________________
30
શ્રુતજ્ઞાનના ભેદ
પૂર્વમાં શ્રુતજ્ઞાનની પરિભાષા આપતાં બતાવી દીધું છે કે - ‘ખં મુળરૂ, તેં સુયં મળિયું’ (વિ.ભા.ગા. ૯૮) જીવ જે સાંભળે છે, એ શ્રુતજ્ઞાન છે અથવા જે સાંભળવામાં આવે છે એ શ્રુત છે.
શ્રુતાનુસારી-શબ્દોલ્લેખપૂર્વક જે જ્ઞાન થાય છે, એ શ્રુતજ્ઞાન છે. જેટલા પણ શબ્દવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન કે અક્ષરજ્ઞાન છે, એ બધાં શ્રુતજ્ઞાનના અંતર્ગત આવે છે. શ્રુતજ્ઞાનના ભેદોનું
ચિંતન કરવાથી જ્ઞાત થાય છે કે જેટલા અલગ-અલગ અક્ષર છે અને જેટલા અક્ષરોના સંયોગ છે, એટલા જ શ્રુતજ્ઞાનના ભેદ જાણવા જોઈએ. જેમ કે ભાષ્યકારે કહ્યું છે - पत्तेयमक्खराइं अक्खरसंजोगा जत्तिया लोए । एवइया सुयनाणे पयडीओ होंति नायब्बा ॥ संजुत्तासंजुत्ताण ताणमेकक्खराइसंजोगा । होंति अणंता तत्थ वि एक्केकोऽणंत पज्जाओ ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૪૪૪-૪૫
પ્રત્યેક અક્ષર અને જેટલા પણ અક્ષરોના સંયોગ લોકમાં સંભવ છે એટલા જ શ્રુતજ્ઞાનના ભેદ સમજવા જોઈએ. સંયુક્ત અને અસંયુક્ત અક્ષરોના અનંત સંયોગ થાય છે અને પ્રત્યેકના સ્વ-પરપર્યાયની અપેક્ષાથી અનંતપર્યાય થાય છે.
અકારાદિ પ્રત્યેક અક્ષર છે, એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, સાનુનાસિક, નિરનુનાસિકના ભેદથી અઢાર પ્રકારના છે. અર્થાત્ અકારના ત્રણ ભેદ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. એમાંથી પ્રત્યેકના ત્રણ ભેદ - ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ૩૪૩=૯ ભેદ થયા. આ નવના સાનુનાસિક અને નિરનુનાસિકના ભેદથી બે-બે ભેદ છે. ૯૪૨=૧૮ ભેદ અકારના થયા. આ રીતે ઇકાર વગેરેના સમજવા જોઈએ. બે કે એનાથી વધુ અક્ષરોથી બનેલા શબ્દ અક્ષર સંયોગ છે, જેમ કે ઘટ, પટ વગેરે. એવા સંયોગ અનંત થાય છે અને પ્રત્યેક સંયોગના અનંત પર્યાય થાય છે.
શંકા કરી શકાય છે કે અક્ષર સંખ્યેય છે, તો એના સંયોગ અનંત કેવી રીતે હોઈ શકે છે ? સમાધાન એ છે કે અક્ષરોના સંધ્યેય હોવા છતાંય આનો અભિધેય વિષય અનંત છે. અભિધેયના અનંત હોવાના કારણે અભિધાન પણ અનંત હોય છે.
પંચાસ્તિકાર્યના સ્કન્ધ, દેશ, પ્રદેશ, પરમાણુ વગે૨ે અન્યોન્ય વિલક્ષણ અભિધેય-વિષય અનંત હોય (થાય) છે. પુદ્દગલાસ્તિકાયને જ લઈ લો તો એના અણુથી લગાવીને ક્રમશઃ પ્રદેશવૃદ્ધિથી અનંત ભિન્ન રૂપ પ્રાપ્ત થાય છે યથા, પરમાણુ હ્રયણુક, ઋણુક, ચતુરણુક યાવત્ અનંત પ્રાદેશિક. આ ભિન્ન-ભિન્ન રૂપોને કહેનારા શબ્દ પણ ભિન્ન-ભિન્ન પ્રાપ્ત થાય છે. એટલું
૧૯૬
જિણધમ્મો