________________
પ્રશ્ન થઈ શકે છે કે સમાન ચૈતન્યના હોવાથી પણ જીવોમાં આ ઉપલબ્ધિ વિષયક નાનાત્વ કેમ જોવા મળે છે ? સમાધાન એ છે કે ક્ષયોપશમની વિચિત્રતાના કારણે આ ઉપલબ્ધિ વિષયક નાનાત્વ જોવા મળે છે. જેમ કે છેદક ગુણના હોવાથી પણ ચક્રરત્ન ખગ્ન, દાત્રી અને ચાકુ વગેરેમાં સામર્થ્યની ઉત્તરોત્તર ક્ષીણતા જોવા મળે છે, એ જ રીતે ચૈતન્યગુણ સમાન હોવાથી પણ સંજ્ઞી-જીવોમાં જે પટુતા જોવા મળે છે એ સમૂછનજ પંચેન્દ્રિય-વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય જીવોમાં નથી જોવા મળતી, કારણ કે એમાં તથાવિધ ક્ષયોપશમની વિકલતા છે.
દીર્ઘકાલિક સંજ્ઞાની અપેક્ષા જેના ઈહા-સદર્થને વિચારવાની બુદ્ધિ, અપોહ-નિશ્ચયાત્મક વિચારણા, માણા-અન્વય, ધર્મ-અન્વેષણ, ગવેષણા-વ્યક્તિરેક સ્વરૂપ વિચાર, ચિંતા આ કાર્ય કેવી રીતે થયું, વર્તમાનમાં કેવી રીતે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેવી રીતે થશે? આ રીતે વસ્તુ-સ્વરૂપને સમજવાની શક્તિ છે, એમને સંજ્ઞી કહીશું. એવા જીવ ગર્ભજતિર્યંચ-મનુષ્ય તથા ઔપપાતિક-દેવ તથા નારક જે મન:પર્યાપ્તિથી સંપન્ન છે, એ સંશી કહેવાશે. શેષ સંમૂચ્છિમ પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય, એકેન્દ્રિય અસંજ્ઞી છે.
હેતુવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર હીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી જે જીવ-સંજ્ઞી છે, માત્ર પાંચ સ્થાવર રૂપ એકેન્દ્રિય જીવ જ અસંજ્ઞી છે.
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર ક્ષયોપશમ વગેરે સમ્યકત્વવાળા જીવ-સંજ્ઞી છે. મિથ્યાદૃષ્ટિ-અસંશી છે.
ઉક્ત દૃષ્ટિવાદોપદેશિકી-સંજ્ઞામાં ક્ષાયોપથમિક વગેરે સમ્યકત્વવાળાઓને જ સંજ્ઞી કહ્યા છે, પરંતુ ક્ષાયિક-સમ્યકત્વવાળા કેવળીઓને નહિ. કારણ કે કેવળીઓમાં મોહજન્યસંજ્ઞા નથી હોતી. એ પરિપૂર્ણ ક્ષાયિક જ્ઞાનવાળા હોય છે. અતીતનું સ્મરણ અને અનાગતની ચિંતા કરવી સંજ્ઞા છે. કેવળીઓમાં સ્મરણ અને ચિંતન નથી હોતું, કારણ કે એમના જ્ઞાનમાં બધા પદાર્થ હંમેશાં પ્રતિબિંબિત થતા રહે છે, તેથી કેવળીઓમાં આ પ્રકારની સંજ્ઞાઓનો સદ્ભાવ માનવામાં નથી આવતો. તેથી કેવળી સંજ્ઞાતીત હોય છે.
શંકા કરી શકાય છે કે મિથ્યાષ્ટિમાં પણ ઐહિક હિતાહિતના વિવેકની સંજ્ઞા જોવા મળે છે, તો એને અસંજ્ઞી કેવી રીતે માની શકાય છે? સમાધાન એ છે કે મિથ્યાષ્ટિને પારલૌકિક હિતાહિતનો સમ્યક-બોધ નથી હોતો. આ અબોધની અપેક્ષાથી મિથ્યાષ્ટિ અસંજ્ઞી કહેવામાં આવ્યા છે. આ જ કારણ છે કે એના જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે, જેમ કે અલૌકિક ભાષામાં દુર્વચનને અવચન તથા કુત્સિત શીલને અશીલ કહેવામાં આવે છે.
જો કે શુદ્ધિ-ક્રમની અપેક્ષાથી પહેલા હેતુવાદ-સંજ્ઞા, ફરી કાલિક-સંજ્ઞા અને પછી દૃષ્ટિવાદ-સંજ્ઞાનું કથન હોવું જોઈએ. છતાં આગમમાં સર્વત્ર સંજ્ઞા-અસંજ્ઞીના, વિભાગ કાલિક -સંજ્ઞા અનુસાર હોય છે. તેથી એને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
(૨૦૪) 200000000000000 ( જિણામો )