________________
પણ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિથી શ્રુત-જીવથી અભિન્ન છે. જીવનો ઉત્પાત કે નાશ નથી થતો, ત્યારે શ્રુતનો પણ ઉત્પાદ નાશ થતો નથી, માટે એ અનાદિ અપર્યવસિત છે.
દ્રવ્ય વગેરેની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના ચાર ભેદ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ચાર-ચાર પ્રકારના છે. એ આ રીતે સમજવું જોઈએ :
દ્રવ્યાપેક્ષા : એક જીવની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ-સપર્યવસિત છે. જ્યારે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તો એના સાથે શ્રુત અજ્ઞાન પણ જ્ઞાનના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન સાદિ થયો. જ્યારે જીવ સમ્યક્ત્વનો ત્યાગ કરે છે અથવા કેવળજ્ઞાની હોય છે ત્યારે શ્રુતજ્ઞાન વિલીન થઈ જાય છે. આ રીતે એક જીવની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ-સપર્યવસિત છે. (સાન્ત)
સમસ્ત જીવોની અપેક્ષા શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે, કારણ કે એ ધારાપ્રવાહ રૂપથી હંમેશાં હતી અને હંમેશાં રહેશે. સંસારમાં સૌથી પહેલાં શ્રુતજ્ઞાન કોને થયું અથવા કોના મુક્ત થવાથી કે અન્ય કારણોથી એનો અંત થયો, આ કહેવું અસંભવ છે. માટે સમસ્ત જીવોની અપેક્ષાથી શ્રુતજ્ઞાન અનાદિ અપર્યવસિત છે.
ક્ષેત્રોપેક્ષા : ક્ષેત્રની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત પણ છે અને અનાદિ-અનંત પણ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકરો દ્વારા જ્યારે તીર્થની સ્થાપના થાય છે, ત્યારે દ્વાદશાંગી શ્રુતજ્ઞાનની આદિ અને જ્યારે તીર્થનો વિચ્છેદ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની પણ વિલુપ્તિ થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત થયું. મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થનો ક્યારેય વિચ્છેદ થતો નથી. માટે એ ક્ષેત્રની અપેક્ષા શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
કાલાપેક્ષા : કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત અને અનાદિ-અનંત છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ સાન્ત છે. કારણ કે ત્રીજા આરાના અંતમાં ચોથા, પાંચમાં આરામાં એ રહે છે અને છઠ્ઠા આરામાં વિલુપ્ત થઈ જાય છે. પરંતુ જે ઉત્સર્પિણી, નો અવસર્પિણી કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
ભાવાપેક્ષા : અહીં ‘શ્રુત’ શબ્દથી સમ્યક્-શ્રુત અને મિથ્યાશ્રુત બંનેનું ગ્રહણ સમજાઈ જાય છે. ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત અને અનાદિ-અનંત છે. ભવ્ય જીવોના સમ્યક્ ભાવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત છે અને અભવ્ય જીવોના ભાવોની અપેક્ષાએ મિથ્યારૂપ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
ગમિક-શ્રુત : ‘ગમ’નો અર્થ છે ભંગક અથવા ગણિત વગેરે વિશેષ. જે શ્રુતમાં ભંગોની તથા ગણિત વગેરે વિશેષોની બહુલતા હોય એ શ્રુતગમિક-શ્રુત કહેવાય છે. ‘ગમ’ શબ્દનો
૨૦૬
જિણઘો