________________
શરીરમાં ઉપચય-અપચય-રૂપ અનુગ્રહ-ઉપઘાત કરે છે. લોક વ્યવહારમાં પણ કહેવાય છે કે - ‘ચિંતાથી તે તારું શરીર કૃશ (કાય) થઈ ગયું છે.' ચિંતા દ્રવ્યમનનું જ કાર્ય છે.
એટલા માટે ન તો દ્રવ્યમન શરીરથી બહાર નીકળીને ચિંતનીય વિષયની તરફ જાય છે અને ન ચિંતનીય વિષયને ખેંચીને પોતાના સમીપ લાવે છે. માટે આ ધ્રુવ સત્ય છે કે મનઉપઘાત-અનુગ્રહ શૂન્ય હોવાના કારણે અપ્રાપ્યકારી થઈને પોતાના વિષયને ગ્રહણ કરે છે.
શંકા : જાગૃત અવસ્થામાં ભલે મન, વિષયની તરફ ન જતું હોય, પરંતુ સ્વપ્ન અવસ્થામાં તો એવું સંભવ છે.
‘મારું મન મેરુ શિખર ઉપર ગયું' - આ પ્રકારે સ્વપ્નમાં અનુભૂતિ થાય છે.
સમાધાન : ‘મારું મન મેરુ શિખર ઉપર ગયું' - આ સ્વપ્નકાલીન અનુભૂતિ સત્ય નથી. જેમ સ્વપ્નમાં ઉપલબ્ધ મોદક, વાસ્તવિક મોદક (લાડુ) નથી, જેમ અલાતચક્ર શીઘ્ર ભ્રમણ કરવાના કારણે ગોળાકાર ન હોવા છતાં પણ ગોળાકાર પ્રતીત થાય છે. વાસ્તવમાં એ ગોળાકાર નથી હોતું, એમ જ ‘મારું મન મેરુ ઉપર ગયું' આ સ્વપ્ન પણ સત્ય નથી. જાગૃત થયા પછી એના અસત્યત્વનો બોધ થાય છે, કારણ કે મનનું શરીરસ્થ હોવું જ એ સમયમાં અનુભવમાં આવે છે.
જેમ સ્વપ્નમાં કોઈ ને કોઈ પોતાના મનને મેરુ શિખર ઉપર જતાં જોયું છે, કોઈએ સશરીર સ્વયંને નંદનવનમાં કુસુમોની પસંદગી કરતા સ્વપ્નમાં જોયો. આ સ્વપ્ન સત્યરૂપ તો નથી. કારણ કે લોકો દ્વારા એ તો એ જ સ્થિત જોઈ શકાય છે તથા એ સશરીર જતા સ્વપ્નદ્રષ્ટાના શરીરમાં ન તો માર્ગજનિત પરિશ્રમનો ઉપઘાત જ જોવા મળે છે અને ન પુષ્પચયન (પસંદગી)થી પ્રાપ્ત સુગંધરૂપ અનુગ્રહ જ દૃષ્ટિગોચર થાય છે. એ સ્વપ્નદ્રષ્ટાનું શરીર નંદનવનમાં ઉપલબ્ધ નથી થતું. એ તો ત્યાં જ (સ્થિત) છે. માટે સ્વપ્નાવસ્થામાં પણ ‘મનનું મેરુગમન’ સત્ય સિદ્ધ થઈ શકતું નથી.
ઉક્ત બધી સુક્તિઓથી સિદ્ધ થાય છે કે મન અપ્રાપ્તકારી થઈને જ પોતાના ચિંતનીય વિષયને ગ્રહણ કરે છે.
કારણ કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી એનાથી વ્યંજન ન - સ્પષ્ટ સાક્ષાત્ સંબંધ ન થઈ શકવાના કારણે (ચક્ષુ અને મનથી) વ્યંજનોવગ્રહ નથી થતા, માટે વ્યંજનાવગ્રહના
ચાર જ ભેદ થાય છે.
વ્યંજનાવગ્રહમાં જ્ઞાન માત્રા ઃ
જિજ્ઞાસા થઈ શકે છે કે વ્યંજનાવગ્રહના સમયમાં વસ્તુનું સ્વરૂપ જ્ઞાત જ નથી થતું, તો એને જ્ઞાનનો ભેદ કેવી રીતે માની શકાય છે ? એને અજ્ઞાન કેમ માનવામાં ન આવે ? જેમ ઉપકરણેન્દ્રિય અને શબ્દના સંબંધ કાળમાં બહેરી વ્યક્તિને કંઈપણ ઉપલબ્ધ નથી થતું. માટે આ જ્ઞાન નથી કહી શકાતું, એમ જ વ્યંજનાવગ્રહના સમયમાં કંઈપણ અનુભવ નથી થતો, માટે એ અજ્ઞાન છે. એને જ્ઞાનનો ભેદ નથી માની શકાતો.
મતિજ્ઞાનના ભેદ
૧૮૯