેક્ષાથી આવિર્ભત થાય છે તે ગુણપ્રત્યય કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યોને ગુણ-પ્રત્યય અવધિજ્ઞાન હોય છે.
જિજ્ઞાસા થઈ શકે છે કે અવધિજ્ઞાન, ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારક વગેરે ભવ ઔદયિક ભાવમાં છે, તો એ અવધિજ્ઞાન ભવ-પ્રત્યય કેવી રીતે થઈ શકે છે ?
સમાધાન એ છે કે ભવ-પ્રત્યય પ્રકૃતિઓ પણ મુખ્યત્વે ક્ષયોપશમથી જ થાય છે, માત્ર એ પ્રકારના ક્ષયોપશમ એ નારક, દેવ-ભવમાં અવશ્ય હોય છે, તેથી એમને ભવ-પ્રત્યય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવના નિમિત્તથી કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ થતાં દૃષ્ટિગોચર થાય છે. જેમ કે માળા, ચંદન વગેરેના નિમિત્તથી પ્રાણીઓને (૧૨) 09, 2009 (જિણધર્મો