________________
(૨) પાક્ષિક વગેરે પર્વ તપ સ્વયં કરવા, બીજાને કરાવવા, પોતે ભિક્ષા માટે જવું તથા
બીજા મુનિઓને મોકલવા - એ તપ સમાચારી છે. (૩) તપસ્વી, જ્ઞાની, નવદીક્ષિત વગેરેનું પ્રતિલેખન સ્વયં કરવું અથવા અન્ય મુનિઓ પર
કરાવવું ગણ સમાચારી છે. (૪) ઉચિત અવસરે સ્વયં એકલાએ વિચાર કરવો અને સુયોગ જોઈને બીજાને એકલા
વિહાર કરાવવો એકાકી વિહાર સમાચારી છે. ૨. શ્રત વિનય : સૂત્ર વગેરેનો અભ્યાસ કરવો શ્રત વિનય છે. શ્રુત વિનયના પણ
ચાર ભેદ પ્રકાર છે : (૧) સ્વયં શ્રુતનો અભ્યાસ કરવો તથા બીજાને કરાવવો. (૨) અર્થને યથાતથ્ય ધારણ કરવા અને કરાવવા. (૩) શિષ્ય જે પ્રકારના જ્ઞાનને પાત્ર હોય એને એ જ પ્રકારનું જ્ઞાન આપવું.
(૪) જે સૂત્રગ્રંથ ભણાવવો શરૂ કર્યો હોય એને પૂર્ણ કરીને બીજાને ભણાવવો. ૩. વિક્ષેપ વિનય : અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરવી વિક્ષેપ વિનય છે. એના પણ
ચાર પ્રકાર છે : (૧) મિથ્યાષ્ટિને સમ્યક્દૃષ્ટિ બનાવવી. (૨) સમ્યગૃષ્ટિને ચારિત્રી બનાવવી. (૩) સમ્યકૃત્વ કે ચારિત્ર્યથી ભ્રષ્ટ થયેલાને સ્થિર કરવા. (૪) નવીન સમ્યગુષ્ટિ તથા નવીન ચારિત્રી બનાવીને એવો વ્યવહાર કરવો જેનાથી
ધર્મની વૃદ્ધિ થાય. ૪. દોષપરિઘાત વિનય : કષાય વગેરે દોષોનો પરિઘાત (નાશ) કરવો દોષપરિઘાત
વિનય છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) ક્રોધીને ક્રોધથી થતી હાનિઓ અને ક્ષમાથી થતા લાભો બતાવીને શાંત સ્વભાવી
બનાવવો. ક્રોધ-પરિઘાત વિનય છે. (૨) વિષયોની આસક્તિથી ઉન્મત્ત બનેલાને વિષયોના દુર્ગુણ અને શીલના ગુણ બતાવી
નિર્વિકાર બનાવવા વિષય-પરિઘાત વિનય છે. (૩) જે રસલોલુપ હોય એને લોલુપતાની હાનિઓ અને તપના લાભ બતાવીને તપસ્વી
બનાવવો અન્ન-પરિઘાત વિનય છે. (૪) દુર્ગુણોથી દુઃખની અને સગુણોથી સુખની પ્રાપ્તિ બતાવીને દુર્ગુણીને સગુણી
બનાવવો આત્મદોષ-પરિઘાત વિનય છે. આ રીતે ૮ સંપત્તિના ૩૨ પ્રકાર અને ૪ વિનય મળીને આચાર્યના કુલ ૩૬ ગુણ છે. એવા જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્ર્યપ્રધાન, તપપ્રધાન, શૂર, વીર, ધીર, સાહસિક, શમદમ-ઉપશમવાન, ચારેય તીર્થોના ત્રદ્ધાસ્પદ, જિનેશ્વર દેવના પાટના અધિકારી, જૈનશાસનના નિર્વાહક અને પ્રવર્તક, એવા અનેકાનેક ગુણગણના ધારક આચાર્ય હોય છે.
[ આચાર્ય 20000000000000000X૪૩]