________________
ક્ષિu ક્ષિપ્રનો અર્થ શીઘ અને અક્ષિપ્રનો અર્થ વિલંબ છે. શીધ્ર જાણનાર અવગ્રહ વગેરે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ વગેરે તથા વિલંબથી જાણનાર અક્ષિપગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
આ જોવા મળે છે કે ઇન્દ્રિય-વિષય વગેરે બધી બાહ્ય-સામગ્રી બરાબર થવાથી પણ માત્ર ક્ષયોપશમની પટુતાના કારણે એક વ્યક્તિ એ વિષયનું જલદી જ્ઞાન કરી લે છે અને બીજા ક્ષયોપશમની મંદતાના કારણે મોડેથી કરી શકે છે.
અનિશ્રિતનો અર્થ હેતુ-ચિન દ્વારા અસિદ્ધ અને નિશ્રિતનો અર્થ દ્વારા સિદ્ધ વસ્તુથી છે. જેમાં પૂર્વ માં અનુભૂત શીતળ-કોમળ અને સ્નિગ્ધ સ્પર્શ રૂપ હેતુથી જૂહીનાં ફૂલોને જાણનાર અવગ્રહ વગેરે ચારેય જ્ઞાન ક્રમશઃ નિશ્રિતગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. ઉક્ત હેતુ વગર જ એ ફૂલોને જાણનાર અનિશ્રિતગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
“નિશ્રિત” અને “અનિશ્રિત' શબ્દનો ઉપર્યુક્ત અર્થ “નંદી સૂત્ર'ની ટીકાના આધારે આપ્યો છે. એના સિવાય ઉક્ત સૂત્રના ટીકારણ આચાર્ય મલયગિરિએ એક બીજો પણ અર્થ બતાવ્યો છે - “પરધર્મોથી નિશ્રિત ગ્રહણ નિશ્રિતાવગ્રહ છે અને પરધર્મોથી અનિશ્રિત ગ્રહણ અનિશ્રિતાવગ્રહ છે.”
અસંદિગ્ધનો અર્થ નિશ્રિત રૂપથી અને સંદિગ્ધનો અર્થ છે અનિશ્ચિત રૂપથી. જેમ આ ચંદનનો જ સ્પર્શ છે, ફૂલનો નહિ. આ રીતે સ્પર્શને નિશ્ચિત રૂપથી જાણનાર ઉક્ત ચારેય જ્ઞાન અસંદિગ્ધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. આ ચંદનનો સ્પર્શ હશે કે ફૂલનો (કારણ કે બંને શીતળ હોય છે) આ રીતે સંદેહયુક્ત ચારેય જ્ઞાન સંદિગ્ધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. - ધ્રુવનો મતલબ અવયંભાવી અને અધુવનો અર્થ છે કદાચિભાવી. એ જોવામાં આવ્યું છે કે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રી સમાન હોવા છતાંય એક વ્યક્તિ ઉક્ત વિષયને અવશ્ય જ જાણી લે છે અને બીજી એને ક્યારેક જાણી શકે છે અને ક્યારેક નહિ. સામગ્રી હોવાથી વિષયને અવશ્ય જાણનાર ઉક્ત ચારેય જ્ઞાન ધૂવગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. સામગ્રી હોવા છતાંય ક્ષયોપશમની મંદતાના કારણે વિષયને ક્યારેક ગ્રહણ કરનારા અને ક્યારેક ગ્રહણ ન કરનારા ઉક્ત ચારેય જ્ઞાન અધુવગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
આ બાર ભેદોમાંથી બહુ-અલ્પ, બહુવિધ, એકવિધ એ ચાર ભેદ વિષયની વિવિધતા પર આધારિત છે અને શેષ આઠ ભેદ ક્ષયોપશમની વિચિત્રતા પર અવલંબિત છે.
પ્રશ્ન થઈ શકે છે કે અર્થાવગ્રહનો વિષય સામાન્ય માત્ર છે અને એ બહુ-અલ્પ વગેરે બાર ભેદ વિષયગત વિશેષોમાં જ લાગુ પડે છે, તો એ અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે છે ?
સમાધાન એ છે કે અર્થાવગ્રહ બે પ્રકારના માનવામાં આવ્યા છે - વ્યાવહારિક અને નૈશ્ચયિક. બહુ-અલ્પ વગેરે જે બાર ભેદ કહેવાય છે તે પ્રાયઃ વ્યાવહારિક અર્થાવગ્રહના જ (૧૯૨)
જે જિણધમો)